Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Oparation Sindoor : પાકિસ્તાનને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આપ્યું નવું ટેન્શન! રાજનાથ સિંહે કહ્યું ઓપરેશન સિંદૂર તો હજુ ટ્રેલર

oparation sindoor   પાકિસ્તાનને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આપ્યું નવું ટેન્શન  રાજનાથ સિંહે કહ્યું ઓપરેશન સિંદૂર તો હજુ ટ્રેલર
Advertisement

Operation Sindoor : પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ ભારતના ભીષણ હુમલાથી પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું છે. જ્યારે તેમણે યુદ્ધવિરામની વિનંતી કરી, ત્યારે ભારતે પોતાની શરતો પર સંમતિ આપી. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી દેશભરમાં તિરંગા યાત્રા કાઢીને કરવામાં આવી રહી છે. 15 મેના રોજ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા. ત્યાં તેમણે પાકિસ્તાનને સીધી ચેતવણી આપતા કહ્યું કે અમે તેમની છાતી પર એવો ઘા કર્યો છે કે તેઓ હંમેશા તેને યાદ રાખશે. સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે જો પાડોશી દેશ આતંકવાદી પ્રવૃત્તિઓ પર રોક નહીં લગાવે તો તેને તેની મોટી કિંમત ચૂકવવી પડશે. રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે આતંકવાદીઓએ તેમના ધર્મ વિશે પૂછ્યુ પછી માર્યા અને અમે તેમના કાર્યો જોયા પછી માર્યા.

આતંકવાદ સામેની લડાઈમાં ઈઝરાયલે ફરી એકવાર ભારતને ટેકો આપ્યો છે. ત્યાંના સંરક્ષણ મંત્રાલયના મહાનિર્દેશક, મેજર જનરલ (નિવૃત્ત) અમીર બારામે, 'ઓપરેશન સિંદૂર' ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ રીતે, સમગ્ર વિશ્વમાં ભારત માટે સમર્થન સતત વધી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આમિર બરામએ ગુરુવારે ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે વાત કરી હતી. તેમણે આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બદલ ભારતને અભિનંદન આપ્યા. આ દરમિયાન, આમિર બરામે આતંકવાદ સામે ભારતની ન્યાયી લડાઈમાં ઇઝરાયલના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી.

Advertisement