Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહારાષ્ટ્રમાં એકવાર ફરી રાજકીય નાટક, અજીત પવાર સમર્થકો સાથે પહોંચ્યા રાજભવન

મહારાષ્ટ્રમાં એકવાર ફરી મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર (Ajit Pawar) 18 ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ તમામ ધારાસભ્યો તેમના સમર્થક હોવાનું કહેવાય છે. આ પછી અટકળોનું...
મહારાષ્ટ્રમાં એકવાર ફરી રાજકીય નાટક  અજીત પવાર સમર્થકો સાથે પહોંચ્યા રાજભવન
Advertisement

મહારાષ્ટ્રમાં એકવાર ફરી મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર (Ajit Pawar) 18 ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ તમામ ધારાસભ્યો તેમના સમર્થક હોવાનું કહેવાય છે. આ પછી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે તેઓ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થઈ શકે છે.

અજિત પવાર પહોંચ્યા રાજભવન

Advertisement

મહારાષ્ટ્રના રાજકારણમાં આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે. સૂત્રોને ટાંકીને, અહેવાલ છે કે અજિત પવાર મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં જોડાશે અને તેમના 9 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે, NCP અજિત પવારની સાથે શિંદે સરકારમાં સામેલ થશે. સૂત્રોનું માનીએ તો NCPમાં આ એક મોટું વિભાજન માનવામાં આવે છે. જણાવી દઈએ કે અજિત પવારની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને મંત્રી ઉદય સામંત પણ રાજભવન પહોંચ્યા છે. મળતી માહિતી અનુસાર, રાજભવનમાં શપથ સમારોહની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અજિત પવાર તેમના ધારાસભ્યો સાથે મંત્રી પદના શપથ લેશે અને અજિતને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

Advertisement

પવારને લગભગ 30 ધારાસભ્યોનું સમર્થન

સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારને લગભગ 30 ધારાસભ્યોનું સમર્થન છે. હવે અજિત પવાર મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપશે. સૂત્રોનું કહેવું છે કે છગન ભુજબળ અને પ્રફુલ્લ પટેલ પણ મંત્રી પદના શપથ લઈ શકે છે. અજિત પવાર, પ્રફુલ પટેલ અને અન્ય નેતાઓ અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા છે. અજિત પવારના સત્તાવાર નિવાસસ્થાને બેઠક પૂરી થયા બાદ તમામ ધારાસભ્યો પોતપોતાના વાહનોમાં એકસાથે રાજભવન પહોંચ્યા હતા. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, આ રાજકીય આશ્ચર્યને લઈને દિલ્હીમાં અમિત શાહ, એકનાથ શિંદે અને અજિત પવારની ગુપ્ત બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રશેખર બાવનકુલે, છગન ભુજબળ, આશિષ શેલાર, પ્રવિણ દરેકર, દિલીપ વાલસે પાટીલ પણ રાજભવનમાં શપથ લેવા માટે પ્રથમ હરોળમાં બેઠા છે.

વિપક્ષના નેતા અજિત પવારના ઘરે બેઠક યોજાઈ હતી

જણાવી દઈએ કે 2019ની ચૂંટણી પછી પણ અજિત પાવરે રાજભવનમાં શપથ લીધા હતા. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. જોકે તેમની સરકાર ચાલી શકી નહોતી. આ પહેલા મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારના ઘરે બેઠક યોજાઈ હતી. તેમાં પાર્ટીના બંને કાર્યકારી અધ્યક્ષો સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ સામેલ હતા. આ પછી આ તમામ નેતાઓ સીધા રાજભવન ગયા હતા. અજિત પવારની સાથે અન્ય સંભવિત મંત્રીઓમાં છગન ભુજબળ, હસન મુશરફ, દિલીપ વલસે પાટીલ, ધનંજય મુંડે, અદિતિ તટકરે, અનિલ ભાઈદાસ પાટીલ, બાબુરાવ આત્રામ અને સંજય બંસોડડેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - PM મોદીની કેબિનેટમાં C.R.PATIL નો થઇ શકે છે સમાવેશ, આ મંત્રીઓના કપાઇ શકે છે પત્તા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×