Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાવડ યાત્રા રૂટમાં દુકાનો પર 'નેમ-પ્લેટ' લગાવવાની જરૂર નથી... SC એ વચગાળાનો સ્ટે મુક્યો

ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા (Kanwar Yatra) રૂટ પર આવેલી હોટલ, ઢાબા, ફળ અને ખાદ્યપદાર્થોની દુકાનો પર માલિકનું નામ લખવાના યોગી આદિત્યનાથ સરકારના આદેશ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. કોર્ટે યુપી તેમજ એમપી અને ઉત્તરાખંડ સરકારને...
કાવડ યાત્રા રૂટમાં દુકાનો પર  નેમ પ્લેટ  લગાવવાની જરૂર નથી    sc એ વચગાળાનો સ્ટે મુક્યો
Advertisement

ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા (Kanwar Yatra) રૂટ પર આવેલી હોટલ, ઢાબા, ફળ અને ખાદ્યપદાર્થોની દુકાનો પર માલિકનું નામ લખવાના યોગી આદિત્યનાથ સરકારના આદેશ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. કોર્ટે યુપી તેમજ એમપી અને ઉત્તરાખંડ સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે કહ્યું કે જો અરજદારો આ કેસમાં અન્ય રાજ્યોને સામેલ કરવા માગે છે તો તે રાજ્યોને નોટિસ આપવામાં આવશે.
અને આ મામલામાં આગામી સુનાવણી શુક્રવાર, 26 જુલાઈના રોજ થશે.

આગામી સુનાવણી સુધી, કોઈપણ રાજ્યમાં દુકાનદારોએ તેમના નામ અથવા તેમના સ્ટાફના નામ લખવાની જરૂર રહેશે નહીં. જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે કહ્યું કે સક્ષમ સત્તાવાળાઓ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આદેશ જારી કરી શકે છે જેથી કરીને કાવડિયાઓને શાકાહારી ખોરાક મળે. પોલીસ ફૂડ પ્રોટેક્શન વિભાગની સત્તામાં ગેરકાનૂની રીતે હસ્તક્ષેપ કરી શકે નહીં. જણાવી દઈએ કે, NGO એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સે નેમપ્લેટને લઈને યુપી સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આવી સ્થિતિમાં આજે જસ્ટિસ હૃષિકેશ રાય અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી.

Advertisement

Advertisement

NGOના વકીલોએ આ દલીલો આપી હતી

કેસની સુનાવણી દરમિયાન NGO તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે યુપી સરકારને આ નિર્ણય લેવાનો કોઈ વૈધાનિક અધિકાર નથી. કોઈ કાયદો પોલીસ અને વહીવટીતંત્રને આ અધિકારો આપતો નથી. આવી સ્થિતિમાં, રસ્તાની બાજુના વિક્રેતાઓને નેમપ્લેટ લગાવવાનો આદેશ આપવાથી કોઈ ફાયદો થશે નહીં. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ સ્યુડો ઓર્ડર છે. કોર્ટ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ છે. સિંઘવીએ કહ્યું કે ઉલ્લંઘન કરનારાઓને દંડ કરવામાં આવશે.

યોગી સરકારે આદેશ જારી કર્યો હતો

ઉલ્લેખનીય છે કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રા પહેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. ઓર્ડર મુજબ, સ્ટ્રીટ વેન્ડર્સની સ્થાપના કરનાર દુકાન માલિકોએ નેમ પ્લેટ સાથેનું બોર્ડ લગાવવું પડશે. જેથી કાવડીયાઓ જાણી શકે કે તેઓ કોની પાસેથી માલ ખરીદે છે. આ આદેશનું સૌથી પહેલા મુઝફ્ફરનગરથી પાલન કરવામાં આવ્યું હતું. આ પછી પ્રશાસને શામલી અને સહારનપુરમાં આ અંગે સૂચનાઓ આપી હતી. જણાવી દઈએ કે યોગી સરકારના આ આદેશ બાદ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ ઉજ્જૈન અને હરિદ્વાર માટે આવા આદેશ જારી કર્યા હતા.

આ પણ વાંચો: HARYANA સરકારે નુહમાં મોબાઈલ ઈન્ટરનેટ અને SMS સેવાઓ મૂક્યો પર પ્રતિબંધ

Tags :
Advertisement

.

×