હવે Sourav Ganguly કોચની ભૂમિકામાં જોવા મળશે, આ ટીમે બનાવ્યા હેડ કોચ
- Sourav Ganguly કોચની ભૂમિકામાં જોવા મળશે
- Sourav Ganguly ની પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ બનાવ્યા
- સૌરવ ગાંગુલી ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે
ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંગુલી પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત હેડ કોચ તરીકે કરી રહ્યા છે. હા, હવે દાદા તમને કોચની ભૂમિકામાં જોવા મળશે. સાઉથ આફ્રિકાની T20 લીગ SA20 ની આગામી સીઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના મુખ્ય કોચ તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક કરાઇ છે.
Sourav Ganguly હવે કોચની ભૂમિકામાં
સાઉથ આફ્રિકાની T20 લીગ SA20 ની આગામી સીઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના મુખ્ય કોચ તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક કરવામાં આવી છે. આ ગાંગુલીને કોઈ વ્યાવસાયિક ક્રિકેટ ટીમ સાથે પ્રથમ પૂર્ણ-સમયનો કોચિંગ અનુભવ હશે. પ્રિટોરિયા કેપિટલ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ગાંગુલીની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર સૌરવ ગાંગુલીને લઇને હેડ કોચ તરીકેની સત્તાવાર માહિતી આપી હતી. ગાંગુલીની નિમણૂક ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન જોનાથન ટ્રોટના કોચ પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી આવી છે, જેમણે ગયા સિઝનમાં ટીમનો કાર્યભાર સંભાળ્યો હતો. હવે સૌરવ ગાંગુલી આ જવાબદારી સંભાળતા જોવા મળશે. ક્રિકેટમાં સૌરવ ગાંગુલીનું યોગદાન કોઈ પરિચયની જરૂર નથી. ભારતીય ક્રિકેટને મજબૂત બનાવવામાં તેમની કેપ્ટનશીપે ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. તેમણે BCCI પ્રમુખ તરીકે પણ યોગદાન આપ્યું હતું. તાજેતરમાં, તેઓ IPL અને WPLમાં દિલ્હી કેપિટલ્સ સાથે ક્રિકેટ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા.
Sourav Ganguly ની પ્રિટોરિયા કેપિટલ્સે હેડ કોચ તરીકે નિમણૂક કરી છે
SA20 ની આગામી સિઝન 26 ડિસેમ્બર 2025 થી 25 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. પ્રિટોરિયા કેપિટલ્સને ફરી શાનદાર ટીમ બનાવવા અને ટાઇટલ રેસમાં લાવવાનો ગાંગુલીનો પડકાર હશે. ફ્રેન્ચાઇઝી પહેલી સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ 2025માં તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું.
Sourav Ganguly એ ભારતીય ટીમના હેડ કોચ બનવાની ઇચ્છા પણ કરી વ્યકત
ભારતીય ક્રિકેટ દિગ્ગજ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની નવી ઇનિંગ શરૂ કરી છે. તે ટૂંક સમયમાં કોઈ મોટી ક્રિકેટ લીગમાં મુખ્ય કોચ તરીકે કામ કરતો જોવા મળશે. આ પહેલી વાર હશે જ્યારે તે કોઈ ટીમમાં મુખ્ય કોચ તરીકે જોડાશે. તાજેતરમાં, તેમણે ટીમ ઈન્ડિયાના કોચ બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું ભારતીય ટીમનો કોચ બનવા માટે તૈયાર છું. આવી સ્થિતિમાં, તેમનો નિર્ણય એક મોટું પગલું માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Cheteshwar Pujara net worth: ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા ચેતેશ્વર પુજારાની સંપત્તિ જાણી ચોંકી જશો


