OperationSindoor2 : ભારત અંગે PAK સંરક્ષણ પ્રધાનનો જવાબ સાંભળી US એન્કર પણ ગુસ્સે થઈ!
- વૈશ્વિક પટલ પર પાકિસ્તાનની ફરી થઈ ફજેતી (OperationSindoor2)
- મોટા દાવા કરતું પાકિસ્તાન અંદરથી કેટલું નબળું, પોકળ છે તેનો વીડિયો થયો વાઇરલ
- US ની ન્યૂઝ ચેનલ પર પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનું હાસ્યાસ્પદ નિવેદન!
- ભારતના લડાકુ વિમાનોને તોડી પાડ્યા અંગે પુરાવો માંગ્યા તો આપ્યું અર્થહીન નિવેદન
- ખ્વાજા આસિફનાં નિવેદન બાદ એન્કર પણ ભડકી, આપ્યો ઠપકો
OperationSindoor2 : આતંકીઓનું ગઢ એવું પાકિસ્તાન તેની ધમકીઓ માટે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. મોટા દાવા કરતું પાકિસ્તાન (Pakistan) અંદરથી કેટલું નબળું, પોકળ અને ખોટું છે તેનું ઉદાહરણ આપતું એક વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને (Khawaja Asif) એક અમેરિકન (US) ન્યૂઝ ચેનલનાં એન્કરે લાઈવ ટીવી શો દરમિયાન ઠપકો આપ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થયો છે.
ખ્વાજા આસિફની પ્રતિક્રિયાથી એન્કર પણ ગુસ્સે થઈ!
જણાવી દઈએ કે, પાકિસ્તાનના (Pakistan) સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને શોમાં ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલા અંગે ચર્ચા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન, એન્કરે તેમને પૂછ્યું કે શું પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા દાવાનો કોઈ પુરાવો છે કે તેણે ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. આ અંગે ખ્વાજા આસિફની પ્રતિક્રિયાથી એન્કર પણ ગુસ્સે થઈ જાય છે.
આ પણ વાંચો - OperationSindoor2 : 'આતંકીસ્તાન' ના મિત્ર દેશ 'ડ્રેગન' એ પણ છેડો ફાડ્યો!
પુરાવા તરીકે સોશિયલ મીડિયાની કરી વાત
તમને જણાવી દઈએ કે, ભારતે 6 અને 7 મેની રાત્રે હવાઈ હુમલા દ્વારા પાકિસ્તાન (Pakistan) અને POK માં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ પછી, પાકિસ્તાન દ્વારા ખોટા દાવા કરવામાં આવી રહ્યા હતા કે તેણે ભારતના લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. આ જ મુદ્દા પર, અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનનાં બેકી એન્ડરસને પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને પૂછ્યું કે શું પાકિસ્તાન પાસે તેના દાવાઓના કોઈ પુરાવા છે ? આના પર ખ્વાજા આસિફે (Khawaja Asif) જવાબ આપ્યો કે, 'બધું જ સોશિયલ મીડિયા પર છે. અમારા પર નહીં, પણ ભારતીય સોશિયલ મીડિયા પર.... આ જેટ વિમાનોનો કાટમાળ કાશ્મીરમાં પડ્યો હતો.' આ બધું ભારતીય મીડિયામાં ચાલી રહ્યું છે. આના પર, સીએનએન એન્કરે તેમને ઠપકો આપ્યો અને કહ્યું કે, અમે તમને અહીં સોશિયલ મીડિયા સામગ્રી પર ચર્ચા કરવા માટે નથી બોલાવ્યા.
આ પણ વાંચો - Gaza Drone: બે દિવસમાં પાકિસ્તાનનો ઘમંડ નીકળી ગયો, ઈરાન પાસે કરી હથિયારની માંગણી