Maharashtra માં નવા ચૂંટાયેલા MLA નું આગથી થયું સ્વાગત, Video Viral
- નવા MLAના સ્વાગત માટે ઉડાડ્યા ગુલાલ
- આરતી કરતી વખતે MLA આગમાં ઘાયલ
- Maharashtra માં મહાયુતિને બમ્પર જીત મળી
મહારાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં ચાંદગઢ તાલુકાના મહાગાંવમાં નવા ચૂંટાયેલા અપક્ષ MLA શિવાજી પાટીલના સ્વાગત દરમિયાન અકસ્માત થયો હતો. વાસ્તવમાં MLAના સ્વાગત માટે ગુલાલ ઉડાવવામાં આવી રહ્યા હતા અને આ દરમિયાન આગ ફાટી નીકળી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે મહિલાઓ MLAની આરતી કરી રહી હતી અને તે જ સમયે JCB માંથી ગુલાલ ઉડાડવામાં આવી રહ્યો હતો.
આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે MLA શિવાજી પાટીલની આરતી થઈ રહી હતી ત્યારે JCB મશીનથી હવામાં ગુલાલ છાંટવામાં આવ્યો હતો. પરંતુ અચાનક ગુલાલ અને અગ્નિનો સંપર્ક થતાં આગ ફાટી નીકળી હતી જેના કારણે આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં કેટલીક મહિલાઓ અને MLA શિવાજી પાટીલ ઘાયલ થયા હતા. જો કે રાહતની વાત એ છે કે ઘાયલોને ગંભીર ઈજા થઈ નથી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચૂંટણી હાર્યા બાદ Sharad Pawar ની પ્રતિક્રિયા, કહ્યું- અજિત પવાર જીતી ગયા પરંતુ...
ચાંદગઢ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર શિવાજી પાટીલ જીત્યા...
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહુમતી મળી છે. જ્યારે રાજ્યની ચાંદગઢ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર શિવાજી પાટીલ જીત્યા છે. શિવાજી પાટીલે તેમના પ્રતિસ્પર્ધી NCP ના રાજેશ પાટીલને 24,134 મતોથી હરાવ્યા હતા. આ જીત બાદ તેમનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન આ અકસ્માત થયો હતો.
આ પણ વાંચો : Jharkhand : ફાઇનલ થઈ ગયું, 28 નવેમ્બરે ઝારખંડના CM તરીકે શપથ લેશે Hemant Soren
મહાયુતિને કુલ 236 બેઠકો મળી...
રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. 23 નવેમ્બરે મતગણતરી થઈ હતી. આ વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બમ્પર જીત મળી છે. જ્યારે મહાઅઘાડીનો પરાજય થયો હતો. મહાયુતિને કુલ 236 બેઠકો મળી, મહા અઘાડીને 48 જ્યારે અન્યને માત્ર 4 બેઠકોથી સંતોષ માનવો પડ્યો.
આ પણ વાંચો : UP : Sambhal માં હિંસામાં બે લોકોના મોત, બદમાશોએ ઘરો પર પથ્થરમારો કર્યો... Video