Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડીજીપી Vikas Sahay નો આદેશ મળતા નિર્લિપ્ત રાયની ટીમ 2 હજાર કિ.મી. દૂરથી વૉન્ટેડ આરોપી પકડી લાવી

રાજ્ય પોલીસ વડા Vikas Sahay એ ટીમ SMCને મેદાનમાં ઉતારતા વૉન્ટેડ હાર્દિક જાડેજા 2 હજાર કિ.મી. દૂરથી ઝડપાઈ ગયો
ડીજીપી vikas sahay નો આદેશ મળતા નિર્લિપ્ત રાયની ટીમ 2 હજાર કિ મી  દૂરથી વૉન્ટેડ આરોપી પકડી લાવી
Advertisement

Vikas Sahay : ગત 24 જુલાઈની રાતે અનિરૂદ્ધસિંહ રીબડા (Aniruddhsinh Ribda) ના પરિવારની માલિકીના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી હતી. પેરોલ જમ્પ કરનારા રિઢા ગુનેગાર હાર્દિક જાડેજાએ સોશિયલ મીડિયામાં બેબાક રીતે જવાબદારી સ્વીકારી Gujarat Police ને પડકાર ફેંક્યો હતો. ડઝન જેટલાં ગંભીર ગુના આચરી ચૂકેલાં હાર્દિકસિંહ જાડેજા (Hardiksinh Jadeja) ને ઝડપી લેવા રાજકોટ ગ્રામ્ય પોલીસ મથામણ કરી રહી હતી. દરમિયાનમાં રાજ્ય પોલીસ વડા Vikas Sahay એ ટીમ SMCને મેદાનમાં ઉતારતા વૉન્ટેડ હાર્દિક જાડેજા 2 હજાર કિ.મી. દૂરથી ઝડપાઈ ગયો છે. અત્રે નોંધનીય છે કે, હાર્દિકસિંહ જાડેજાને પકડવા કેરળના કોચી ખાતે રાજકોટ એલસીબીની ટીમ પણ પહોંચી હતી, પરંતુ બાજી સ્ટેટ મોનિટરિંગ સેલ મારી ગયો.

ફાયરિંગ કરાવનારા ગુનેગારે વીડિયોમાં કરી કબૂલાત

ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસ (Amit Khunt Suicide Case) માં ફરાર પિતા-પુત્ર અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ મામલે પેરોલ જમ્પ કરીને સુરત શહેરમાં લૂંટ કરનારા હાર્દિકસિંહ જાડેજાએ રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડીને ગાળો આપતો તેમજ ફાયરિંગ કરાવ્યાની કબૂલાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ મામલામાં ઉત્તરપ્રદેશ ખાતેથી ચાર આરોપીઓને રાજકોટ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે સોપારી આપનારો હાર્દિકસિંહ જાડેજા ફરાર થઈ ગયો હોવાથી ગ્રામ્ય LCB એ કોલકત્તા, બેંગ્લુરૂ, મદુરાઈ, કોઈમ્બતુર અને કોચી સુધી સતત બે સપ્તાહ પીછો કર્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -ઠગ ટોળકીએ Allahabad Bank ને છેતરી તો બેંકે બીજા કોઈની મિલકત સીલ કરી દીધી

Advertisement

Vikas Sahay એ કેમ ટીમ એસએમસીને મિશન સોંપ્યું ?

રાજકોટ ગ્રામ્યમાં અનિરૂદ્ધસિંહ રીબડા અને જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) વચ્ચે ચાલતી વર્ચસ્વની લડાઈ છેલ્લાં કેટલાંય મહિનાઓથી મીડિયામાં ચમકી રહી છે. રીબડાવાળાના પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના મામલાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હચમચાવી નાંખી હતી. ગ્રામ્ય એલસીબી ફાયરિંગ કરાવનારા હાર્દિક જાડેજાને શોધવા આકાશ-પાતાળ એક કરી રહી હતી, પરંતુ રિઢો ગુનેગાર હાથ લાગતો ન હતો. આથી DGP Vikas Sahay એ તેમની ટીમ એસએમસીને આ મિશન સોંપ્યું હતું. રક્ષાબંધનના દિવસે વિકાસ સહાયે Nirlipt Rai ને આદેશ કર્યો કે, હાર્દિક જાડેજાને વહેલામાં વહેલી તકે પકડી પાડો.

વિમાન માર્ગે ટીમ SMC ચેન્નાઈ પહોંચી અને પછી...

ડીજીપી સહાયનો આદેશ થતાંની સાથે જ નિર્લિપ્ત રાયે તેમની ટીમના બે પીએસઆઈ અને એક હેડ કૉન્સ્ટેબલને રક્ષાબંધનની સાંજે વિમાન માર્ગે રવાના કર્યા. હાર્દિક જાડેજા તિરૂપતિ ખાતે હોવાની માહિતીના આધારે PSI Uttamsinh D Zala, PSI K D Raviya અને હે.કૉ. જયવિજયસિંહ ચેન્નાઈ પહોંચ્યા હતા. Team SMC શનિવારની રાતે ચેન્નાઈ પહોંચી ત્યારે હાર્દિક જાડેજા વેલ્લોર પાસે હોવાની માહિતી મળી અને પછી પોલીસે શરૂ કર્યો પીછો. વેલ્લોરથી મદુરાઈ અને પછી કોચી એમ 800 કિ.મી. પીછો કર્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલને સોમવારે સાંજે કેરળના કોચી ખાતે હાર્દિક જાડેજા હાથ લાગ્યો હતો. નાસી છૂટવા કરેલા નિષ્ફળ પ્રયાસ બાદ હાર્દિકે શરણાગતિ સ્વીકારી લેતાં તેને વિમાન માર્ગે અમદાવાદ લવાયો હતો.

હાર્દિકને ગોંડલ જેલનો લાભ નહીં મળે

હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, અપહરણ જેવા એક ડઝન ગુના આચરી ચૂકેલા હાર્દિક જાડેજાએ સપ્ટેમ્બર-2024માં પેરોલ જમ્પ કરી હતી. પેરોલ જમ્પ બાદ હાર્દિક જાડેજાએ સાગરિતો સાથે મળીને નવેમ્બર-2024માં સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં અપહરણ કરી લૂંટ ચલાવી હતી. પેરોલ જમ્પ દરમિયાન હાર્દિક જાડેજાએ સુરત શહેર અને રાજકોટ જિલ્લામાં બે ગંભીર ગુના આચર્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર હાર્દિક જાડેજાની ધરપકડ કરવાનો અધિકારી રાંદેર પોલીસ અને ગોંડલ પોલીસ પાસે છે. જો, ગોંડલ પોલીસ ધરપકડ કરે તો આરોપી હાર્દિક જાડેજાને સવલતો આપવામાં બદનામ ગોંડલ જેલ (Gondal Jail) માં રહેવાનો મોકો મળે. આ જ કારણસર આરોપી હાર્દિકને સુરત શહેર પોલીસને સોંપવાનો નિર્ણય લેવાયો છે.

Tags :
Advertisement

.

×