Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ED RAID : રૂ. 2700 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત સહિત 24 સ્થળોએ ED ના દરોડા

ED RAID : આ મામલે રાજસ્થાનમાં નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તે બાદ દેશવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ed raid   રૂ  2700 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત સહિત 24 સ્થળોએ ed ના દરોડા
Advertisement
  • નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટના નામે અનેકને મોટો ચુનો ચોપડ્યો
  • કંપનીના સંચાલકો વિરૂદ્ધ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાઇ છે
  • આજે ગુજરાતના અમદાવાદ સહિત દેશભરમાં 24 જગ્યાઓએ ઇડીના દરોડા
  • કંપની સંચાલકો વિરૂદ્ધ પીએમએલએ હેઠળ ફરિયાદ નોંધતી ઇડી

ED RAID : નેક્સા એવરગ્રીન (NEXA EVERGREEN) પ્રોજેક્ટના નામે રૂ. 2,700 કરોડના મની લોન્ડરિંગ (MONEY LAUNDERING) કેસમાં દેશની અગ્રણી તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં 24 સ્થળોએ આ દરોડા (ED RAID) ની કાર્યવાહી જારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ફ્લેટ, જમીન અને વધુ વળતરની લાલચે આ મસમોટું કૌભાંડ (HUGE MONEY SCAM) આચરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે રાજસ્થાનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ મોટા કૌભાંડનું પગેરું ખુલતા દરોડાની કાર્યવાહી જારી છે.

સરકારના વિવિધ વિભાગો તથા પોલીસ કર્મચારીઓ પણ છેતરાયા

ગુજરાત સહિત દેશભરમાં 24 જેટલા ઠેકાણાઓ પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટના નામે થયેલી ઠગાઇ વિરૂદ્ધની કાર્યવાહી કરતા પાડવામાં આવ્યા છે. આ ઠગાઇમાં રૂ. 2700 કરોડના મની લોન્ડરિંગનો આરોપ સામે આવ્યો છે. નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટના સંચાલકો દ્વારા ફ્લેટ, જમીનમાં વધુ વળતરની લાલચે ઠગાઇ આચરવામાં આવી છે. ઠગાઇના આ માયાજાળમાં સરકારના વિવિધ વિભાગો તથા પોલીસ કર્મચારીઓ પણ છેતરાયા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. આ મામલે રાજસ્થાનમાં નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તે બાદ દેશવ્યાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Advertisement

PMLA હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

હાલ અમદાવાદ સહિત રાજસ્થાના સિકર, જયપુર, જોધપુર અને ઝુંઝુનુમાં ઇડીના દરોડા જારી છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને ઇડી દ્વારા PMLA હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ મામલે આગામી સમયમાં તપાસનો રેલો કયા મોટા માથા સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો --- Raja Murder Case : રાજા રઘુવંશીના ચારેય હત્યારાઓ પોલીસ સ્ટેશનમાં જમીન પર બેઠા જોવા મળ્યા, એક પછી એક ખુલાસા થયા

Tags :
Advertisement

.

×