Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓપરેશન સિંદૂર યથાવત, ભારતીય વાયુ સેનાનું મોટું નિવેદન

OPERATION SINDOOR : ઓપરેશન સિંદૂર યથાવત હોવાનું જણાવા મળ્યું છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ ચોક્સાઇ પૂર્વક કાર્યોને પૂર્ણ કર્યા છે.
ઓપરેશન સિંદૂર યથાવત  ભારતીય વાયુ સેનાનું મોટું નિવેદન
Advertisement
  • ભારતીય વાયુ સેનાના ટ્વીટર હેન્ડલ પરથી માહિતી સામે આવી
  • દુશ્મન દેશ વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર યથાવત હોવાનું જણાવ્યું
  • આ અંગેની માહિતી બ્રિફીંગમાં આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરાયો

OPERATION SINDOOR : આજે રવિવારે બપોરના સમયે ભારતીય વાયુ સેનાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂર યથાવત હોવાનું જણાવવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના ચોક્સાઇ પૂર્વક કાર્યોને પૂર્ણ કર્યા છે. આ અંગે યોગ્ય સમયે બ્રિફીંગ આપવામાં આવશે તેવું વાયુસેનાના સુત્રોએ ઉમેર્યું છે.

ગતરોજ ભારત અને પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધ વિરામ પાછળ અમેરિકા દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું હતું. જો કે, આ વાતને 12 કલાક જેટલો જ સમય વિત્યો હશે, ત્યાં ભારતીય વાયુ સેના દ્વારા ટ્વીટ કરીને મોટી જાણકારી આપવામાં આવી છે. ભારતીય વાયુ સેનાએ ટ્વીટમાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર અંતર્ગત અમને સોંપવામાં આવેલા કાર્યોને સફળતા પૂર્વક ચોક્સાઇ અને પ્રોફેશનાલીઝમ સાથે પાર પાડ્યા છે. રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ કાર્ય કરવામાં આવ્યું છે.

Advertisement

યુદ્ધ વિરામ બાદ ટ્વીટ મારફતે મોટી માહિતી આપી

વધુમાં ટ્વીટમાં જણાવ્યું કે, ઓપરેશન્સ હજી પણ ચાલી રહ્યું છે. આ અંગેનું બ્રિફીંગ થોડાક સમયમાં આપવામાં આવશે. ભારતીય વાયુ સેના દ્વારા કોઇ પણ પ્રકારની પાયાવિહોણી માહિતીથી દુર રહેવા માટે સતર્ક કરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, યુદ્ધ વિરામ બાદ ભારતીય વાયુ સેના દ્વારા ટુંકી માહિતી આપીને ઓપરેશન સિંદૂર જારી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ બાદ ભારતીય વાયુ સેનાની બ્રિફીંગ પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો ---  BSF અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હથિયાર-વિસ્ફોટક જપ્ત

Tags :
Advertisement

.

×