Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor : ભારતે પાકિસ્તાનની પરમાણુ શસ્ત્રોના મુખ્ય મથક કિરાના હિલ્સને પણ ટાર્ગેટ કરી હતી, ચોંકાવનારો દાવો

વિશ્વ વિખ્યાત સેટેલાઈટ ઈમેજ એનાલિસ્ટ ડેમિયન સિમોન (Damien Simon) એ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) સંદર્ભે ચોંકાવનારો દાવો કર્યો છે. ડેમિયન અનુસાર ભારતે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના મુખ્ય મથક કિરાના હિલ્સ (Kirana Hills) ને પણ ટાર્ગેટ કરી હતી. વાંચો વિગતવાર.
operation sindoor   ભારતે પાકિસ્તાનની પરમાણુ શસ્ત્રોના મુખ્ય મથક કિરાના હિલ્સને પણ ટાર્ગેટ કરી હતી  ચોંકાવનારો દાવો
Advertisement
  • વિશ્વ વિખ્યાત સેટેલાઈટ ઈમેજ એનાલિસ્ટ ડેમિયન સિમોને કર્યો ચોંકાવનારો દાવો
  • ભારતે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના મુખ્ય મથક કિરાના હિલ્સને પણ ટાર્ગેટ કરી હતી
  • સરગોધા એરબેઝનો સમારકામ કરાયેલ રનવે પણ સ્પષ્ટ દેખાય છે - ડેમિયન સિમોન

Operation Sindoor : 22 મી એપ્રિલે થયેલા અમાનવીય અને હીચકારા પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam terrorist attack) ના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધર્યુ હતું. આ ઓપરેશનમાં ભારતે આતંકવાદીઓના મહત્વના સ્થળોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. જો કે ઓપરેશન સિંદૂર અંગે વિશ્વ વિખ્યાત સેટેલાઈટ ઈમેજ એનાલિસ્ટ ડેમિયન સિમોન (Damien Simon) એ ચોંકાવનારો દાવો કર્યો છે. ડેમિયન અનુસાર ભારતે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના મુખ્ય મથક કિરાના હિલ્સને પણ ટાર્ગેટ કરી હતી. સિમોને એક પોસ્ટમાં લખ્યું કે, ગુગલ અર્થની જૂન 2025ની તસવીરો કિરાના હિલ્સ પર ભારતીય હુમલાની અસર સ્પષ્ટપણે દર્શાવે છે.

કેમ મહત્વની છે કિરાના હિલ્સ ?

ઓપરેશન સિંદૂરના એક મહત્વના ભાગ રૂપે ભારતે 9-10 મેની રાત્રે 15 બ્રહ્મોસ મિસાઈલો અને અન્ય ઘાતક શસ્ત્રો ઝીંક્યા હતા. જેમાં પાકિસ્તાનના 13 મુખ્ય એરબેઝમાંથી 11 ને નુકસાન થયું હતું. પાકિસ્તાનના સરગોધા જિલ્લામાં સ્થિત કિરાના હિલ્સને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમનો ગઢ માનવામાં આવે છે. તેમાં ભૂગર્ભ સંગ્રહ સુવિધાઓ, ટનલ અને રડાર સ્ટેશન હોવાનું કહેવાય છે. 1980ના દાયકામાં અહીં પરમાણુ પરીક્ષણો પણ કરવામાં આવ્યા હતા. સરગોધા એરબેઝની નજીક હોવાને કારણે તેનું મહત્વ વધુ વધી જાય છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  ચીને તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા ડેમનું શરૂ કર્યું બાંધકામ

ડેમિયન સિમોનનો ચોંકાવનારો દાવો

ડેમિયન સિમોન વિશ્વ વિખ્યાત સેટેલાઈટ ઈમેજ એનાલિસ્ટ છે. તેઓ ભૂ-ગુપ્તચર સંશોધક તરીકે પણ સારી એવી ખ્યાતિ ધરાવે છે. તેમણે X પર ઓપરેશન સિંદૂર સંદર્ભે એક પોસ્ટ કરતા ચકચાર મચી ગઈ છે. સિમોને X પોસ્ટમાં લખ્યું કે, ગુગલ અર્થની જૂન 2025 ની તસવીરો કિરાના હિલ્સ પર ભારતીય હુમલાની અસર સ્પષ્ટપણે દર્શાવે છે. આ સાથે સરગોધા એરબેઝનો સમારકામ કરાયેલ રનવે પણ સ્પષ્ટ દેખાય છે.તેમણે કહ્યું કે, ગૂગલ અર્થ પરથી મળેલા ઈમેજીસ દર્શાવે છે કે ભારતે કિરાના હિલ્સને પણ નિશાન બનાવ્યા હતા. આ હુમલો સરગોધા જિલ્લામાં થયો હતો. જો કે, આ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી. નિષ્ણાતોના મતે, ભારતની આ કાર્યવાહી પાકિસ્તાનને માત્ર ચેતવણી હતી.

આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનો નરોવા-કુંજરોવા: ‘પાંચ ફાઇટર વિમાનો તોડી પાડવામાં આવ્યા’

Tags :
Advertisement

.

×