Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IRCTC Best Offer: હવે આખી ટ્રેન કે કોચ ઓનલાઈન બુક કરી શકશો!

IRCTC: રેલવેએ મુસાફરો માટે આખી ટ્રેન અથવા આખો કોચ ઓનલાઈન બુક કરવાની સુવિધા શરૂ કરી છે
irctc best offer  હવે આખી ટ્રેન કે કોચ ઓનલાઈન બુક કરી શકશો
Advertisement
  • IRCTC Best Offer: ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા વધારવા માટે એક મહત્વનો નિર્ણય લીધો
  • હવે લગ્ન-પ્રસંગો અને અન્ય વિશેષ આયોજનોમાં ટ્રેન યાત્રા વધુ અનુકૂળ બની શકશે
  • બુકિંગ માટે પ્રતિ કોચનો રજિસ્ટ્રેશન ચાર્જ ભરવો પડશે

IRCTC Best Offer:  રેલવેએ મુસાફરો માટે આખી ટ્રેન અથવા આખો કોચ ઓનલાઈન બુક કરવાની સુવિધા શરૂ કરી છે. આ સેવાનો લાભ સામાન્ય રીતે લગ્નની જાન , ધાર્મિક યાત્રાઓ, સ્કૂલ કે કૉલેજ ટૂર જેવા અનેક પ્રસંગમાં લઇ શકો છો.

IRCTC Best Offer: ભારતીય રેલવેએ લીધો મોટો નિર્ણય

આ સેવા રેલવે દ્વારા એક અલગ "ફુલ ટેરિફ રેટ (FTR)" પોર્ટલ (https://www.ftr.irctc.co.in/ftr/) દ્વારા આપવામાં આવી રહી છે. આ પોર્ટલ પર યુઝરે પહેલા રજિસ્ટ્રેશન કરવું પડે છે અને પછી લોગ-ઇન કરીને પોતાની યોજના મુજબ બુકિંગ કરી શકાય છે. જોકે, આ બુકિંગ રાજધાની કે વંદે ભારત જેવી વિશેષ ટ્રેનોમાં નહીં, પરંતુ માત્ર મેલ, એક્સપ્રેસ અને ઇન્ટરસિટી ટ્રેનોમાં જ થઈ શકશે.

Advertisement

IRCTC Best Offer: હવે લગ્ન સહિતના કોઇપણ પ્રસંગ માટે ટ્રેન બુક કરી શકશો

બુકિંગ માટે પ્રતિ કોચનો રજિસ્ટ્રેશન ચાર્જ ભરવો પડશે અને ત્યારબાદ અંતર, સ્ટોપેજ વગેરેના આધારે અંતિમ ભાડું નક્કી થશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના અધિકારીઓના જણાવ્યા મુજબ, હવે ટ્રેન ચાર્ટર, કોચ ચાર્ટર અને સ્પેશિયલ સલૂન કોચની બુકિંગ પણ આ જ પ્લેટફોર્મ પરથી શક્ય બનશે, જેનાથી મુસાફરોને વિશેષ આયોજનોમાં સુવિધાયુક્ત યાત્રાનો અનુભવ મળી શકશે.

Advertisement

આ પણ વાંચો:  એર ફોર્સ ચીફનો સૌથી મોટો ખુલાસો! ભારતે Operation Sindoor માં પાકિસ્તાનના 10 જેટ તોડી પાડ્યા

Tags :
Advertisement

.

×