Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sukma માં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલી ઢેર, હથિયારો મળી આવ્યા

છત્તીસગઢના Sukma માં મોટી કાર્યવાહી એન્કાઉન્ટરમાં એક નક્સલી માર્યો ગયો નક્સલી પાસેથી ઘણા હથિયારો મળી આવ્યા સોમવારે સાંજે આ એન્કાઉન્ટર થયું હતું છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત સુકમા (Sukma) જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક નક્સલી માર્યો ગયો છે. પોલીસ...
sukma માં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલી ઢેર  હથિયારો મળી આવ્યા
Advertisement
  1. છત્તીસગઢના Sukma માં મોટી કાર્યવાહી
  2. એન્કાઉન્ટરમાં એક નક્સલી માર્યો ગયો
  3. નક્સલી પાસેથી ઘણા હથિયારો મળી આવ્યા
  4. સોમવારે સાંજે આ એન્કાઉન્ટર થયું હતું

છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત સુકમા (Sukma) જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક નક્સલી માર્યો ગયો છે. પોલીસ અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના ભેજી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પમાલુર ગામના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલવાદી માર્યો ગયો. તેમણે કહ્યું કે, જિલ્લાના ભેજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓના કોન્ટા અને કિસ્તારામ એરિયા કમિટીના સભ્યોની હાજરીની માહિતી પર, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી), બસ્તર ફાઇટર અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમ મોકલવામાં આવી હતી. રવિવારે નક્સલ વિરોધી ઓપરેશન ચાલ્યું હતું.

એન્કાઉન્ટરમાં નક્સલી માર્યો ગયો...

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીમને વિસ્તારના ડબ્બકોન્ટા, અંતપદ બુરકાલંકા, પામલુર અને સિંઘનામડગુ તરફ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ઓપરેશન દરમિયાન સોમવારે સાંજે પમાલુરના જંગલમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક નક્સલીને ઠાર માર્યો હતો. હાલ આ વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Rahul Gandhi નું એક નિવેદન અને ફેમસ થઇ ગઈ આ જલેબી... Video

મૃતદેહ અને હથિયારો મળી આવ્યા...

આ મામલાની માહિતી આપતાં પોલીસ અધિકારીઓએ કહ્યું કે સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી એક નક્સલીનો મૃતદેહ અને હથિયારો કબજે કર્યા છે. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલીની ઓળખ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. શુક્રવારે છત્તીસગઢ (Chhattisgarh)ના અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં 31 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સાથે જ જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : આ શું બોલી ગયા Haryana CM, કહ્યું- ભાજપ સરકાર નહીં બને...

નક્સલ વિરોધી નીતિની પ્રશંસા કરવામાં આવી હતી...

સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલ પ્રભાવિત રાજ્યોના CM સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં 6 રાજ્યોના CM અને DGP સામેલ થયા હતા. બેઠક દરમિયાન અમિત શાહે છત્તીસગઢ (Chhattisgarh)માં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનની પ્રશંસા કરી હતી. તેણે દંતેવાડા-નારાયણપુર બોર્ડર પર થયેલા ઓપરેશનની પણ માહિતી લીધી હતી. તમને જણાવી દઈએ કે શુક્રવારે જવાનોએ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં 31 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો : Haryana Election : દીપેન્દ્ર હુડ્ડાએ કર્યો દાવો, કહ્યું- કોની સરકાર બનશે...!

Tags :
Advertisement

.

×