Nyari Dam Accident Case : 7 દિવસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મોત
- Nyari Dam Accident Case ને લઈ સૌથી મોટા સમાચાર
- અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું 7 દિવસની સારવાર બાદ મોત
- આશાસ્પદ યુવકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો
- ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર
રાજકોટના (Rajkot) ન્યારી ડેમ અકસ્માત કેસમાં (Nyari Dam Accident Case) દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આશાસ્પદ યુવકનાં મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જો કે, આ કેસમાં જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પીડિત પરિવાર મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. પરિવારજનો સાથે મોટી સંખ્યામાં સમાજનાં આગેવાનો અને લોકો હોસ્પિટલ ખાતે ભેગા થયા છે.
આ પણ વાંચો - Rajkot : ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું 'દ્રશ્યમ'! CCTV, નિવેદનોમાં વિરોધાભાસથી અનેક સવાલ
આશાસ્પદ યુવકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો
રાજકોટનાં (Rajkot) ન્યારી ડેમ રોડ પર ગત 21 માર્ચનાં રોજ પૂરઝડપે આવતી એક સફેદ કલરની કારે એક્ટિવા સવાર યુવક પરાગ ગોહેલને અડફેટે (Nyari Dam Accident Case) લીધો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં પરાગ ગોહેલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, 7 દિવસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. યુવકનાં મોતથી પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. જો કે, પરિવારજનોએ ન્યાયની માગ કરી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવો નિર્ણય કર્યો છે. પીડિત પરિવાર સાથે મોટી સંખ્યામાં સમાજનાં લોકો અને આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.
આ પણ વાંચો - Rajkot Nyari Dam accident: ગુજરાત ફર્સ્ટના અહેવાલે ખોલી પોલીસની પોલ, પીડિતને મળ્યો ન્યાય
'ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે'
માહિતી અનુસાર, ખાનગી હોસ્પિટલ ખાતે પોલીસ (Rajkot Police) મૃતદેહનું પંચનામુ કરવા પહોંચી છે. મૃતદેહને ફોરેન્સિક PM માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. જણાવી દઈએ કે, આ કેસમાં પીડિત પરિવારે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઊઠાવ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસ અકસ્માતમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે, ઘટનાનાં CCTV ફૂટેજ અને પોલીસનાં નિવેદન અને દાવાઓમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો છે. આથી, આ કેસમાં પોલીસની તપાસનું વલણ પણ શંકા ઉપજાવે એવું છે. આ કેસમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તો અનેક રહસ્ય ઉજાગર થઈ શકે તેમ છે.
આ પણ વાંચો - Nadiad : પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં 'વન નેશન વન ઇલેક્શન' કાર્યક્રમ યોજાયો