ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

One Child-No Child : R.P. પટેલના નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું ?

પાટીદાર આગેવાન ગીતા પટેલે કહ્યું કે, આર.પી. પટેલ પૈસા વાળા છે એટલે એમને બાળકોનાં ખર્ચાઓ ન ખબર હોય.
05:16 PM Aug 11, 2025 IST | Vipul Sen
પાટીદાર આગેવાન ગીતા પટેલે કહ્યું કે, આર.પી. પટેલ પૈસા વાળા છે એટલે એમને બાળકોનાં ખર્ચાઓ ન ખબર હોય.
RP Patel_Gujarat_first
  1. One Child-No Child પર આર.પી.પટેલના નિવેદન બાદ વિરોધાભાસ
  2. આર.પી.પટેલના નિવેદન સામે અલ્પેશ કથીરિયા સહમત
  3. SPG ના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું - આ નિવેદનથી સહમત નથી
  4. RP પટેલ પૈસા વાળા છે એટલે એમને બાળકોનાં ખર્ચા ખબર ન હોય : ગીતા પટેલ
  5. હું આર.પી. પટેલના નિવેદન પર આંશિક રીતે સહમત : દિનેશ બાંભણીયા

Ahmedabad : વિશ્વ ઉમિયાધામનાં પ્રમુખ આર.પી.પટેલના (R.P. Patel) 'One Child-No Child' અંગેનાં નિવેદન બાદ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કેટલાક નેતા અને અગ્રણીઓ તેમની વાતનું સમર્થન કરી રહ્યા છે ત્યારે કેટલાક આર.પી. પટેલના નિવેદનથી અસહમત છે. ત્યારે આ મામલે SPG ના અધ્યક્ષ લાલજી પટેલે અસહમતી દર્શાવી છે ત્યારે ભાજપ નેતા અને PAAS અગ્રણી અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) સહમતી દાખવી છે. પાટીદાર આગેવાન ગીતા પટેલ અને પાસ નેતા દિનેશ બાંભણીયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

પાટીદાર સમાજ ખૂબ જ શિક્ષિત અને સમજું છે : લાલજી પટેલ

વિશ્વ ઉમિયાધામનાં પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજમાં 'વન ચાઈલ્ડ' અને 'નો-ચાઈલ્ડ' નો (One Child-No Child) ટ્રેન્ડ ઘાતક હોવાની અને માતા-પિતાએ 3 થી 4 બાળકને જન્મ આપવો જોઈએ એવું સૂચન નિવેદન આપ્યું હતું. તેમનાં આ નિવેદનથી હવે ફરી એકવાર ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. આ અંગે વિવિધ પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા સામે આવી છે. આ અંગે SPG નાં અધ્યક્ષ લાલજી પટેલની (Lalji Patel) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આર.પી. પટેલના નિવેદનથી સહમત ના હોવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ ખૂબ જ શિક્ષિત અને સમજું છે. માતા-પિતા શિક્ષિત હોવાથી બાળકો અંગે પ્લાનિંગ કરતા હોય છે. તેમણે કહ્યું કે, જો સંગઠિત હોઈશું તો ધાર્યા પરિણામ મળતા રહેશે. બાળકો વધારવાથી સત્તામાં ભાગીદારી મળે તેવું નથી.

'One Child-No Child' થી સભ્ય સમાજ વ્યવસ્થાનો નાશ થશે : અલ્પેશ કથીરિયા

જો કે, PAAS અગ્રણી અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) આર.પી.પટેલના નિવેદનનું સમર્થન કર્યું છે અને કહ્યું કે, હું આર.પી.પટેલના નિવેદન સાથે સહમત છું. કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થવો જોઈએ. 'વન ચાઈલ્ડ' ના કારણે સભ્ય સમાજની વ્યવસ્થાનો નાશ થશે. કુટુંબ વ્યવસ્થા નાશ થશે તેના પર આર.પી.પટેલે ચિંતા કરી છે. ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ન થાય તેની અત્યારથી ચિંતા કરવી જોઈએ. પરિવારો પર આર્થિક બોજો ન પડે તે માટે પણ વિચારવું જોઈએ. કુટુંબમાં સભ્યોની સંખ્યા ઓછી હોય તો લોકશાહીમાં પ્રતિનિધિત્વ પણ નહીં મળે. કુટુંબ વ્યવસ્થાને (Family Planing) લઈ તેઓએ આ નિવેદન આપ્યું છે તેવું મને લાગે છે.

આ પણ વાંચો - Vadodara : VMC ના સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મીનું રહસ્યમય સંજોગોમાં મોત, પરિવારે સવાલો ઉઠાવ્યા

ગીતા પટેલ અને દિનેશ બાંભણીયાએ આપી પ્રતિક્રિયા

આ મામલે નિવેદન આપતા પાટીદાર આગેવાન ગીતા પટેલે (Geeta Patel) કહ્યું કે, આર.પી. પટેલ પૈસા વાળા છે એટલે એમને બાળકોનાં ખર્ચાઓ ન ખબર હોય. 4-5 બાળક પેદા કરવાની વાત સાથે હું સહમત નથી. આજે બાળકો ને રોજગારી નથી મળી રહી. પાટીદાર દીકરાઓને કન્યાઓ નથી મળી રહી. આ બધી જ સમસ્યાઓ બાબતે પણ ધ્યાન આપવું જોઈએ. જ્યારે PAAS નેતા દિનેશ બાંભણીયાએ (Dinesh Bambhania) કહ્યું કે, હું આર.પી. પટેલના નિવેદન પર આંશિક રીતે સહમત છું. ઘરમાં બે બાળક હોવા જરૂરી છે. પરંતુ, વધારે બાળકો હોવા જોઈએ તે હું માનતો નથી.

આ પણ વાંચો - Meghmaher : અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો

પાટીદાર સમાજમાં 'One Child-No Child' નો ટ્રેન્ડ ઘાતક

જણાવી દઇએ કે, એક જાહેર કાર્યક્રમ દરમિયાન વિશ્વઉમિયાધામનાં (Vishv Umiyadham) પ્રમુખ આર.પી.પટેલે નાના પરિવાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પાટીદાર સમાજમાં 'વન ચાઈલ્ડ' અને 'નો-ચાઈલ્ડ' નો ટ્રેન્ડ ઘાતક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, હાલ પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ, નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેના કારણે ધીમે-ધીમે સમાજનો સંખ્યાબળ ઘટતો જાય છે. આ કારણે સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટે છે. આ અંગે મંથન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, હવે માતા-પિતાએ 3 થી 4 બાળકના જન્મ બાબતે વિચારવું જોઈએ, જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે.

આ પણ વાંચો - Fake Paneer: પત્રકારો પર હુમલો કરનાર નકલી પનીર માફિયા ઝડપાયો

Tags :
Alpesh KathiriaDinesh BambhaniaFamily PlaningGeeta Patelgujaratfirst newsNo-ChildOne ChildPAASPatidar SamajR.P.PATELSPG President Lalji PatelTop Gujarati NewsVishwa Umiyadham
Next Article