ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાની નવીન મૉડ્સ ઑપરેન્ડીનો પર્દાફાશ, Mundra Port ખાતેથી 2.97 કરોડનો શરાબ SMC એ કર્યો કબજે

સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને એસપી મયૂર ચાવડાની ટીમે વિદેશી દારૂની તસ્કરીની બિલકુલ નવી મૉડ્સ ઑપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. Mundra Port ખાતે ગુડ્સ ટ્રેનમાં પંજાબ લુધિયાણાથી દારૂ ભરીને મોકલવામાં આવેલા બે કન્ટેનર શોધી કાઢી Team SMC એ ત્રણેક કરોડનો શરાબ જપ્ત કર્યો છે.
06:44 PM Nov 24, 2025 IST | Bankim Patel
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને એસપી મયૂર ચાવડાની ટીમે વિદેશી દારૂની તસ્કરીની બિલકુલ નવી મૉડ્સ ઑપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. Mundra Port ખાતે ગુડ્સ ટ્રેનમાં પંજાબ લુધિયાણાથી દારૂ ભરીને મોકલવામાં આવેલા બે કન્ટેનર શોધી કાઢી Team SMC એ ત્રણેક કરોડનો શરાબ જપ્ત કર્યો છે.
New_modus_operandi_of_smuggling_liquor_into_Gujarat_SMC_seizes_IMFL_worth_Rs_2.97_crore_from_Mundra_Port_Gujarat_First

દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાં બુટલેગરો શરાબ ઘૂસાડવા માટે નિતનવી તરકીબો અજમાવે છે. ક્યારેક દૂધ/પેટ્રોલિયમના ટેન્કરમાં, ક્યારેક એમ્બ્યુલન્સમાં, તો ક્યારેક હોડીઓમાં છુપાવીને વિદેશી દારૂ રાજ્યમાં લાવવામાં આવે છે. જો કે, આ વખતે ડીઆઈજી નિર્લિપ્ત રાય (Nirlipt Rai) અને એસપી મયૂર ચાવડા (Mayur Chavda) ની ટીમ એસએમસીએ વિદેશી દારૂની તસ્કરી (IMFL Smuggling Racket) ની બિલકુલ નવી મૉડ્સ ઑપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. છેલ્લાં ત્રણ મહિનાથી Mundra Port ખાતે ટ્રેનમાં પંજાબ લુધીયાણાથી દારૂ ભરેલા કન્ટેનર મોકલવામાં આવતા હતા. Team SMC એ ત્રણેક કરોડનો વિદેશી દારૂ ભરેલા બે કન્ટેનર મુંદ્રા પૉર્ટ પાસેથી ઝડપી લેતા જેલમાં પાસા હેઠળ કેદ કચ્છના રિઢા બુટલેગરનું નામ સામે આવ્યું છે. મુંદ્રા પોલીસ સ્ટેશન (Mundra Police Station) ખાતે આ મામલે બે કેસ નોંધવામાં આવ્યા છે.

Mundra Port ખાતે કેવી રીતે આવતો દારૂ ?

કચ્છના ભુજ તાલુકાના કેરા ગામે રહેતો અનોપસિંહ અભેસિંહ જાડેજા અને પંજાબનો સપ્લાયર શરાબ તસ્કરીના મુખ્ય આરોપીઓ છે. મુંદ્રા પૉર્ટ ખાતે ઈન્ટનરનેશનલ તેમજ ડૉમેસ્ટીક કન્ટેનર ગુડ્સ ટ્રેનમાં આવતા-જતા રહે છે. લુધિયાણા ખાતેથી બાલાજી ટ્રેડિંગના નામે સુખદેવસિંહ ઑઈલના નામે કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સુરત શહેરની વાઈસરોય ઈમ્પેક્ષ કંપનીના નામે મોકલી આપતો હતો. ટ્રેનમાં આવેલા કન્ટેનરને રાજસ્થાનનો જોગારામ જાટ (ટ્રેલર માલિક કમ ડ્રાઈવર) ને ફૉર્મ-6 મોબાઈલ ફોન પર જય ગુરૂદેવસિંહ મોકલી આપે એટલે તે મુંદ્રા પૉર્ટ રેલવે સ્ટેશન (Mundra Port Railway Station) ખાતે પિસ્ટાઈન લોજિસ્ટીક થકી આવેલું કન્ટેનર મેળવી લઈને તેના ટ્રેલરમાં ચઢાવીને બુટલેગર અનોપ જાડેજા અને તેના સાથી કાળુની સૂચના અનુસાર રંગલા પંજાબ હૉટલ કેરા ગામે પહોંચાડી આપતો હતો. આ પેટે બાલાજી ટ્રેડિંગ કંપની તરફથી 50 હજાર રૂપિયા અને અનોપ જાડેજા તરફથી 30 હજાર રૂપિયા ચૂકવાતા હતા.

