Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ નવા વિવાદમાં : લીઝ કરાર ભંગ, AMCની જમીન પર નિયમોનો ભંગ, શું થશે કાર્યવાહી?

અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ વિવાદ: લીઝ કરાર ભંગ, AMC લેશે જમીન પરત?
અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ નવા વિવાદમાં   લીઝ કરાર ભંગ  amcની જમીન પર નિયમોનો ભંગ  શું થશે કાર્યવાહી
Advertisement
  • અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ વિવાદ: લીઝ કરાર ભંગ, AMC લેશે જમીન પરત?
  • સેવન્થ ડે સ્કૂલે AMCની જમીન પર કર્યો નિયમોનો ભંગ, શું થશે કાર્યવાહી?
  • 2002ની જમીન ફાળવણીમાં ગેરરીતિ? સેવન્થ ડે સ્કૂલ પર AMCની નજર
  • અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો નવો વિવાદ: ટ્રસ્ટ નહીં, કંપની કરે છે સંચાલન
  • AMCની જમીન પર સેવન્થ ડે સ્કૂલનો ગેરકાયદેસર ઉપયોગ? કોંગ્રેસ શંકાના દાયરામાં

અમદાવાદ : અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં તાજેતરની હત્યાની ઘટના બાદ હવે શાળાના સંચાલન અને જમીન લીઝના કરારને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શાળાને શૈક્ષણિક હેતુઓ માટે આપવામાં આવેલી જમીનના લીઝ કરારનો ભંગ થયો હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે AMC હવે કડક કાર્યવાહીના મૂડમાં છે. શાળા પાસેથી જમીન પરત લેવાની શક્યતા પણ ચર્ચાઈ રહી છે.

લીઝ કરાર ભંગનો મામલો

AMCએ 2002માં સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ટ્રસ્ટને શૈક્ષણિક સંસ્થા ચલાવવાની શરતે નોમિનલ દરે જમીન લીઝ પર આપી હતી. જોકે, આરોપ છે કે શાળાનું સંચાલન ટ્રસ્ટ દ્વારા નહીં, પરંતુ ‘ફાઇનાન્શિયલ એસોસિયેશન ઓફ સેવન્થ ડે’ નામની રજિસ્ટર્ડ કંપની દ્વારા કરવામાં આવે છે, જે લીઝ કરારની શરતોનો સીધો ભંગ છે. લીઝ કરારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હતો કે જમીનનો ઉપયોગ ફક્ત ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુઓ માટે જ થવો જોઈએ.  કોઈ વ્યાપારી અથવા અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ ન થઈ શકે.

Advertisement

2002નો નિર્ણય અને કોંગ્રેસનું શાસન

આ જમીન 2002માં પાણીના ભાવે આપવામાં આવી હોવાની વાત સામે આવી છે, જે સમયે AMCમાં કોંગ્રેસનું શાસન હતું (2000-2005). આરોપ છે કે તત્કાલીન સત્તાધારી પક્ષના સભ્યોએ જમીનની ફાળવણીમાં નિયમોનું ધ્યાન રાખ્યું ન હતું અને કોઈ યોગ્ય પુરાવા કે ચકાસણી વિના જમીન ફાળવી દેવામાં આવી હતી. આ મામલે તત્કાલીન સત્તાપક્ષના સભ્યો પણ શંકાના દાયરામાં છે. આ ફાળવણીમાં ગેરરીતિની શક્યતા ઉભી થઈ છે.

Advertisement

આ પણ વાંચો- પ્રતાપ દુધાતનો PMને પત્ર : વિદેશી કપાસની આયાત રોકો, ખેડૂતોનું હિત જુઓ

નિયમોના ભંગને કારણે AMC હવે આ મામલે કડક પગલાં લેવાની તૈયારીમાં છે. AMCના સૂત્રો અનુસાર, શાળા દ્વારા લીઝ કરારની શરતોનું ઉલ્લંઘન થયું હોવાથી જમીન પરત લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, AMC દ્વારા શાળાને નોટિસ પાઠવવામાં આવી શકે છે. જો સંતોષકારક જવાબ ન મળે તો કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. AMCના અધિકારીઓએ જણાવ્યું કે, “જમીનનો ઉપયોગ શૈક્ષણિક હેતુ માટે જ થવો જોઈએ. જો ટ્રસ્ટ નહીં પરંતુ કંપની શાળાનું સંચાલન કરે છે, તો તે નિયમોનો સ્પષ્ટ ભંગ છે.”

આ મામલે રાજકીય ગરમાગરમી પણ વધી રહી છે. 2000-2005 દરમિયાન AMCમાં કોંગ્રેસનું શાસન હોવાથી વર્તમાન ભાજપ શાસિત AMC આ ફાળવણીની તપાસ કરવા માટે ખાસ ટીમ બનાવી શકે છે. કોંગ્રેસના તત્કાલીન સભ્યો પર ગેરરીતિના આરોપો લાગી શકે છે, જે આગામી ચૂંટણીઓમાં રાજકીય મુદ્દો બને તો નવાઈ નહીં.

AMC હવે આ મામલે શું પગલાં લે છે, તેના પર સૌની નજર છે. નિયમોના ભંગને કારણે જમીન પરત લેવાની કાર્યવાહી શરૂ થઈ શકે છે, પરંતુ આ પ્રક્રિયા કાનૂની અને રાજકીય રીતે જટિલ હોઈ શકે છે. AMCએ આવા કેસોમાં ભૂતકાળમાં પણ કડક પગલાં લીધાં છે, જેમ કે ગેરરીતિથી નોકરી મેળવનાર 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો શાળા સંતોષકારક જવાબ ન આપી શકે તો જમીન પરત લેવાની શક્યતા ખૂબ વધી જાય છે.

આ પણ વાંચો-અમરેલી: જાફરાબાદ દરિયામાં ગુમ 11 માછીમારોથી 3ના મળ્યા મૃતદેહ, કોસ્ટગાર્ડની શોધખોળ ચાલુ

Tags :
Advertisement

.

×