Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસના વક્તાઓની યાદીમાંથી SHASHI THAROOR નું પત્તુ કપાયું, સાંસદે 'મૌનવ્રત' નું રટણ કર્યું

SHASHAI THAROOR : ફક્ત ઓપરેશન સિંદૂરની સફળતા અને કેન્દ્ર સરકારને સમર્થન અંગેના પોતાના વિચારો રજુ કરીશ - શશી થરૂર
કોંગ્રેસના વક્તાઓની યાદીમાંથી shashi tharoor નું પત્તુ કપાયું  સાંસદે  મૌનવ્રત  નું રટણ કર્યું
Advertisement
  • કોંગ્રેસ પાર્ટીના સાંસદ શશી થરૂર વચ્ચે આંતરિક ખટરાગ તેજ બન્યો
  • પાર્ટીએ વક્તાઓની યાદીમાંથી નામ કાઢ્યું
  • પાર્ટી લાઇનથી અલગ મંતવ્ય આપવાના કારણે આ પગલું ભરાયું

SHASHI THAROOR : આજે ચોમાસુ સત્ર (MONSOON SEASION - 2025) માં ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) પર ચર્ચા થવાની છે. લોકસભામાં લગભગ 16 કલાક ચાલેલી ચર્ચા માટે કોંગ્રેસ અને ભાજપે પોતપોતાના વક્તાઓની યાદી જાહેર કરી છે, પરંતુ કોંગ્રેસના વક્તાઓની યાદીમાં શશિ થરૂરનું નામ ન હોવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીએ ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા કરવા માટે શશી થરૂરનો (CONGRESS MP - SHASHI THAROOR) સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં, શશિ થરૂરનો ઓપરેશન સિંદૂર પર બોલવાનો ઇનકાર અને કેન્દ્ર સરકાર તરફી તેમની ટિપ્પણીઓ તેમના અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચેના વધતા તણાવ તરફ ઈશારો કરી રહી છે.

શશિ થરૂરે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ સંસદીય પક્ષ (CPP) એ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે શશિ થરૂરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રો કહે છે કે, શશિ થરૂરે કહ્યું કે, તેઓ ફક્ત ઓપરેશન સિંદૂરની સફળતા અને કેન્દ્ર સરકારને સમર્થન અંગેના પોતાના વિચારો રજુ કરશે, જે પાર્ટી લાઇન સાથે મેળ ખાતી નથી. તો આજે જ્યારે શશિ થરૂર સંસદ પહોંચ્યા, ત્યારે તેમણે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં 'મૌનવ્રત, મૌનવ્રત' કહીને કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Advertisement

કોંગ્રેસની રણનીતિ શું છે ?

કોંગ્રેસે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ગૌરવ ગોગોઈ, દીપેન્દ્ર હુડ્ડા, પૃથ્વી શિંદે, સપ્તગિરી ઉલ્કા અને બ્રિજેન્દ્ર ઓલાને પ્રાથમિકતા આપી છે. ગૌરવ ગોગોઈને વિપક્ષ વતી ચર્ચાનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, શશિ થરૂરનું નામ જાણી જોઈને વક્તાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું ન હતું, કારણ કે તેમની કેન્દ્ર સરકાર તરફી ટિપ્પણીઓ કોંગ્રેસની રણનીતિને નબળી બનાવી શકે છે. કોંગ્રેસ ઓપરેશન સિંદૂરને સમર્થન આપતી વખતે પણ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માંગે છે. શશી થરૂરનો G-23 જૂથ સાથેનો સંબંધ, અને ઇન્દિરા ગાંધીની કટોકટી નીતિની ટીકા કરતો લેખ લખવો પણ પાર્ટી નેતૃત્વ સાથેના તેમના તણાવપૂર્ણ સંબંધોનું કારણ છે.

Advertisement

પ્રશંસા કોંગ્રેસની સત્તાવાર લાઇનથી અલગ હતી

શશિ થરૂરનું નામ વક્તાઓની યાદીમાં ન હોવાનું એક કારણ કોંગ્રેસ સાથેના મતભેદો છે. શશિ થરૂરે ઓપરેશન સિંદૂરને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. ઓપરેશન સફળ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે 7 મે, 2025 ના રોજ તેમની એક પોસ્ટમાં અને અનેક ઇન્ટરવ્યુમાં ઓપરેશન સિંદૂરની પ્રશંસા પણ કરી હતી. શશિ થરૂર દ્વારા કરવામાં આવેલી પ્રશંસા કોંગ્રેસની સત્તાવાર લાઇનથી અલગ હતી, જે કેન્દ્રના પગલાને ટેકો આપતી વખતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવાના દાવા પર સવાલ ઉઠાવી રહી હતી.

ઓપરેશન સિંદૂર સફળ રહ્યું

કોંગ્રેસે આ અંગે સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી હતી, પરંતુ શશિ થરૂરે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર સફળ રહ્યું હતું. શશિ થરૂરે કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી તેનાથી કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષ ફેલાયો. કોંગ્રેસના કેટલાક નેતાઓએ શશિ થરૂર પર ભાજપના પ્રવક્તા જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો ---- સિનિયર કોંગી આગેવાનનો બફાટ, 'આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા, તેનો કોઇ પુરાવો નથી...!'

Tags :
Advertisement

.

×