KBC 17 : અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર દેખાશે Operation Sindoor ની વીરાંગનાઓ, જાણો શું છે ખાસ
- કૌન બનેગા કરોડપતિના આગામી શો માં દેશભક્તિનો માહોલ સર્જાશે
- ઓપરેશન સિંદૂરની વીરાંગનાઓ મહાનાયક સામે હોટ સીટ પર બેસશે
- ઓપરેશન સિંદૂર પર ગર્વ થાય તેવી માહિતી આપતો પ્રોમો રીલીઝ
KBC 17 : કર્નલ સોફિયા કુરેશી (Clonal Sofia Qureshi) સહિતના ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ના મહત્વના ઓફિસર્સ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિની 17 મી સીઝન' (Kaun Banega Crorepati - Season 17) માં જોવા મળશે. સ્વતંત્રતા દિવસે (Independence Day Special Episode) ખાસ વ્યક્તિત્વ હોટ સીટ પર બેસશે, જે દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) દરમિયાન સોફિયા કુરેશીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ મીડિયાની સામે આવ્યા હતા અને સમગ્ર વિશ્વને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. હવે તેઓએ KBC શો પર મહાનાયક અમિતાભ બચ્ચન જોડે ઓપરેશન સિંદૂરની કેટલીક વધુ ખાસ વિગતો શેર કરી છે.
View this post on Instagram
KBC નો આગામી એપિસોડ ખાસ રહેશે
તમને જણાવી દઈએ કે, આ વખતે 'કૌન બનેગા કરોડપતિ 17' (Kaun Banega Crorepati - Season 17) માં કર્નલ સોફિયા કુરેશી (Clonal Sofia Qureshi) સાથે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ (Wing Commander Vyomika Singh) અને કમાન્ડર પ્રેરણા દેવસ્થલી (Commander Prerna Deosthalee) આવવાના છે. એટલે કે, નેવી, એરફોર્સ અને આર્મીના અનુભવી અધિકારીઓ હોટ સીટ પર જોવા મળશે. તાજેતરમાં આ શોના પ્રોમોમાં, કર્નલ સોફિયા કુરેશી (Clonal Sofia Qureshi) ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર વિગતો મુકતા વાત કરતા જોવા મળે છે. દરેક ભારતીયે ઓપરેશન સિંદૂર પર ગર્વ વ્યક્ત કર્યો હતો. આ ઓપરેશનમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા તમામના મૃત્યુનો બદલો લેવામાં આવ્યો હતો.
સોફિયા કુરેશી ઓપરેશન સિંદૂર વિશે વાત કરશે
હવે આ વિશે વાત કરીએ તો, KBC ના ખાસ એપિસોડમાં, કર્નલ સોફિયા કુરેશી (Clonal Sofia Qureshi) એ જણાવ્યું છે કે, કેવી રીતે ભારતીય સશસ્ત્ર દળોએ 9 પાકિસ્તાની આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. 7 મેની સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ નવ પાકિસ્તાની આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે, પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર કેમ ચલાવવામાં આવ્યું ? તેમણે કહ્યું- 'પાકિસ્તાન આવું કરી રહ્યું છે, તેથી જવાબ આપવો જરૂરી હતો સાહેબ. એટલા માટે ઓપરેશન સિંદૂરનું આયોજન કરવામાં આવ્યું હતું.'
View this post on Instagram
વ્યોમિકા સિંહ અને પ્રેરણા દેવસ્થાલીએ પણ નિવેદન આપ્યું
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે (Wing Commander Vyomika Singh) આ અંગે વધુ વાત કરતા કહ્યું, 'રમત 25 મિનિટમાં, 1:05 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી સમાપ્ત થઈ ગઈ. કમાન્ડર પ્રેરણા દેવસ્થાલીએ (Commander Prerna Deosthalee) કહ્યું, 'લક્ષ્યોનો નાશ કરવામાં આવ્યો હતો અને કોઈ નાગરિકને નુકસાન થયું ન હતું. સોફિયા કુરેશી (Clonal Sofia Qureshi) કહે છે કે આ એક નવું ભારત છે.
આ પણ વાંચો ----- LIVE: 79th Independence Day : સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશભરમાં ઉત્સાહ, લાલ કિલ્લા પર યોજાશે મુખ્ય કાર્યક્રમ


