Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nitin Desai Suicide : પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મહત્યા, સ્ટુડિયોમાંથી લાશ મળી

હિન્દી સિનેમામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈ હવે આપણી વચ્ચે નથી. નીતિને બુધવારે સવારે આત્મહત્યા કરીને પોતાનો જીવ આપી દીધો હતો. તેમના મૃત્યુના સમાચાર સામે આવતા જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે....
nitin desai suicide   પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મહત્યા  સ્ટુડિયોમાંથી લાશ મળી
Advertisement

હિન્દી સિનેમામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈ હવે આપણી વચ્ચે નથી. નીતિને બુધવારે સવારે આત્મહત્યા કરીને પોતાનો જીવ આપી દીધો હતો. તેમના મૃત્યુના સમાચાર સામે આવતા જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સિનેમા જગતમાં મૌન પ્રસરી ગયું છે. વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સીટીનું ડીઝાઈન નીતિન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

ND સ્ટુડિયોમાં આત્મહત્યા

Advertisement

નીતિન દેસાઈ તેમના કર્જતના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે હજુ સુધી તેમના મૃત્યુના કારણ વિશે વધુ વિગતો શેર કરી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેણે આત્મહત્યા કરી લીધી છે. કરજતના ધારાસભ્ય મહેશ બાલ્ડીએ નીતિન દેસાઈના મૃત્યુ સાથે જોડાયેલી માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે નીતિન દેસાઈએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે.

Advertisement

નીતિન દેસાઈએ લિજેન્ડ ઓફ ભગત સિંહ, દેવદાસ અને જોધા અકબર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની આત્મહત્યાના સમાચારે બોલિવૂડને આંચકો આપ્યો છે. આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી હતી. નીતિન દેસાઈની લાશ ખાલાપુર રાયગઢના સ્ટુડિયોમાંથી મળી આવી છે. પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો : તૈયાર થઇ જાઓ દયાભાભીને એકવાર ફરી જોવા માટે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલ્દી જ કરશે કમબેક

Tags :
Advertisement

.

×