નેપાળની સંસદ ભંગ, વચગાળાની સરકારના Sushila Karki વડાપ્રધાન બનશે, આજે લેશે શપથવિધિ
- નેપાળમાં Sushila Karki વચગાળાની સરકારના વડાપ્રધાન બનશે
- ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ Sushila Karki નેપાળના બનશે પ્રધાનમંત્રી
- આજે રાત્રે 8:45 વાગ્યે સુશીલા કાર્કી રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે.
નેપાળમાં જનરલ-ઝેડ (જનરેશન-ઝેડ)ના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ વિરુદ્ધ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોના કારણે ઉદ્ભવેલા રાજકીય સંકટ વચ્ચે, રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે વર્તમાન સંસદને ભંગ કરી દીધી છે. આ સાથે, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓ સુધી વચગાળાની સરકારના વડા તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે, 12 સપ્ટેમ્બર, 2025ના રોજ રાત્રે 8:45 વાગ્યે સુશીલા કાર્કી રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે.
Nepal's former Chief Justice, Sushila Karki, to take oath as interim PM today
Read @ANI Story | https://t.co/S2eEms2d6w#Nepal #SushilaKarki #GenzProtest pic.twitter.com/mFQqTqEqWX
— ANI Digital (@ani_digital) September 12, 2025
નેપાળમાં Sushila Karki વચગાળાની સરકારના વડાપ્રધાન બનશે
નોંધનીય છે કે 8 અને 9 સપ્ટેમ્બર, 2025ના રોજ જનરલ-ઝેડના યુવાનો દ્વારા દેશવ્યાપી હિંસક વિરોધ પ્રદર્શનો થયા, જેમાં ભ્રષ્ટાચાર, 'નેપો કિડ્સ'ના જીવન અને સોશિયલ મીડિયા પર અચાનક લગાવાયેલા પ્રતિબંધ મુખ્ય મુદ્દા હતા. આ વિરોધોમાં પોલીસ અને વિરોધીઓ વચ્ચેના સંઘર્ષમાં 22થી વધુ લોકોના મોત થયા અને સંસદ ભવન સહિત અનેક સરકારી માળખાં પર આગ લગાવવામાં આવી. આ હિંસક વિરોધના લીધે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું, હવે નેપાળના વચગાળાની સરકારના સુશીલા કાર્કી પ્રધાનમંત્રી બનશે.
મહત્વની બેઠકમાં Sushila Karki ના પ્રધાનમંત્રી તરીકે લેવાયો નિર્ણય
રાષ્ટ્રપતિ પૌડેલ, આર્મી ચીફ સિગ્ડેલ અને જનરલ-ઝેડ જૂથોના પ્રતિનિધિઓ વચ્ચે ભદ્રકાલી આર્મી હેડક્વાર્ટર્સમાં થયેલી બેઠકમાં સુશીલા કાર્કીને વચગાળાના વડા તરીકે સંમતિ સધાઈ.જનરલ-ઝેડના નેતા ઓજસ્વીએ કહ્યું, "અમે સુશીલા કાર્કીને વચગાળાના વડા તરીકે સૂચવ્યા છે કારણ કે તેઓ દેશનું નિર્માણ કરવામાં મદદ કરશે. જોકે, કેટલાક વિરોધીઓએ તેમની ઉંમર (73 વર્ષ)ને કારણે કુલમાન ઘિસિંગને સૂચવ્યા, પરંતુ મોટાભાગના જૂથો કાર્કીને સમર્થન આપ્યું.
Sushila Karki મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે
73 વર્ષીય સુશીલા કાર્કી નેપાળની પ્રથમ અને એકમાત્ર મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેમણે 1979માં બિરાટનગરમાં વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી અને 2009માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા. 2016માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમાયેલા તેમણે ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવ્યું, ખાસ કરીને વર્તમાન મંત્રી જય પ્રકાશ ગુપ્તાને ભ્રષ્ટાચારના આરોપોમાં દોષિત ઠેરવીને કેદ કરવાના કેસમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે
આ નિર્ણયથી નેપાળમાં વચ્ચેના સમયની સરકાર સ્થાપિત થશે, જે ચૂંટણીઓ સુધી દેશને સ્થિર કરશે. રાષ્ટ્રપતિ પૌડેલે વિરોધીઓને શાંતિપૂર્ણ રીતે વાતચીત કરવાની અપીલ કરી છે. જોકે, કેટલાક પક્ષો અને વિરોધી જૂથો વચ્ચે મતભેદોને કારણે તણાવ રહ્યો છે. આ ઘટના નેપાળના યુવાનોની રાજકીય જાગૃતિ અને લોકશાહીની માંગને દર્શાવે છે.
આ પણ વાંચો: ટ્રમ્પના ખાસ મિત્ર Charlie Kirk નો હત્યારો ઝડપાયો, મૃત્યુદંડની સજા ફટકારવામાં આવશે!


