હવે Becharaji ભાજપમાં પણ મોરેમોરો! તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય સામસામે
- હવે બહુચરાજી ભાજપમાં પણ ડખાની સ્થિતિ!
- બહુચરાજી ભાજપમાં ધારાસભ્ય-તાલુકા પ્રમુખ સામસામે
- બહુચરાજીના ધારાસભ્ય પર તાલુકા પ્રમુખના જ આરોપ
- ધારાસભ્ય સુખાજી ઠાકોર પક્ષના કાર્યક્રમમાં જ ન આવ્યાં
- બહુચરાજીમાં હોવા છતાં કાર્યક્રમમાં ન આવ્યાઃ તાલુકા પ્રમુખ
- બહુચરાજી તાલુકા પ્રમુખ કમલેશ દેસાઇના ગંભીર આરોપ
- બહુચરાજીમાં પક્ષના કાર્યક્રમમાં જ નથી રહેતા હાજરઃ કમલેશ દેસાઇ
- અત્યાર સુધી બોલ્યા નથી હવે ઉપર સુધી રજૂઆત કરીશુંઃ કમલેશ દેસાઇ
- સ્થાનિક સંગઠનમાં ખેંચતાણની સ્થિતિ સર્જાતા ચર્ચાનો માહોલ
Becharaji : મહેસાણાના બહુચરાજીમાં (Becharaji )ભાજપમાં (bjp )આંતરિક વિવાદ સામે આવ્યો છે. તાલુકા ભાજપ સંગઠન અને ધારાસભ્ય વચ્ચે વિવાદ સર્જાયો છે. તાલુકા પ્રમુખે ધારાસભ્ય કાર્યક્રમમાં હાજર નહીં રહેતા હોવાનો આક્ષેપ કર્યો છે. સરપંચ સંમેલનમાં તાલુકા પ્રમુખે સંગઠન અને સરકાર વચ્ચે કોઈ સંકલન નહીં હોવાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપોને પગલે ધારાસભ્યએ પોતાનો બચાવ પણ કર્યો હતો.
ધારાસભ્ય કાર્યક્રમમાં હાજર ન રહેતા હોવાનો આક્ષેપ
પ્રાપ્ત વિગતો પ્રમાણે બહુચરાજીમાં તાલુકા ભાજપ અને ધારાસભ્ય વચ્ચે વિવાદ સર્જાયો છે. તાલુકા પ્રમુખ કમલેશ દેસાઈએ ધારાસભ્ય સુખાજી ઠાકોરની ગેરહાજરી મુદ્દે આક્ષેપો કર્યા હતાં. તેમણે બહુચરાજીના સુરપુરામાં સરપંચ સંમેલનમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ધારાસભ્ય છેલ્લા છ મહિનાથી કાર્યક્રમમાં હાજર રહેતા નથી. સંગઠન અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. બહુચરાજીના ભાજપ ધારાસભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ વચ્ચેનો વિવાદ ચરમ સીમા પર પહોંચ્યો છે.
બહુચરાજીના સુરપુરામાં સરપંચ સંમેલનમાં કર્યા આક્ષેપ
ધારાસભ્ય સુખાજી ઠાકારે તાલુકા પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતાં કહ્યું હતું કે, તાલુકા પ્રમુખે ચૂંટણીમાં મારી વિરૂદ્ધ કામ કર્યું છે. તેઓ મનસ્વી રીતે પાર્ટીમાં કામ કરી રહ્યાં છે. તેઓ પાર્ટીને નહીં પણ પોતે મોટા થવા કાર્યક્રમો કરે છે. મને કાર્યક્રમ માટે એક દિવસ અગાઉ આમંત્રણ મળ્યું હતું. ધારાસભ્ય તરીકે મારા કાર્યક્રમો અગાઉથી નિર્ધારિત હોય છે. તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય સામ સામે આક્ષેપો કરતા હોવાથી પાર્ટીનો જૂથવાદ ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે.


