Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OP PIMPLE : કુપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા

ચિનાર કોર્પ્સના (Chinar Corps) સત્તાવાર 'X' હેન્ડલે શનિવારે સવારે 7:10 વાગ્યે 'ઓપરેશન પિમ્પલ' વિશે માહિતી પોસ્ટ કરી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "7 નવેમ્બરના રોજ, એજન્સીઓ પાસેથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને તેમને પડકાર્યા, જેના પગલે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. બાદમાં આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા, અને ઓપરેશન ચાલુ રાખ્યું હતું.
op pimple   કુપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા
Advertisement
  • ભારતીય સેનાએ ધૂસણખોરીને પ્રયત્ન નાકામ બનાવ્યો
  • સેનાના ગોળીબારમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા
  • સેનાએ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચાલુ કર્યું

OP PIMPLE - Indian Army : જમ્મુ અને કાશ્મીરના (Jammu And Kashmir) કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં (Kupwara - Keran Sector) નિયંત્રણ રેખા (LoC) નજીક ભારતીય સેનાએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેનાના જવાનોએ ઓપરેશન પિમ્પલમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ત્યાર બાદ આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો

ચિનાર કોર્પ્સના (Chinar Corps) સત્તાવાર 'X' હેન્ડલે શનિવારે સવારે 7:10 વાગ્યે 'ઓપરેશન પિમ્પલ' વિશે માહિતી પોસ્ટ કરી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "7 નવેમ્બરના રોજ, એજન્સીઓ પાસેથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને તેમને પડકાર્યા, જેના પગલે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. સંપર્ક સ્થાપિત થયા પછી, આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા, અને ઓપરેશન ચાલુ રાખ્યું હતું."

Advertisement

લાંબા સમયથી ઘૂસણખોરી માટેનું કેન્દ્ર

સવારે 8:15 વાગ્યે પોસ્ટ કરાયેલા અન્ય અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, "સુરક્ષા દળોએ ચાલુ ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે." સેનાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) થી આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી અટકાવવા માટે ઓપરેશન પિમ્પલ શરૂ કરવામાં આવ્યું છે. કુપવાડા જિલ્લો LoC ની નજીક આવેલો છે અને લાંબા સમયથી ઘૂસણખોરી માટેનું કેન્દ્ર રહ્યો છે.

Advertisement

મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું

2025 માં અત્યાર સુધીમાં કુપવાડા અને બારામુલા સેક્ટરમાં ઘૂસણખોરીના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. અગાઉ, ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલા કર્યા હતા, જેના કારણે સરહદ પર તણાવ વધ્યો છે. આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં સંભવિત રીતે શસ્ત્રો અને દારૂગોળો મળી આવવાની શક્યતા સેવાઇ રહી છે. શિયાળાની હિમવર્ષા પહેલા આતંકવાદી સંગઠનો ઘૂસણખોરોને ધકેલવા માટે જહેમત ઉઠાવી રહ્યા હતા, પરંતુ ભારતીય સેનાના ગુપ્તચર નેટવર્ક અને ડ્રોન સર્વેલન્સે આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

આ પણ વાંચો -----  ટ્રમ્પના દાવા પર ભારતના વિદેશ મંત્રાલયે આપી મોટી પ્રતિક્રિયા,ગેરકાયદેસર પરમાણુ પ્રવૃત્તિઓ પાકિસ્તાનના ઇતિહાસનો ભાગ

Tags :
Advertisement

.

×