OPERATION SINDOOR માં ક્ષતિગ્રસ્ત પાકિસ્તાનનું એરપોર્ટ આજે પણ ચાલુ થઇ શક્યું નથી
- પહલગામ આતંકી હુમલાના વળતા જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું
- ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીની તબાહી મચાવી હતી
- હુમલાને 2 મહિના વિત્ય છતાં આજે પણ એરપોર્ટ પર રીપેરીંગ કાર્ય ચાલુ છે
OPERATION SINDOOR : પાકિસ્તાન (PAKISTAN) ના રહીમ યાર ખાન એરબેઝનો (RAHIM YAR KHAN AIRBASE) રનવે (RUN WAY) હજુ કાર્યરત થયો નથી. 10 મેના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત દ્વારા આ એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં તેને નુકસાન થયું હતું. ત્યારથી આ એરપોર્ટનું સંચાલન બંધ છે અને હવે બંધનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.
હવે ફરી એકવાર એરમેનને નોટિસ જારી કરવામાં આવી છે
પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા હવે એરમેનને બીજી નોટિસ (NOTAM) જારી કરવામાં આવી છે, જે મુજબ રનવે હવે ઓછામાં ઓછા 6 ઓગસ્ટ સવારે 4:49 વાગ્યા સુધી (ભારતીય સમય અનુસાર સવારે 5:29 વાગ્યા સુધી) બંધ રહેશે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાને એક નોટમ જારી કરીને કહ્યું હતું કે એરબેઝનો રનવે એક અઠવાડિયા સુધી ફ્લાઇટ ઓપરેશન માટે ઉપલબ્ધ રહેશે નહીં.
એરબેઝ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
તે બાદ આ રનવેના ઉદઘાટન માટે ઘણી તારીખો આપવામાં આવી હતી. પરંતુ તે હજુ સુધી શરૂ થયો નથી. બીજો NOTAM 4 જૂને જારી કરવામાં આવ્યો હતો, જેમાં બંધ 4 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે રહીમ યાર ખાન એરબેઝ ઉપરાંત, શેખ ઝાયેદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ અહીં આવેલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા (PAHALGAM TERROR ATTACK) બાદ ભારત દ્વારા નિશાન બનાવવામાં આવેલા 11 સ્થળોમાં રહીમ યાર ખાન એરબેઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી, ભારતે પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ હુમલો કર્યો. આ હુમલા પછી, પાકિસ્તાને ભારત સાથે યુદ્ધવિરામ કરાર માટે વાટાઘાટો કરવી પડી હતી.
આ પણ વાંચો ---- Pakistan સમર્થિત TRF ને અમેરિકા દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું


