Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આગામી 48 કલાક દેશના 9 રાજ્યો માટે ભારે: Amit Shah

દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં વાવાઝોડાની સમીક્ષા  ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં શાહે આપ્યાં સૂચન રાજકોટમાં 14 અને 15 જૂને શાળા-કોલેજમાં રજા  રાજકોટ એરપોર્ટ પર બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય દ્વારકામાં 5 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયારઃ...
આગામી 48 કલાક દેશના 9 રાજ્યો માટે ભારે  amit shah
Advertisement
દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં વાવાઝોડાની સમીક્ષા
 ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં શાહે આપ્યાં સૂચન
રાજકોટમાં 14 અને 15 જૂને શાળા-કોલેજમાં રજા
 રાજકોટ એરપોર્ટ પર બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય
દ્વારકામાં 5 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયારઃ શાહ
ડિઝાસ્ટર મેનેજમેન્ટને સરકારે વધુ મજબૂત કર્યુંઃ શાહ
આગામી 48 કલાક દેશના 9 રાજ્યો માટે ભારે
વાવાઝોડાએ અત્યાર સુધીમાં લીધાં 5ના જીવ
જૂને ઓરેન્જ એલર્ટ, 15 જૂને રેડ એલર્ટ જાહેર
માછીમારોને 16મી જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના
NDRFની 12 ટીમ તહેનાત, 15 ટીમ સ્ટેન્ડ બાય
કૉસ્ટગાર્ડ, આર્મી, નેવીની રેસ્ક્યૂ ટીમ સ્ટેન્ડ બાય
પશ્ચિમ રેલવેની 56 ટ્રેન રદ કરવામાં આવી
14 અને 15 જૂને વધુ 97 ટ્રેન રદ કરવામાં આવશે
રાજ્યમાં 21 હજાર ફિશીંગ બૉટ સલામતસ્થળે ખસેડાઇ
કચ્છમાં ત્રણ દિવસ માટે તમામ સ્કૂલ-કોલેજમાં રજા
રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગની 95 ટીમો સજ્જ
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને દ્વારકાની જવાબદારી
ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરીયાને કચ્છની જવાબદારી
 મોરબીની જવાબદારી મંત્રી કનુભાઈ દેસાઈને સોંપાઈ
મંત્રી રાઘવજી પટેલને રાજકોટ જિલ્લાની જવાબદારી
મંત્રી કુંવરજી બાવળિયાને પોરબંદર જિલ્લાની જવાબદારી
મંત્રી મુળુભાઈ બેરાને જામનગર જિલ્લાની જવાબદારી
 મંત્રી જગદીશ વિશ્વકર્માને જૂનાગઢ જિલ્લાની જવાબદારી
મંત્રી પરષોત્તમ સોલંકીને ગીર સોમનાથની જવાબદારી
વાવાઝોડા પર વડાપ્રધાન મોદીની છે ચાંપતી નજર
ખતરારૂપી તમામ વિસ્તારોમાં મંત્રી તહેનાત કરાયા
 9 મંત્રીઓે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં
સૌરાષ્ટ્રની તમામ 108 એમ્બ્યુલન્સ એલર્ટ મોડ પર
ઊર્જા વિભાગ એલર્ટ, ઝોનલ અધિકારીઓ સ્ટેન્ડબાય
ફાયર-ઈમરજન્સી સર્વિસની બે રેસ્ક્યૂ ટીમ સ્ટેન્ડબાય
 દરિયા કિનારે મરીન પોલીસ, કમાન્ડોનું પેટ્રોલિંગ
 450થી વધુ ગામના 18 લાખ લોકોને થશે અસર
550થી વધુ સ્વાસ્થ્ય કેન્દ્ર-હોસ્પિટલ એલર્ટ મોડ પર
 150થી વધુ એમ્બુલન્સ સ્ટેન્ડ બાય મોડ પર
 ગુજરાતના 10 જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ
 સંકટમાં કેન્દ્ર અને રાજ્ય એકસાથે તૈયારઃ અમિત શાહ
 ક્યાર, ફેની, વાયુ બાદ હવે બિપરજોયનું સંકટ!
 દ્વારકા નજીક ઓઇલ રીગમાંથી 11 લોકોનું રેસ્ક્યૂ
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિપોરજોય વાવાઝોડાના અસરગ્રસ્ત રાજ્યોના અધિકારીઓ અને મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને સમિક્ષા કરી હતી. અમિત શાહે કહ્યું કે આફતમાં એક પણ વ્યક્તિને જાન ગુમાવવો ના પડે તેવા પુર્ણ પ્રયાસ કરાશે. અમિત શાહે આ બેઠકમાં ગુજરાતમાં સર્જાયેલી વાવાઝોડાની આફતને લઇને સુચનો કર્યા હતા. તેમણે કહ્યું કે વાવાઝોડાના સંકટ સામે એક સાથે લડલા કેન્દ્ર અને રાજ્ય તૈયાર છે.
 કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર
ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં અમિત શાહે કેટલાક સુચન કર્યા હતા. તેમણે કહ્યું કે
રાજકોટમાં 14 અને 15 જૂને શાળા-કોલેજમાં રજા અપાઇ છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને  રાજકોટ એરપોર્ટ પર બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા છે.  દ્વારકામાં 5 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા અને  કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર છે તેમ અમિત શાહે જણાવ્યું હતું.
આગામી 48 કલાક દેશના 9 રાજ્યો માટે ભારે 
અમિત શાહે જણાવ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટને સરકારે વધુ મજબૂત કર્યું છે. તેમણે કહ્યું કે  આગામી 48 કલાક દેશના 9 રાજ્યો માટે ભારે છે. વાવાઝોડાએ અત્યાર સુધીમાં 5 લોકોના જીવ લીધા છે. તેમણે કહ્યું કે 14 જૂને ઓરેન્જ એલર્ટ, 15 જૂને રેડ એલર્ટ જાહેર કરાયું છે અને માછીમારોને 16મી જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
NDRFની 12 ટીમ તૈનાત 
તેમણે કહ્યું કે  NDRFની 12 ટીમ તૈનાત કરાઇ છે અને 15 ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. ઉપરાંત  કૉસ્ટગાર્ડ, આર્મી, નેવીની રેસ્ક્યૂ ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને  પશ્ચિમ રેલવેની 56 ટ્રેન રદ કરવામાં આવી છે અને 14 અને 15 જૂને વધુ 97 ટ્રેન રદ કરવામાં આવશે. આ ઉપરાંત  રાજ્યમાં 21 હજાર ફિશીંગ બૉટ સલામત સ્થળે ખસેડાઇ છે.
9 મંત્રીઓને સોંપાઇ જવાબદારી
તેમણે એમ પણ કહ્યું કે  કચ્છમાં ત્રણ દિવસ માટે તમામ સ્કૂલ-કોલેજમાં રજા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગની 95 ટીમો સજ્જ છે.  ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીને દ્વારકાની જવાબદારી છે જ્યારે ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરીયાને કચ્છની જવાબદારી અપાઇ છે. મોરબીની જવાબદારી મંત્રી કનુભાઈ દેસાઈને સોંપાઈ છે તથા મંત્રી રાઘવજી પટેલને રાજકોટ જિલ્લાની જવાબદારી અપાઇ છે. મંત્રી કુંવરજી બાવળિયાને પોરબંદર જિલ્લાની જવાબદારી, મંત્રી મુળુભાઈ બેરાને જામનગર જિલ્લાની જવાબદારી, મંત્રી જગદીશ વિશ્વકર્માને જૂનાગઢ જિલ્લાની જવાબદારી, મંત્રી પરષોત્તમ સોલંકીને ગીર સોમનાથની જવાબદારી સોંપાઇ છે.
વડાપ્રધાન મોદીની સતત વાવાઝોડાની સ્થિતી પર ચાંપતી નજર
તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી સતત વાવાઝોડાની સ્થિતી પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને ખતરારુપ તમામ વિસ્તારોમાં મંત્રીઓને તૈનાત કરાયા છે. સૌરાષ્ટ્રની તમામ 108 એમ્બ્યુલન્સ એલર્ટ મોડ પર છે. વીજળી માટે ઊર્જા વિભાગ એલર્ટ છે અને  ઝોનલ અધિકારીઓ સ્ટેન્ડબાય છે. ફાયર-ઈમરજન્સી સર્વિસની બે રેસ્ક્યૂ ટીમ સ્ટેન્ડબાય છે તથા  દરિયા કિનારે મરીન પોલીસ અને કમાન્ડોનું પેટ્રોલિંગ છે.
18 લાખ લોકોને અસર થશે
વાવાઝોડામાં 450થી વધુ ગામના 18 લાખ લોકોને અસર થશે. 550થી વધુ સ્વાસ્થ્ય કેન્દ્ર-હોસ્પિટલ એલર્ટ મોડ પર છે અને 150થી વધુ એમ્બુલન્સ સ્ટેન્ડ બાય મોડ પર છે. ગુજરાતના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમિત શાહે કહ્યું કે સંકટમાં કેન્દ્ર અને રાજ્ય એકસાથે તૈયાર છે.
Tags :
Advertisement

.

×