Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

“જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે એ જ શ્રેષ્ઠ નેતા બની શકે ” : Nitin Gadkari

Nitin Gadkari નો રાજકીય ડાયલોગ ? : લોકોને મૂર્ખ બનાવનાર જ શ્રેષ્ઠ નેતા
“જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે એ જ શ્રેષ્ઠ નેતા બની શકે ”   nitin gadkari
Advertisement
  • Nitin Gadkari નો રાજકીય ડાયલોગ: ‘લોકોને મૂર્ખ બનાવનાર જ શ્રેષ્ઠ નેતા
  • નાગપુરમાં ગડકરીનું બેબાક નિવેદન: સત્યની જીત થાય છે, પણ શોર્ટકટ નુકસાન કરે
  • Nitin Gadkari નો વ્યંગ: રાજકારણમાં મૂર્ખ બનાવવાની કળા જરૂરી?
  • Nitin Gadkari ની ગીતાની વાત: સત્યની જીત, પણ રાજકારણમાં ચતુરાઈનો ખેલ
  • શોર્ટકટ કટ યુ શોર્ટ: ગડકરીનો નેતાઓને સંદેશ, પ્રામાણિકતા જરૂરી

નાગપુર : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ( Nitin Gadkari ) જેઓ પોતાના ખુલ્લા અને બેબાક અંદાજ માટે જાણીતા છે, તેમણે નાગપુરમાં એક એવું નિવેદન આપ્યું કે હવે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ગડકરીએ કહ્યું, “જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે એ જ શ્રેષ્ઠ નેતા બની શકે.”

Nitin Gadkari એ ક્યાં અને શું કહ્યું?

નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ આ રસપ્રદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “બોલવું સરળ છે, કરવું મુશ્કેલ છે. હું અધિકારી નથી, પણ હું આનો અનુભવ કરું છું, કારણ કે જે ક્ષેત્રમાં હું કામ કરું છું, ત્યાં દિલથી સાચું બોલવાની મનાઈ છે.” ગડકરીએ મરાઠી કહેવત ‘હૌસે, નવસે, ગવસે’નો ઉલ્લેખ કરતાં આગળ કહ્યું, “અહીં બધા પ્રકારના લોકો છે, અને જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે, એ જ શ્રેષ્ઠ નેતા બની શકે.”

Advertisement

આ પણ વાંચો- SCOમાં ભારત-ચીનનો દેખાયો સાથ, USને લાગ્યો આઘાત!

Advertisement

Nitin Gadkari એ સત્યની જીતનો કર્યો ઉલ્લેખ

ગડકરીએ આ નિવેદનને થોડું હળવું કરતાં ભગવદ ગીતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “એક વાત સાચી છે. ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ભગવદ ગીતામાં લખ્યું છે કે અંતે અહીં સત્યની જ જીત થાય છે.” તેમણે શોર્ટકટની વાત કરતાં કહ્યું, “કોઈ પણ વસ્તુ મેળવવા માટે શોર્ટકટ હોય છે. નિયમો તોડીને રસ્તો ક્રોસ કરી શકાય, લાલ સિગ્નલ હોય તો પણ છલાંગ લગાવીને જઈ શકાય. પણ એક ફિલોસોફરે કહ્યું છે, ‘શોર્ટકટ કટ યુ શોર્ટ.’ એટલે જ આપણે પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સમર્પણ અને સત્ય જેવી મૂલ્યોનું સમાજમાં મહત્વ છે.”

Nitin Gadkari નો બેબાક અંદાજ

નીતિન ગડકરી ભાજપના એવા નેતા છે, જેઓ પોતાના ખુલ્લા અને સીધા વલણ માટે જાણીતા છે. તેઓ જે વિચારે છે, એ સીધું જ લોકો સમક્ષ રજૂ કરે છે. તેમણે કહ્યું, “હું કામ કરું છું. તમને ગમે તો મને વોટ આપો નહીં તો ન આપો.” આવા સ્વભાવને કારણે વિરોધી નેતાઓ પણ તેમની સામે ઓછું બોલે છે. ગડકરીના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમ થઈ છે, જ્યાં કેટલાકે તેમની પ્રામાણિકતાની તારીફ કરી તો કેટલાકે આ નિવેદનને રાજકીય વ્યંગ ગણાવ્યો હતો.

ગડકરીનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. સોશિયલ મીડિયા પર #NitinGadkari અને #LeaderQuotes ટ્રેન્ડ કરી રહ્યા છે. કેટલાક આને રાજકારણ પર તીખું વ્યંગ ગણાવે છે, જ્યારે અન્ય તેમાં ગડકરીની પ્રામાણિકતા જુએ છે. ગડકરીનું આ નિવેદન ભાજપની આંતરિક રાજનીતિ અને 2026ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર કેવી અસર કરશે, એ જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો- Australia માં રહેતા ભારતીય સહિત અન્ય દેશોના લોકો સામે વિરોધ પ્રદર્શન કેમ?

Tags :
Advertisement

.

×