Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US visa rules : નવી વીઝા ઇન્ટીગ્રિટી ફીના કારણે America જવા ખર્ચવા પડશે વધુ પૈસા, જાણો કેમ લાગૂ કરાયા નવા નિયમો?

અમેરિકાએ નવી વીઝા ઇન્ટીગ્રિટી ફી લાગૂ આ ફી વધારાની અસર ભારતીય વિદ્યાર્થીઓ પ્રવાસીઓ અને પ્રોફેશનલ્સ પર વધુ જોવા મળશે US visa rules : અમેરિકાએ વર્ષ 2026થી નોન-ઇમિગ્રન્ટ વિઝા (US visa rules)ધારકો માટે નવી વીઝા ઇન્ટીગ્રિટી ફી લાગૂ કરવાનો નિર્ણય...
us visa rules   નવી વીઝા ઇન્ટીગ્રિટી ફીના કારણે america જવા ખર્ચવા પડશે વધુ પૈસા  જાણો કેમ લાગૂ કરાયા નવા નિયમો
Advertisement
  • અમેરિકાએ નવી વીઝા ઇન્ટીગ્રિટી ફી લાગૂ
  • આ ફી વધારાની અસર ભારતીય વિદ્યાર્થીઓ
  • પ્રવાસીઓ અને પ્રોફેશનલ્સ પર વધુ જોવા મળશે

US visa rules : અમેરિકાએ વર્ષ 2026થી નોન-ઇમિગ્રન્ટ વિઝા (US visa rules)ધારકો માટે નવી વીઝા ઇન્ટીગ્રિટી ફી લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે વીઝા ફી બે ગણી કરતા પણ વધુ થઇ છે. આ ફીસ સુરક્ષા જમા કરવાના રૂપમાં લેવાશે અને મોંઘવારીના કારણે તેમાં વધારો પણ કરવામાં આવશે. આ ફી વધારાની અસર ભારતીય વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને પ્રોફેશનલ્સ પર વધુ જોવા મળશે. જેના કારણે અમેરિકા જવુ મોંઘુ અને મુશ્કેલ બનશે.

નવી વીઝા ઇન્ટીગ્રિટી ફીની ચર્ચા

4 જુલાઇ 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે 'વન બિગ બ્યુટીફુલ બિલ' કાયદા પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા. જેમાં નવી વીઝા ઇન્ટીગ્રિટી ફીનો પણ ઉલ્લેખ કરાયો હતો. આ કાયદા હેઠળ નોન-ઇમિગ્રન્ટ વિઝા ધારકો માટે 250 ડૉલર એટલે 21,400 રૂપિયાની વધુ ફી આપવી પડશે. આ ફી સુરક્ષા માટે ડિપોઝીટ સમાન છે. જે વીઝા મળ્યા સમયે ચુકવવી પડશે. મહત્ત્વની વાત એ છે કે, મોંઘવારી મુજબ આ ફી વધતી જશે. આ ફી બી-1, બી-2, એફ-એમ, એચ-1બી અને જે વીઝા જેવા તમામ ગેર અપ્રવાસી વીઝા શ્રેણીઓ માટે લાગૂ થશે. માત્ર ડિપ્લોમેટિક વીઝા ધારકો જ આ ફીથી બચી શકશે.

Advertisement

આ પણ  વાંચો -America : ટેક્સાસ પૂર મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકટ્રેસ રોઝી ઓ'ડોનેલ પર ગુસ્સે થયા, માનવતા માટે ગણાવી ખતરો

Advertisement

ખર્ચમાં થશે વધારો

હમણા સુધી બી-1, બી-2 વીઝાની ફી 185 ડૉલર એટલે કે 16 હજાર રૂપિયા છે. પરંતુ નવી વીઝા ઇન્ટીગ્રિટી ફી પછી આ ખર્ચ વધશે. અને આ ખર્ચ 472 ડોલર એટલે કે 40,456 રૂપિયા કરાશે. વર્તમાન પરિસ્થિતિ કરતા તે અઢી ગણો વધશે. આમાં 250 ડૉલરની વીઝા ઇન્ટીગ્રિટી ફી સિવાય 24 ડૉલરની આઇ-94 ફી અને 13 ડૉલરની ઇએસટીએ ફી પણ સામેલ છે. હૈદરાબાદ ઓવરસીઝ કન્સલ્ટન્ટના સંજીવ રાયના જણાવ્યા પ્રમાણે નવી ફીના કારણે ભારતીયોએ બી-1, બી-2 વીઝા માટે લગભગલ 37,500 રૂપિયા ખર્ચ કરવા પડશે. જાન્યુઆરી-2026થી આ નિયમો લાગુ કરાશે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા લોકોને અટકાવવા માટે આ નવા નિયમો લાગુ કરાયા છે.

Tags :
Advertisement

.

×