લોકસભામાં 285 સુધારા સાથે નવું Income Tax Bill 2025 પસાર,કરદાતાને થશે સીધી અસર
- લોકસભામાં Income Tax Bill 2025 પાસ
- 285 સુધારા સાથે બિલ લોકસભામાં પારિત
- સરકારે ગયા અઠવાડિયે બિલ પરત ખેંચી લીધું હતું
સંસદમાં હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલું નવું Income Tax Bill 2025રજૂ કર્યું હતું. આ સુધારણા બિલમાં બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી સમિતિની મોટાભાગની ભલામણો સામેલ કરવામાં આવ્યા છે.આ બિલમાં અનેક સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું હતું. ટૂંકી ચર્ચા સાથે આ બિલ લોકસભામાંથી પારિત કરી દેવામાં આવ્યો છે.
The Income-Tax (No 2) Bill, 2025 and The Taxation Laws (Amendment) Bill, 2025, passed in Lok Sabha#monsoonsession2025 pic.twitter.com/raQyTHwPso
— ANI (@ANI) August 11, 2025
નવા સુધારા સાથે Income Tax Bill 2025 રજૂ કરાયો
નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નવું આવકવેરા બિલ ૨૦૨૫ રજૂ કર્યું હતું તે આજે પારિત કરી દેવામાં આવ્યો છે. બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી સમિતિની મોટાભાગની ભલામણો શામેલ છે. આ બિલમાં ઘણા નવા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની અસર સામાન્ય કરદાતાઓ પર પણ પડશે.સરકારે ગયા અઠવાડિયે આવકવેરા બિલ 2025 પાછું ખેંચી લીધું હતું. આ બિલ 1961ના જૂના આવકવેરા કાયદાને બદલવા માટે હતું. હવે 11 ઓગસ્ટના રોજ એક નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે.લોકસભા પસંદગી સમિતિના અધ્યક્ષ રહેલા ભાજપના નેતા બૈજયંત પાંડાએ આવકવેરા બિલમાં 285 સૂચનો આપ્યા છે, જેને સરકારે સ્વીકારી લીધા છે. જૂના આવકવેરા બિલ અંગે ઘણી મૂંઝવણ છે, તેથી હવે તેનું નવું સંસ્કરણ રજૂ કરવામાં આવ્યું છે. ટુંકી ચર્ચા સાથે આ બિલ પારિત કરી દેવામાં આવ્યું છે.
Income Tax Bill 2025 નવા સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું
નાણામંત્રી સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે અમને કેટલાક સૂચનો મળ્યા છે, જેનો સમાવેશ કરવો જરૂરી છે જેથી કાયદાનો સાચો અર્થ બહાર આવે. આમાં ડ્રાફ્ટિંગ ભૂલો સુધારવા, વાક્યો ગોઠવવા અને ક્રોસ-રેફરન્સિંગ જેવા ફેરફારોનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે જૂનું બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું છે જેથી કોઈ મૂંઝવણ ન થાય અને નવો ડ્રાફ્ટ 1961ના કાયદામાં ફેરફાર માટેનો આધાર બનશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં એક સુધારેલું આવકવેરા બિલ રજૂ કર્યું જેમાં સિલેક્ટ કમિટીની લગભગ બધી ભલામણોનો સમાવેશ થાય છે. સીતારમણે આવકવેરા (નં. 2) બિલ, 2025 રજૂ કર્યું, જે આવકવેરા સંબંધિત કાયદામાં સુધારો અને મજબૂતીકરણની જોગવાઈ કરે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં એક સુધારેલું આવકવેરા બિલ રજૂ કર્યું જેમાં સિલેક્ટ કમિટીની લગભગ બધી ભલામણોનો સમાવેશ થાય છે. સીતારમણે આવકવેરા (નં. 2) બિલ, 2025 રજૂ કર્યું, જે આવકવેરા સંબંધિત કાયદામાં સુધારો અને મજબૂતીકરણની જોગવાઈ કરે છે.
આ પણ વાંચો: Pakistan : આસિમ મુનીરની પરમાણુ ધમકી પર ભારતનો જવાબ


