ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારની કરાઇ જાહેરાત, આ ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને પુરસ્કાર મળ્યો
- વર્ષ 2025 માટે (Nobel Prize )નોબેલ પુરસ્કારોની જાહેરાત શરૂ થઈ ગઈ છે
- ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે
- નોબેલ પુરસ્કાર માટે અમેરિકાના ત્રણ વૈજ્ઞાનિકોને પુરસ્કાર મળ્યો
નોબેલ પુરસ્કારો (Nobel Prize ) વર્ષ 2025 માટેની જાહેરાત શરૂ થઈ ગઈ છે, અને મેડિસિન પુરસ્કાર બાદ મંગળવારે ભૌતિકશાસ્ત્ર ( Nobel Physics) ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.વર્ષ 2025 માટે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે ત્રણ વૈજ્ઞાનિકોને જોન ક્લાર્ક, મિશેલ એચ. ડેવોરેટ અને જોન એમ. માર્ટિનિસ એનાયત કરવામાં આવ્યો છે.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2025 #NobelPrize in Physics to John Clarke, Michel H. Devoret and John M. Martinis “for the discovery of macroscopic quantum mechanical tunnelling and energy quantisation in an electric circuit.” pic.twitter.com/XkDUKWbHpz— The Nobel Prize (@NobelPrize) October 7, 2025
ભૌતિકશાસ્ત્ર આ વૈજ્ઞાનિકોને Physics Nobel Prize
આ ત્રણેય વૈજ્ઞાનિકોને "મેક્રોસ્કોપિક ક્વોન્ટમ સ્ટેટ્સ, મિકેનિકલ ટનલિંગ અને ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ઊર્જાના પરિમાણીકરણ" (Macroscopic Quantum States, Mechanical Tunnelling, and Energy Quantisation in Electrical Circuits) સંબંધિત તેમની ઉત્કૃષ્ટ શોધ માટે આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
ભૌતિકશાસ્ત્રમાં દર વર્ષે રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા એનાયત કરાય છે
ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર (Physics Nobel) દર વર્ષે રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મેળવનારાઓને કુલ 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન (આશરે $12 મિલિયન) ની ઇનામ રકમ મળે છે. એક કરતાં વધુ વૈજ્ઞાનિકોને પુરસ્કાર મળે ત્યારે આ રકમ તેમની વચ્ચે વહેંચવામાં આવે છે.ડાયનામાઇટની શોધ કરનાર આલ્ફ્રેડ નોબેલની ઇચ્છાના આધારે નોબેલ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. આલ્ફ્રેડ નોબેલે તેમની શોધના પેટન્ટમાંથી વિપુલ સંપત્તિ મેળવી હતી. માનવતા માટે વિનાશક સાબિત થયેલી પોતાની શોધો બદલ પસ્તાવો થતાં, તેમણે પોતાના વસિયતનામામાં લખ્યું હતું કે તેમની સંપત્તિમાંથી દર વર્ષે "બે રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો" વધારવા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર વ્યક્તિઓને પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કારની શરૂઆત 10 ડિસેમ્બર 1896ના રોજ આલ્ફ્રેડ નોબેલના મૃત્યુના બરાબર પાંચ વર્ષ પછી, 1901 માં કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી મોટો હુમલો, અનેક લોકો ઘાયલ


