Independence Day નિમિત્તે શૌર્ય, સેવા ચંદ્રકો ગુજરાતના 27 જવાન સહિત 1090 લોકોને એનાયત કરાશે
- ગુજરાતના 2 IPS પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ
- 23 પોલીસ જવાનને પ્રશંસનીય સેવા માટે મેડલ
- હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં 4 જવાનને મેડલ
Independence Day નિમિત્તે શૌર્ય, સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે. જેમાં ગુજરાતના 27 જવાન સહિત 1090 લોકોને ચંદ્રકો એનાયત થશે. તેમાં ગુજરાતના 2 IPSને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત થશે. સાથે જ 23 પોલીસ જવાનને પ્રશંસનીય સેવા માટે મેડલ તથા હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં 4 જવાનને મેડલ અપાશે. જેમાં ડિરેક્ટર પિયૂષ પટેલને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ તથા DSP મુકેશ સોલંકીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત થશે.
જાણીએ કોને કોને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવશે
IG શરદ સિંઘલને પ્રશંસનીય સેવા માટે મેડલ, IG ખુમાણસિંહ ડામોરને પ્રશંસનીય સેવા માટે મેડલ, DIG રાકેશ બારોટને પ્રશંસનીય સેવા માટે મેડલ, DSP બાબુભાઈ દેસાઈને પ્રશંસનીય સેવા માટે મેડલ, DSP મહાવીરસિંહ વાઘેલાને પ્રશંસનીય સેવા માટે મેડલ, DSP ભૂપેન્દ્રકુમાર દવેને પ્રશંસનીય સેવા માટે મેડલ, ASP કમલેશ પાટીલને પ્રશંસનીય સેવા માટે મેડલ, ઈન્સ્પેક્ટર મિલિંદ સુર્વેને પ્રશંસનીય સેવા માટે મેડલ, ASI અનિલકુમાર ગામિતને પ્રશંસનીય સેવા માટે મેડલ, ASI પરેશકુમાર પટેલને પ્રશંસનીય સેવા માટે મેડલ, ઈન્સ્પેક્ટર લલિતકુમાર જોશીને પ્રશંસનીય સેવા માટે મેડલ, હેડ કોન્સ્ટેબલ રાકેશસિંહ ભદોરિયાને પ્રશંસનીય સેવા માટે મેડલ, ASI રાજેન્દ્રસિંહ સોલંકીને પ્રશંસનીય સેવા માટે મેડલ એનાયત કરાશે.
ડેપ્યુટી ચીફ વોર્ડન રણજીતકુમાર સરદારને પ્રશંસનીય સેવા માટે મેડલ
ASI સહદેવભાઈ દેસાઈને પ્રશંસનીય સેવા માટે મેડલ, ASI વિનોદકુમાર વડાલેને પ્રશંસનીય સેવા માટે મેડલ, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજાને પ્રશંસનીય સેવા માટે મેડલ, સબ ઈન્સ્પેક્ટર વિષ્ણુસિંહ રાઠોડને પ્રશંસનીય સેવા માટે મેડલ, સબ ઈન્સ્પેક્ટર પંકજસિંહ રાણાને પ્રશંસનીય સેવા માટે મેડલ, ASI વિરેન્દ્રસિંહ ચાવડાને પ્રશંસનીય સેવા માટે મેડલ, કોન્સ્ટેબલ રમેશકુમાર ત્રિપાઠીને પ્રશંસનીય સેવા માટે મેડલ, ASI બકુલ પરમારને પ્રશંસનીય સેવા માટે મેડલ એનાયત થશે. પ્લાટૂન કમાન્ડર દિલીપસિંહ ચાવડાને પ્રશંસનીય સેવા માટે મેડલ તથા ડેપ્યુટી ચીફ વોર્ડન ચંદ્રશંકર ત્રિવેદીને પ્રશંસનીય સેવા માટે મેડલ સાથે ડેપ્યુટી ચીફ વોર્ડન રણજીતકુમાર સરદારને પ્રશંસનીય સેવા માટે મેડલ તથા ડિવીઝનલ વોર્ડન ઘનશ્યામભાઈ નસીતને પ્રશંસનીય સેવા માટે મેડલ એનાયત કરાશે.
આ પણ વાંચો: Jamnagar: જિલ્લાના તમામ કર્મચારીઓને રજાઓમાં હેડકવાર્ટર નહી છોડવા આદેશ, જાણો શું છે કારણ


