Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રિકેટ મેચમાં એક ખોટો નિર્ણય અને શરૂ થઇ ગઇ WWE જેવી ફાઈટ, જુઓ Video

ક્રિકેટ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. જેમા એક ટીમ જીતે છે તો એક ટીમને હારનો સામનો કરવો પડે છે. જેની સાથે દર્શકો પણ એટલા જ ભાવુક થઇ જતા હોય છે. જો ભારતના લોકોની વાત કરીએ તો અહી ક્રિકેટની પૂજા કરવામાં...
ક્રિકેટ મેચમાં એક ખોટો નિર્ણય અને શરૂ થઇ ગઇ wwe જેવી ફાઈટ  જુઓ video
Advertisement

ક્રિકેટ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. જેમા એક ટીમ જીતે છે તો એક ટીમને હારનો સામનો કરવો પડે છે. જેની સાથે દર્શકો પણ એટલા જ ભાવુક થઇ જતા હોય છે. જો ભારતના લોકોની વાત કરીએ તો અહી ક્રિકેટની પૂજા કરવામાં આવે છે. આટલી મોટી રમતમાં નાના-નાના ઝઘડા થાય તો એ મોટી વાત નથી. પરંતુ ક્યારેક રમતી વખતે પણ વિવાદ વધી જાય છે. આવી જ વાત બાંગ્લાદેશમાં રમાઈ રહેલી લીગમાં જોવા મળી છે. બાંગ્લાદેશમાં ફિલ્મમેકર મુસ્તફા કમલ રાજ અને દીપાંકર દીપોન વચ્ચે સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચ રમાઈ રહી હતી, પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા.

ક્રિકેટની રમત WWE માં ફેરવાઈ

Advertisement

ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ વચ્ચે અવારનવાર હંગામો થતો હોય છે તો ક્યારેક સ્ટેડિયમમાં પ્રશંસકો વચ્ચે લડાઈ પણ થતી હોય છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં પણ આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે જ્યાં લાઈવ મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ એકબીજા સામે આવી ગયા હતા અને લડાઈ શરૂ થઈ હતી. આ લડાઈમાં 6 લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. આ મેચ બંને ટીમો વચ્ચે રમાઈ રહી હતી, પરંતુ વિવાદ વધતા ક્રિકેટ સ્પર્ધાને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ મેચમાં રૂપાંતરિત થવામાં વધુ સમય ન લાગ્યો.

Advertisement

મહિલા ક્રિકેટ ફેન મીડિયા સામે રડતી જોવા મળી

આ મામલામાં લડાઈ બાદ એક મહિલા ક્રિકેટ ફેન મીડિયા સામે રડતી જોવા મળી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ કેટલાક ચાહકો તેની મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક ચાહકો ક્રિકેટની રમતમાં આવી ઘટના સામે વિરોધ કરી રહ્યા છે.

થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ શરૂ થઇ મારામારી

કહેવામાં આવી રહ્યું છે કે થર્ડ અમ્પાયરે ખોટો નિર્ણય આપ્યા બાદ બંને ટીમો વચ્ચે વિવાદ થયો હતો. જ્યારે અમ્પાયરે ખોટો નિર્ણય આપ્યો, ત્યારે બંને ટીમો વચ્ચે ઝપાઝપી થઈ અને પછી તેઓ એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા. ખેલાડીઓએ એકબીજાને બેટથી મારવાનું શરૂ કર્યું, જેના કારણે ઘણા ખેલાડીઓ ગંભીર રીતે ઘાયલ થયા. આ અથડામણમાં કુલ 6 ખેલાડીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અથડામણ સાથે સેમિ ફાઈનલ પહેલા જ આખી ટુર્નામેન્ટ રદ્દ થઈ ગઈ છે.

આ પણ વાંચો - PAK vs NZ : વર્લ્ડ કપની શરૂઆત ન્યૂઝીલેન્ડ માટે રહી ખાસ, વોર્મ અપ મેચમાં પાકિસ્તાનને ધોઇ નાખ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×