Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nepal Gen-Z Protest : નેપાળ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે એરપોર્ટ પર ગુજરાતીઓ ફસાયા

ત્રિભુવન એરપોર્ટ બંધ થઈ જતા સંખ્યાબંધ મુસાફરો અટવાયા અરાજકતાના કારણે એરપોર્ટ સ્ટાફ નાસી છૂટ્યો પ્રવાસીઓએ જમીન પર સૂઈ જઈને રાત વીતાવી Nepal Gen-Z Protest : નેપાળ એરપોર્ટ પર ફસાયેલા ગુજરાતીઓ પરેશાન થયા છે. જેમાં ત્રિભુવન એરપોર્ટ બંધ થઈ જતા...
nepal gen z protest   નેપાળ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે એરપોર્ટ પર ગુજરાતીઓ ફસાયા
Advertisement
  • ત્રિભુવન એરપોર્ટ બંધ થઈ જતા સંખ્યાબંધ મુસાફરો અટવાયા
  • અરાજકતાના કારણે એરપોર્ટ સ્ટાફ નાસી છૂટ્યો
  • પ્રવાસીઓએ જમીન પર સૂઈ જઈને રાત વીતાવી

Nepal Gen-Z Protest : નેપાળ એરપોર્ટ પર ફસાયેલા ગુજરાતીઓ પરેશાન થયા છે. જેમાં ત્રિભુવન એરપોર્ટ બંધ થઈ જતા સંખ્યાબંધ મુસાફરો અટવાયા છે. અરાજકતાના કારણે એરપોર્ટ સ્ટાફ નાસી છૂટ્યો છે. તેમાં પ્રવાસીઓએ જમીન પર સૂઈ જઈને રાત વીતાવી છે. નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાતના 100થી વધુ પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે.

Advertisement

ભાવનગરના પણ 43 જેટલા લોકો નેપાળમાં ફસાયેલા

ભાવનગરના પણ 43 જેટલા લોકો નેપાળમાં ફસાયેલા છે. યાત્રિકોએ ધારાસભ્ય જીતુભાઇ વાઘણી પાસે મદદ માગી છે. જેમાં પશુપતિનાથના દર્શને ગયેલા ભાવનગરના યાત્રિકો ફસાયા છે. ભાવનગરના યાત્રિકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યાત્રિકોએ નેપાળના પોખરામાં સુરક્ષિત હોવાનું જણાવ્યું છે .એક હોટલમાં અત્યારે સુરક્ષિત છે પણ ભારત લાવવા વિનંતી છે. જીતુ વાઘાણીએ ભાવનગરના યાત્રિકોને સાંત્વના આપી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી તમામ મદદની ખાતરી આપી છે. તેમજ નેપાળમાં ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર લગભગ 400 ભારતીયો ફસાઈ ગયા છે.

Advertisement

Nepal Gen-Z Protest :એરપોર્ટ પર ફસાયેલા ભારતીયોમાં ભયનો માહોલ

નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ઘણા લોકોએ તેમની પરિસ્થિતિ વર્ણવતા એક વીડિયો સંદેશ મોકલ્યો છે. ફસાયેલા લોકોનું કહેવું છે કે ઈમિગ્રેશન પૂર્ણ કર્યા પછી પણ એરલાઈન્સ તેમને એરપોર્ટ પર છોડીને ભાગી ગઈ અને એરલાઈન સ્ટાફ પણ ભાગી ગયો છે, મુસાફરોને મદદ કરવા માટે કોઈ હાજર નથી. એરપોર્ટ પર ફસાયેલા ભારતીયોમાં ભયનો માહોલ છે, કારણ કે બહાર અરાજકતા ફેલાયેલી છે.

એરપોર્ટથી માત્ર એક કિલોમીટર દૂર હંગામો થઈ રહ્યો છે

મુસાફરોએ જણાવ્યું હતું કે ઈમિગ્રેશનમાંથી પસાર થયા પછી પણ ફ્લાઈટ સ્ટાફે તેમને પાછા જવાનું કહ્યું કારણ કે ફ્લાઇટ રદ થઈ ગઈ હતી. પરંતુ કોઈએ તેમને ક્યાં જવું તે કહ્યું નહીં. જ્યારે મુસાફરોએ બહારની બગડતી પરિસ્થિતિને કારણે એરપોર્ટ છોડવાનો ઈનકાર કર્યો, ત્યારે સ્ટાફ મુસાફરોને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા. મુસાફરો કહે છે કે તેમને મદદ કરવા માટે ત્યાં કોઈ નથી, તેઓ ક્યાં જાય. એરપોર્ટથી માત્ર એક કિલોમીટર દૂર હંગામો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Pitru Paksha 2025 : આજે તૃતીયા અને ચતુર્થી શ્રાદ્ધ, જાણો કેવી રીતે બે તિથિએ એક સાથે શ્રાદ્ધ કરવું

Tags :
Advertisement

.

×