Nikki Murder Case Update : ચકચારી હત્યા મામલે જેઠ બાદ ફરાર સસરાની ધરપકડ
- નોયડાના ચકચારી હત્યા કેસમાં એક પછી એક ધરપકડ
- મૃતકની બહેને ખોલ્યા મોટા રાઝ
- પોલીસે ભાગેડુ સસરાને દબોચી લીધો
Nikki Murder Case Update : નોયડાના ચકચારી નિક્કી હત્યા કેસ (Nikki Murder Case - Noida) મામલે પોલીસે સાસુ, પતિ અને સાળા બાદ સસરાની પણ ધરપકડ કરી છે. હાલ માહિતી મળી રહી છે કે, આ કેસમાં નિક્કીના સાળાની ધરપકડ કરવામાં આવી (Accused Arrested - Nikki Case) છે. દરમિયાન જાણવા મળ્યું કે પોલીસે ફરાર સસરાની પણ ધરપકડ કરી છે. મેન્યુઅલ ઇન્ટેલિજન્સ અને ગુપ્ત માહિતીની મદદથી વોન્ટેડ આરોપી (સસરા) સતવીર પુત્ર ફકીરા ગામ સિરસા પોલીસ સ્ટેશન કાસના ગૌતમ બુદ્ધ નગરને સિરસા ચાર રસ્તા નજીકથી ધરપકડ કરવામાં આવી છે. જે બાદ હવે કેસમાં અનેક રાઝ ખુલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
#WATCH ग्रेटर नोएडा दहेज हत्या मामला | मृतक निक्की के ससुर को नोएडा पुलिस ने गिरफ्तार कर लिया है।
इस मामले में अब तक की यह चौथी गिरफ्तारी है। निक्की के देवर को आज सुबह गिरफ्तार किया गया था। उसकी सास को कल गिरफ्तार किया गया था। दहेज की मांग को लेकर निक्की की हत्या के आरोपी पति… pic.twitter.com/5DXPQJC5EA
— ANI_HindiNews (@AHindinews) August 25, 2025
અત્યાર સુધી 4 ની ધરપકડ
નિકીની હત્યા બાદ, પોલીસ સતત ધરપકડ કરી રહી (Accused Arrested - Nikki Case) છે. સાસુ, નિક્કીના પતિ અને સાળાની ધરપકડ બાદ, હવે પોલીસે ફરાર સસરાની પણ ધરપકડ કરી (Accused Arrested - Nikki Case) છે. સતવીર 55 વર્ષનો છે, જેની સિરસા ચાર રસ્તા નજીકથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આજે નિક્કીના સાળાની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બહેને ઘણા ખુલાસા કર્યા
નિકીના લગ્નમાં લાખો રૂપિયાનું દહેજ આપવામાં આવ્યું હતું, છતાં વધુ દહેજ માંગવામાં આવી રહ્યું હતું. નિક્કીના લગ્ન એ જ ઘરમાં થયા હતા, જ્યાં તેની મોટી બહેનના લગ્ન થયા હતા. એટલે કે, નિક્કીની મોટી ભાભી તેની મોટી બહેન હતી. બહેને પોતે ખુલાસો કર્યો હતો કે, તેની બહેનના સાસરિયાઓ તેને રસ્તામાંથી દૂર કરવા માંગતા હતા (Nikki Murder Case - Noida), જેથી તેઓ તેમના દીકરાના ફરીથી લગ્ન કરાવી શકે.
નિક્કી અને કંચન બંને બહેનો
નિકીની બહેને વધુમાં જણાવ્યું ,કે જ્યારે તેણીએ તેની બહેનને ટેકો આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણીને પણ ત્રાસ આપવામાં આવતો હતો (Nikki Murder Case - Noida) . સાસરિયાઓ દ્વારા દહેજની માંગણીઓ દિવસેને દિવસે વધતી જતી હતી. નિક્કીના લગ્ન વિપિન ભાટી સાથે થયા હતા, અને કંચનના લગ્ન રોહિત ભાટી સાથે થયા હતા.
આ પણ વાંચો ---- 10 વખત ભાગી ગયેલી મહિલાએ પંચાયતમાં પ્રસ્તાવ મુક્યો, હું 15-15 દિવસ પતિ અને પ્રેમી સાથે રહીશ, જાણો પછી શું થયુ?


