US visa rules : નવી વીઝા ઇન્ટીગ્રિટી ફીના કારણે America જવા ખર્ચવા પડશે વધુ પૈસા, જાણો કેમ લાગૂ કરાયા નવા નિયમો?
- અમેરિકાએ નવી વીઝા ઇન્ટીગ્રિટી ફી લાગૂ
- આ ફી વધારાની અસર ભારતીય વિદ્યાર્થીઓ
- પ્રવાસીઓ અને પ્રોફેશનલ્સ પર વધુ જોવા મળશે
US visa rules : અમેરિકાએ વર્ષ 2026થી નોન-ઇમિગ્રન્ટ વિઝા (US visa rules)ધારકો માટે નવી વીઝા ઇન્ટીગ્રિટી ફી લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે વીઝા ફી બે ગણી કરતા પણ વધુ થઇ છે. આ ફીસ સુરક્ષા જમા કરવાના રૂપમાં લેવાશે અને મોંઘવારીના કારણે તેમાં વધારો પણ કરવામાં આવશે. આ ફી વધારાની અસર ભારતીય વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને પ્રોફેશનલ્સ પર વધુ જોવા મળશે. જેના કારણે અમેરિકા જવુ મોંઘુ અને મુશ્કેલ બનશે.
નવી વીઝા ઇન્ટીગ્રિટી ફીની ચર્ચા
4 જુલાઇ 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે 'વન બિગ બ્યુટીફુલ બિલ' કાયદા પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા. જેમાં નવી વીઝા ઇન્ટીગ્રિટી ફીનો પણ ઉલ્લેખ કરાયો હતો. આ કાયદા હેઠળ નોન-ઇમિગ્રન્ટ વિઝા ધારકો માટે 250 ડૉલર એટલે 21,400 રૂપિયાની વધુ ફી આપવી પડશે. આ ફી સુરક્ષા માટે ડિપોઝીટ સમાન છે. જે વીઝા મળ્યા સમયે ચુકવવી પડશે. મહત્ત્વની વાત એ છે કે, મોંઘવારી મુજબ આ ફી વધતી જશે. આ ફી બી-1, બી-2, એફ-એમ, એચ-1બી અને જે વીઝા જેવા તમામ ગેર અપ્રવાસી વીઝા શ્રેણીઓ માટે લાગૂ થશે. માત્ર ડિપ્લોમેટિક વીઝા ધારકો જ આ ફીથી બચી શકશે.
ખર્ચમાં થશે વધારો
હમણા સુધી બી-1, બી-2 વીઝાની ફી 185 ડૉલર એટલે કે 16 હજાર રૂપિયા છે. પરંતુ નવી વીઝા ઇન્ટીગ્રિટી ફી પછી આ ખર્ચ વધશે. અને આ ખર્ચ 472 ડોલર એટલે કે 40,456 રૂપિયા કરાશે. વર્તમાન પરિસ્થિતિ કરતા તે અઢી ગણો વધશે. આમાં 250 ડૉલરની વીઝા ઇન્ટીગ્રિટી ફી સિવાય 24 ડૉલરની આઇ-94 ફી અને 13 ડૉલરની ઇએસટીએ ફી પણ સામેલ છે. હૈદરાબાદ ઓવરસીઝ કન્સલ્ટન્ટના સંજીવ રાયના જણાવ્યા પ્રમાણે નવી ફીના કારણે ભારતીયોએ બી-1, બી-2 વીઝા માટે લગભગલ 37,500 રૂપિયા ખર્ચ કરવા પડશે. જાન્યુઆરી-2026થી આ નિયમો લાગુ કરાશે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા લોકોને અટકાવવા માટે આ નવા નિયમો લાગુ કરાયા છે.