Rajkot: શહેર અને જિલ્લા ભાજપમાં ખળભળાટ, રોડ અને રસ્તા મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ
- રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં ખળભળાટ
- રાજીનામાનો દોર, ભાજપ વોટ્સએપ ગ્રુપમાં કકળાટ
- રોડ અને રસ્તા મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ
- કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ નિશાને
રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ રાજીનામાનો દોર, ભાજપ વોટ્સએપ ગ્રુપમાં કકળાટ થવા પામ્યો છે. રોડ અને રસ્તા મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ થવા પામ્યું છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ નિશાને છે.
કેબિનેટ મંત્રીના વિસ્તારમાં સમસ્યાનો કચવાટ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રોડ રસ્તાની દુર્દશા થવા પામી છે. રાજકોટમાં કેબિનેટ મંત્રીના વિસ્તારમાં સમસ્યાનો કચવાટ જોવા મળી રહ્યો છે. ભાજપના ગ્રુપમાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીના વિસ્તારમાં સમસ્યાઓના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભાજપના આગેવાનો રોડ, રસ્તાની સ્થિતિથી દુઃખી થયા છે. ધારાસભ્ય કેબિનેટ મંત્રી હોવા છતાં રોડ, રસ્તા ખરાબ હાલતમાં છે. સામાન્યજન સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોની વ્યથારૂપે ઓડિયો વાયરલ હાલ ચર્ચામાં છે. કોટડા સાંગાણી ભાજપના ગ્રુપની વ્યથા ઓડિયોમાં કેબિનેટ મંત્રી સામે નારાજગી બહાર આવી છે. ચોમાસાના પ્રારંભએ ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તા ખરાબ છે.
આ પણ વાંચોઃ Gujarat Rain: ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો, જાણો ક્યા છે એલર્ટ
ભાજપ સ્થાનિક નેતા એક બાદ એક રાજીનામા
રાજકોટ શહેરમાં રોડ, રસ્તા મુદ્દે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપ સ્થાનિક નેતા એક બાદ એક રાજીનામાં આપી રહ્યા છે. વોર્ડ નં. 12 કાર્યકર મહેશ રાઠોડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. ભાજપ શહેર પ્રમુખ માધવ દવેને રાજીનામું મોકલ્યું હતું.
આ પણ વાંચોઃ Banaskantha : પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા રાજીનામું આપશે, ગેનીબેનનું નામ કેમ ચર્ચાયું ?


