લો બોલો ! લગ્નની પ્રથમ વર્ષગાંઠ પર નેતાજીએ પત્નીને આપી AK-47 રાઈફલ
લગ્નની પ્રથમ વર્ષગાંઠ પર પતિ પત્નીને એક સારી ભેટ આપે છે જેમકે, ઘરેણા, ફૂલ કે કોઇ એવી ભેટ કે જે તેને સૌથી વધુ પસંદ હોય. પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે, કોઇએ ખતરનાક હથિયાર આપ્યા હોય. નહીં ને, પણ તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે જે મુજબ એક પતિએ તેની પત્નીને તેમની પ્રથમ વર્ષગાંઠ પર AK-47 રાઈફલ ભેટમાં આપી સૌ કોઇને ચોંકાવી દીધા છે.
નેતાજીએ પત્નીને આપી ખતરનાક ભેટ
લગ્નની વર્ષગાંઠ પર લોકો પોતાની પત્નીને ભેટમાં ઘરેણાં, કપડાં વગેરે આપે છે, પરંતુ એક નેતાજીએ એવી ભેટ આપી, જેની આખા દેશમાં ચર્ચા થવા લાગી છે. જો કે હવે તેમના અને તેમની પત્ની પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે. આ મામલો પશ્ચિમ બંગાળનો છે. ત્યાં એક પૂર્વ TMC નેતાએ તેમની પત્નીને AK-47 ભેટમાં આપી હતી. જો કે હવે બંને સ્પષ્ટતા આપતા રહે છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. TMC ના આ પૂર્વ નેતાએ તેમની પત્નીને નાની ભેટ નહીં પરંતુ સીધી AK-47 રાઈફલ આપી સોશિયલ મીડિયામાં સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પૂર્વ TMC નેતાનું નામ રિયાઝુલ હક છે, જે બીરભૂમના બોગતુઈ ગામના રહેવાસી છે.
પત્નીએ સ્ટાઈલમાં આપ્યો પોઝ
સોમવારે, તેમણે તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી, જે દરમિયાન તેમણે વર્ષગાંઠની ભેટ તરીકે પત્ની સબીના યાસ્મિનને AK-47 રાઈફલ ભેટમાં આપી. આ સાથે સબીનાએ પણ સ્ટાઈલમાં રાઈફલ ઉઠાવીને પોઝ આપ્યો હતો. ખુશીમાં રિયાઝુલે ફેસબુક પર સબીનાની તસવીરો પણ પોસ્ટ કરી હતી, જે પછી તે જોરદાર વાયરલ થઈ હતી. જણાવી દઇએ કે, AK-47 રાઈફલનો ઉપયોગ ભારતમાં સેનાના વિશેષ દળો દ્વારા જ કરવામાં આવે છે, આ સિવાય સામાન્ય માણસ પાસે રાખવું ગેરકાયદેસર છે.
વિવાદ વધ્યો તો રમકડાની બંદૂક બતાવવામાં આવી
જણાવી દઈએ કે AK-47 રાઈફલનો ઉપયોગ ભારતીય સેના અને અર્ધલશ્કરી દળો દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં TMC ના પૂર્વ નેતા દ્વારા પત્નીને AK-47 ગિફ્ટ કરવાની અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવાની ઘણી ચર્ચા છે. AK-47 ગેરકાયદે હોવાનું કહેવાય છે. જો કે, વિવાદ વધ્યા પછી, રિયાઝુલ હક બેકફૂટ પર દેખાયા અને તેમણે એમ કહીને પોતાનો બચાવ કર્યો કે તેમની પત્નીએ 'ટોય ગન' સાથે ફોટો પડાવ્યો હતો.
ભાજપે તપાસની માંગ કરી છે
વિરોધ પક્ષ ભાજપે આ મામલે તપાસની માંગ કરી છે. ભાજપના બીરભૂમ જિલ્લા અધ્યક્ષ ધુર્બો સાહા કહે છે, 'રિયાઝુલને આ બંદૂક ક્યાંથી મળી તેની તપાસ થવી જોઈએ. મેં તેંમની ફેસબુક પોસ્ટ જોઈ છે. તેઓ TMCના ભૂતપૂર્વ નેતા છે અને રાજ્યના ડેપ્યુટી સ્પીકરની નજીક છે. શું સંદેશ આપવામાં આવે છે? શું અહીં તાલિબાન શાસનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? શું તે આવનારી પેઢીને જેહાદી બનાવવા માંગે છે? વિપક્ષી ડાબેરી પાર્ટીએ પણ તેની તપાસની માંગ કરી છે.
આ પણ વાંચો - ‘I.N.D.I.A. ની 2 બેઠકો થતાની સાથે જ LPG ના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો…’, મમતા બેનર્જીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


