Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુરુ પૂર્ણિમાએ યાત્રાધામ બહુચરાજીમાં ભક્તોનો ધસારો 

અહેવાલ--મુકેશ જોષી, મહેસાણા આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર શક્તિપીઠ બહુચરાજી માં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ મા બહુચરને વિશેષ ફૂલોનો શણગાર કરાયો ભક્તોની વહેલી સવાર થી ભારે ભીડ  ગુજરાતના ખૂણેખૂણે થી મા બહુચરના પાવનકારી દર્શન માટે ભક્તો પહોંચ્યા દર્શન માટે ભક્તોની લાગી...
ગુરુ પૂર્ણિમાએ યાત્રાધામ બહુચરાજીમાં ભક્તોનો ધસારો 
Advertisement
અહેવાલ--મુકેશ જોષી, મહેસાણા
આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર
શક્તિપીઠ બહુચરાજી માં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ
મા બહુચરને વિશેષ ફૂલોનો શણગાર કરાયો
ભક્તોની વહેલી સવાર થી ભારે ભીડ 
ગુજરાતના ખૂણેખૂણે થી મા બહુચરના પાવનકારી દર્શન માટે ભક્તો પહોંચ્યા
દર્શન માટે ભક્તોની લાગી લાંબી લાઈનો
મા બહુચરને ગુરુ તુલ્ય માની મા બહુચરના પાવનકારી દર્શન માટે ભક્તો ઉમટ્યા
સિદ્ધપુરના બ્રાહ્મણો નો વર્ષો જૂનો સંઘ પણ બહુચરાજી પહોંચ્યો
મા બહુચરની આજે ભક્તો આરાધના કરી ધન્યતાની કરી અનુભૂતિ
એક કુશળ શિલ્પકાર પથ્થરને કંડારીને સુંદર પ્રતિમા તૈયાર કરે છે, તે જ પ્રમાણે ગુરુ આપણા સૌના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશનો માર્ગ બતાવીને નવજીવન માટે તૈયાર કરે છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શક્તિપીઠ બહુચરાજી ખાતે માઇ ભક્તો એ મા બહુચરને ગુરુતુલ્ય માની મા બહુચરની પાવનકારી દર્શન કરી આરાધના કરી.
મા બહુચર ને આજે વિશેષ ફૂલોનો શણગાર કરાયો 
 મહેસાણા જિલ્લામાં વિવિધ મંદિરોમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ઉજવણી કરવામાં આવી હતી.જ્યાં મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શક્તિપીઠ બહુચરાજી માં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે મા બહુચર ને આજે વિશેષ ફૂલોનો શણગાર કરાયો હતો. ભક્તોની વહેલી સવાર થી ભારે ભીડ જોવા મળી હતી. ગુજરાતના ખૂણેખૂણે થી મા બહુચર ના પાવનકારી દર્શન માટે ભક્તો બહુચરાજી પહોંચ્યા હતા. જ્યાં દર્શન માટે ભક્તોની લાગી લાંબી લાઈનો જોવા મળી હતી.
સિદ્ધપુરના બ્રાહ્મણોનો વર્ષો જૂનો સંઘ પણ બહુચરાજી પહોંચ્યો
મા બહુચરને ભક્તો એ ગુરુ માની મા બહુચરના પાવનકારી દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા. તો આજના દિવસે સિદ્ધપુરના બ્રાહ્મણોનો વર્ષો જૂનો સંઘ પણ બહુચરાજી પહોંચ્યો હતો. જ્યાં વિવિધ સંઘો એ પણ માં બહુચરની આજે ભક્તો આરાધના કરી ધન્યતાની કરી અનુભૂતિ હતી. બહુચરાજી મંદિરના મુખ્ય પુજારી દ્વારા ગુરુ પૂર્ણિમા નો મહિમા અને આ સ્થાનક સાથે માઇ ભક્તોની આજ ના દિવસનો વિષેશ મહિમા પણ સમજાવ્યો
Tags :
Advertisement

.

×