અમદાવાદ અને રાજકોટના પંચની હાજરીમાં થઈ કાર્યવાહી

સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર.જી.ખાંટ (PI R G Khant) ને બાતમી મળી હતી કે, કચ્છના મુંદ્રા પૉર્ટ (Mundra Port Kutch) ખાતે ગુડ્સ ટ્રેનમાં ઉત્તર ભારતથી વિદેશી દારૂ ભરેલા કન્ટેનર મોકલવામાં આવે છે. આ હકિકતના આધારે અમદાવાદ શહેરના બે યુવકોને પંચ તરીકે ટીમ એસએમસી સાથે લઈને કચ્છના મુંદ્રા ખાતે જવા માટે બે દિવસ પહેલાં નીકળી ગઈ હતી. બીજા કિસ્સામાં રાજકોટ શહેરના બે પંચોને મુંદ્રા ખાતે લઈ જવાયા હતા. મુંદ્રા રાસાપીર સર્કલ પાસે એસએમસીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજસ્થાન પાસિંગનું ટ્રેલર દારૂ ભરેલું કન્ટેનર લઈને નીકળી રહ્યું હોવાની ઠોસ બાતમી મળી હતી. ચોક્કસ આરટીઓ નંબરના ટ્રેલરને રોકતા ટીમને ખાલી કન્ટેનર મળ્યું હતું. ટ્રેલરના ડ્રાઈવર જોગારામ જાટની પૂછપરછમાં ગત ઑગસ્ટ મહિનાથી આજદીન સુધીમાં દસેક જેટલાં દારૂ ભરેલા કન્ટેનર મુંદ્રા પૉર્ટ રેલવે સ્ટેશનથી કાઢીને કચ્છમાં રવાના કર્યા હોવાની કબૂલાત કરી હતી.

કસ્ટમ અધિકારીઓની Team SMC એ લીધી મદદ

આરોપી જોગારામ જાટની પૂછપરછમાં મુંદ્રા પૉર્ટ આઈએસડી (Mundra Port Inland Container Depot) ખાતે કન્ટેનર પડ્યું હોવાની માહિતી મળતા Team SMC ત્યાં પહોંચી હતી. ટીમ એસએમસીના અધિકારીએ મુંદ્રા કસ્ટમના ઉચ્ચ અધિકારીને લેખિતમાં જાણ કરતા તેમની ટીમના અધિકારીઓ તેમજ પ્રિસ્ટાઈન લોજિસ્ટિક્સ (Pristine Logistics) ના કર્મચારીની હાજરીમાં કન્ટેનર ખોલવામાં આવ્યા હતા. બે કન્ટેનરમાંથી કુલ રૂપિયા 2.97 કરોડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) મળી આવ્યો હતો. એસએમસીના અધિકારીઓએ બે દિવસમાં બે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. એસએમસીએ જોગારામ જાટ અને ભજનારામ બિશ્નોઈ (બંને રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી છે. જ્યારે કચ્છ ભુજના કુખ્યાત બુટલેગર અનોપસિંહ જાડેજા, કાળુ, લુધિયાણાના સુખદેવસિંહ અને જય ગુરૂદેવસિંહને ફરાર દર્શાવ્યા છે.

આ પણ વાંચો -  ગોધરા SRP ગ્રૂપના ASI નો મિત્ર અને સિહોર તાલુકા પંચાયતમાં નોકરી કરતા કૌટુંબિક મામા વતી પોલીસવાળો ભાણો લાંચ લેવા જતાં ACB Trap માં સપડાયો

Tags :
Bankim PatelGujarat FirstIMFL Smuggling RacketMundra Police StationMundra Port Inland Container DepotMundra Port KutchMundra Port Railway StationNirlipt RaiPI R G KhantTeam SMC
Next Article