India-Pakistan match ને લઇને વિપક્ષનો હલ્લાબોલ, પૂતળા દહન કરીને બહિષ્કારની કરી માંગ
- એશિયા કપમાં India-Pakistan match વચ્ચે મેચ યોજાવા જઈ રહી છે
- દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 14 સપ્ટેમ્બરે મેચ યોજાવવાની છે
- પહેલગામ હુમલાને લઇને ભારતીય ચાહકોમાં આ મેચનો ક્રેઝ જોવા મળી રહ્યો નથી
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આવતીકાલે એટલે કે તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ એશિયા કપ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક યોજાવા જઈ રહી છે. એક વર્ષ પછી બંને દેશો ક્રિકેટના મેદાન પર સામસામે ટકરાશે. આ વખતે ભારતીય ચાહકોમાં આ મેચનો ક્રેઝ જોવા મળી રહ્યો નથી કારણ કે જમ્મુ અને કાશ્મીરની પહેલગામ ખીણમાં પાકિસ્તાની આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી.આ મેચને લઈને રાજકીય હોબાળો મચી ગયો છે. ઘણી પાર્ટીઓએ આ મેચનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે પાકિસ્તાન સાથે મેચ રમવી એ શહીદોનું અપમાન છે.ભારત-પાકિસ્તાન મેચને લઇને દેશમાં રાજકારણ થઇ રહ્યું છે. કોંગ્રેસના સાંસદ થી લઇને વિવિધ રાજકિય પાર્ટીઓ ભારત-પાકિસ્તાન મેચ અંગે વિરોધ વ્યકત કર્યો છે.
India-Pakistan match અંગે વિપક્ષનો હંગામો
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં પુતળાનું દહન કર્યું. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પુતળાનું દહન કરવામાં આવ્યું. આ દરમિયાન AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ પણ હાજર હતા. અન્ય કાર્યકરોએ પણ નારા લગાવ્યા, 'રક્ત અને મેચ સાથે નહીં ચાલે.'
India-Pakistan match અંગે BCCIનો શું દલીલ છે?
ભારત-પાકિસ્તાન મેચ અંગે, BCCI સચિવે તાજેતરમાં કહ્યું હતું કે બોર્ડ કેન્દ્ર સરકારના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરે છે. સરકારની સ્પષ્ટ નીતિ છે કે ભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમી શકે છે. પરંતુ તે પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમશે નહીં.
VIDEO | Mumbai: Shiv Sena (UBT) chief Uddhav Thackeray on India-Pakistan Asia Cup match says, “How can war and cricket go together? Tomorrow’s match is being played for money; party’s women’s wing will protest.”
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/oymO2D0hTA
— Press Trust of India (@PTI_News) September 13, 2025
India-Pakistan match પર મહારાષ્ટ્રમાં રાજકારણ
શિવસેના ઉદ્ધવ જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ ભારત-પાકિસ્તાન મેચના બહાને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું, 'શું થયું, અમે પાકિસ્તાન સાથે મેચ રમવા જઈ રહ્યા છીએ જેની સાથે અમે યુદ્ધ લડી રહ્યા હતા. મને લાગે છે કે આ લોકો દેશભક્તિની મજાક ઉડાવી રહ્યા છે. મજાક જ નહીં પણ દેશભક્તિનો વ્યવસાય પણ કરી રહ્યા છે. તેમના માટે, રાષ્ટ્રીય હિત કરતાં વ્યવસાય વધુ મહત્વપૂર્ણ છે.જ્યારે શિવસેના ઉદ્ધવ જૂથે ભારત-પાકિસ્તાન મેચના બહાને ભાજપ પર હુમલો કર્યો, ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપના મંત્રી નિતેશ રાણેએ વળતો જવાબ આપ્યો. નિતેશ રાણેએ કહ્યું કે કાલે આદિત્ય ઠાકરે પોતે બુરખામાં છુપાઈને ભારત પાકિસ્તાન મેચ જોશે.
પંજાબના મુખ્યમંત્રીએ India-Pakistan match પર સવાલ ઉઠાવ્યા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ પણ ભારત-પાકિસ્તાન મેચ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, 'જ્યારે દિલજીત દોસાંઝની ફિલ્મ બહાર આવે છે, ત્યારે તેઓ કહે છે કે તે દેશદ્રોહી છે, તેને રોકો. પરંતુ જ્યારે મોટા સાહેબનો પુત્ર ICC અને BCCI જોઈ રહ્યો છે, ત્યારે બધું બરાબર છે.'
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ શું કહ્યું?
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'અમારી સમસ્યા હંમેશા દ્વિપક્ષીય ક્રિકેટ મેચો સાથે રહી છે, અને મને નથી લાગતું કે અમને ક્યારેય મોટી ટુર્નામેન્ટના બહુપક્ષીય ભાગ સાથે કોઈ સમસ્યા થઈ છે... જે બન્યું તેને અવગણી શકાય નહીં. મારા રાજ્યનો વિસ્તાર સીધો ભોગ બન્યો છે... આપણે બધાએ પહેલગામમાં શું થયું તે જોયું. આ અમારી વાસ્તવિક ચિંતાઓ છે.'
આ પણ વાંચો: આતંકી હુમલામાં મૃતકના પત્નીનો ભારત-પાક.ની મેચનો વિરોધ, 'ઘા પર મીઠુ નાંખવા' જેવું ગણાવ્યું


