ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: નિત્યસ્વરૂપદાસજી સ્વામીને ભૂલનું ભાન થયું, કહી આ મોટી વાત....

રાજકોટનાં સરધારા સ્વામિનારાયણ મંદિરના સ્વામીનાં બફાટ બાદ સ્વામીનો માફી માંગતો વીડિયો પણ સોશિયલ મીડીયા પર વાયરલ થયો હતો.
10:48 PM Mar 30, 2025 IST | Vishal Khamar
રાજકોટનાં સરધારા સ્વામિનારાયણ મંદિરના સ્વામીનાં બફાટ બાદ સ્વામીનો માફી માંગતો વીડિયો પણ સોશિયલ મીડીયા પર વાયરલ થયો હતો.
rajkot swamiji vivad gujarat first

રાજકોટ સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીનાં વધુ એક બફાટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સ્વામી નિત્યાસ્વરૂપદાસજી હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરી હતી. વિવાદિત નિવદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્વામીએ પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. અંતે નિત્યાનંદ સ્વામીએ માફી માંગી હતી. તેમજ જણાવ્યું હતું કે, આપણે સૌ સનાતનનાં ધર્મને આગળ વધારશું. તેમજ આ વીડિયો જે છે તે બહુ જૂનો છે અને કોઈએ વાયરલ કરેલો છે. સનાતન ધર્મને આગળ વધારવા માટેનો પણ આપણે પ્રસાય કરશું. ઘણા રામજી મંદિરોમાં અને ભોળાનાથનાં મંદિરમાં અમે ઘણી વસ્તુઓ અર્પણ કરી છે.

નિત્યસ્વરૂપદાસે શું ટિપ્પણી કરી હતી

રાજકોટ નજીક આવેલ સરધાર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી દ્વારા વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપતા સંતો તેમજ ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાવા પામ્યો છે. નિત્યસ્વરૂપદાસ નામનાં સ્વામીનો વીડિયો વાયરલ થયો છે.જેમાં તેઓએ બ્રહ્મા જેવા તો ભગવાને અબજો ખડકી દીધા છે. સ્વામિનારાયણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બનાવ્યા છે. તેત્રીસ કરોડ દેવતાઓનું ઝૂમખું બનાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણનાં અબજો મેનેજર છે. છેલ્લી ક્વોલિટીનાં મેનેજર પાસે અબજો દાસ છે. શાખાઓ વધી ગઈ એમ દેવતાઓ બનાવ્યા છે. બધાય ભગવાન સ્વામિનારાયણના મેનેજર છે. સ્વામિનારાયણને મેનેજર દેવી-દેવતાઓને વર્ણવ્યા છે. તેમજ હિન્દુ દેવી- દેવતાઓની તુચ્છ મેનેજર તરીકે ગણના કરી છે. સ્વામીના આ વાયરલ વીડિયો અંગે ફર્સ્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી.

નિત્યાસ્વરૂપ સ્વામીએ શું ટિપ્પણી કરી જુઓ વીડિયો

33 કરોડ દેવી-દેવતાઓનું અપમાન યોગ્ય નથી: દેવનાથ બાપુ

સ્વામીનારાયણ સંપ્રદાયનાં નિત્યસ્વરૂપ સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ કચ્છનાં એકધામના મહંત યોગી દેવનાથ બાપુએ પ્રતિક્રિયા આપી છે. જેમાં 33 કરોડ દેવી-દેવતાઓનું અપમાન યોગ્ય નથી. વિનાશ નજીક આવી રહ્યો છે. મર્યાદામાં રહેવું જોઈએ, ટિપ્પણી યોગ્ય નથી. હવે ટિપ્પણી કરનારને જડબાતોડ જવાબ આપીશું. અંગ્રેજો આ લોકોને મૂકી ગયા છે. તમને કોને હક્ક આપ્યો છે.

આ પણ વાંચોઃ Gondal: રાજકુમાર જાટનું મોત કે હત્યા, બે PM રિપોર્ટમાં અનેક વિસંગતતાઓ, પોલીસની તપાસ શંકાના દાયરામાં

સનાતન ધર્મ પર જુદી જુદી રીતે હુમલા થાય છે :મોરારીબાપુ

સનાતન ધર્મ માટે મોરારીબાપુએ પણ મોટું નિવેદન આપ્યું છે. સનાતન ધર્મ પર જુદી જુદી રીતે હુમલા થાય છે. સનાતન ધર્મ માટે એક કથા કરવાની મોરારીબાપુએ જાહેરાત કરી છે. અર્જેન્ટીનામાં રામકથા વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ જાહેરાત કરી છે. સનાતન ધર્મ માટેની આ કથા દિલ્હીમાં થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃSurat: રત્નકલાકારોની નીકળી રેલી, સરકાર માંગણી નહી સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોગલધામના મણીધરબાપુનું અલ્ટીમેટમ યથાવત

સ્વામીનારાયણ સંપ્રદાયનાં સ્વામીનાં વારંવાર નિવેદનથી સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે દ્વારકાધીશ સહિત દેવી દેવતાઓ વિશે બફાટ મામલે કાબરાઉ મોગલધામનાં મણીધરબાપુનું ઉપવાસનું અલ્ટીમેટમ યથાવત છે. તેમજ મણીધરબાપુએ 2 એપ્રિલ સુધી લેખિત માફી માંગવાનું અલ્ટીમેટમ આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડાઓ આ બંધ કરાવે અને લેખિતમાં માફી માંગે બાકી ઉપવાસ યથાવત રહેશે.

Tags :
Anger among Sadhus and SaintsComments on Hindu Gods and GoddessesGujarat FirstGUJARAT FIRST NEWSNityaswarupdas Swami ControversyNityaswarupdas Swami StatementRajkot NewsSardhar Swaminarayan TempleSwaminarayan sect
Next Article