બાળકલાકાર તરીકે નેશનલ એવોર્ડ મેળવ્યો, ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચી, આજે રીક્ષા ચલાવવા મજબુર
- બાળકલાકાર તરીકેની મોટી સફળતા ટુંકા ગાળાની મહેમાન જ રહી
- સલામ બોમ્બે ફિલ્મમાં ચાપુનું પાત્ર ભજવનાર આજે રીક્ષા ચલાવે છે
- ફિલ્મને ઓસ્કાર માટે પણ નોમીનેટ કરવામાં આવી હતી
BOLLYWOOD : દુનિયાભરમાં સિનેમા ફક્ત મનોરંજનનું જ નહીં, પણ ભાવનાત્મક જોડાણનું માધ્યમ બની ગયું છે. દર વર્ષે વિવિધ શૈલીઓની અસંખ્ય ફિલ્મો રિલીઝ થાય છે, ક્યારેક રોમેન્ટિક, ક્યારેક એક્શન અને ક્યારેક સાચી ઘટનાઓ પર આધારિત. કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરે છે તો કેટલીક ફિલ્મો તેમની ઊંડાઈ અને સંવેદનશીલતાને કારણે વર્ષો પછી પણ યાદ રહે છે. આવી જ એક ફિલ્મ 'સલામ બોમ્બે' (SALAAM BOMBAY) છે, જે 1988 માં રિલીઝ થઈ હતી. મીરા નાયર (MIRA NAIR) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે તે સમયે બહુ ધ્યાન ખેંચ્યું ન્હતું, પરંતુ સમય જતાં તે ભારતીય સિનેમાની કલ્ટ ફિલ્મોમાંની એક બની ગઈ. અંતે આ ફિલ્મ દ્વારા જ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનને (IRFAN KHAN - BOLLYWOOD) સિનેમા જગતમાં ઓળખ મળી હતી.
હીરો બન્યા પછી પણ ઓળખ ના મળી
આ ફિલ્મમાં ઇરફાન મુખ્ય ભૂમિકામાં નહીં પણ સહાયક અભિનેતાની ભૂમિતામાં હતા, પણ આ ફિલ્મનો આત્મા 12 વર્ષનો છોકરો હતો, જેનું પાત્ર શફીક સૈયદે (SAFIQ SAYED) ભજવ્યું હતું. તેમણે ફિલ્મ 'ચાપુ' ના મુખ્ય પાત્ર તરીકે દર્શકોના દિલ જીતી લીધા હતા. ભલે ફિલ્મમાં નાના પાટેકર (NANA PATEKAR) , રઘુવીર યાદવ (RAGHUBIR YADAV) , ઇરફાન ખાન (IRFAN KHAN), અનિતા કંવર (ANITA KANWAR) જેવા મોટા સ્ટાર્સનો જોડાયેલા હતા, પણ ફિલ્મની આખી વાર્તા ચાપુ એટલે કે શફીક સૈયદની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં એક માસૂમ બાળકની આંખો દ્વારા મુંબઈની શેરીઓના કડવા સત્યને દર્શાવવામાં આવ્યું હતું, જેના માટે શફીકને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત (CHILD ARTIST - NATIONAL AWARD WINNER) કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને બેસ્ટ ફોરેન લેન્ગવેજ કેટેગરીમાં ઓસ્કાર માટે પણ નોમીનેટ કરવામાં આવી હતી. તે બાદ લોકોને લાગતું હતું કે, હવે શફીકનું નસીબ ચમક્યું છે અને તે ફિલ્મ ઉદ્યોગમાં એક મોટા નામ તરીકે ઉભરી આવશે અને ભવિષ્યમાં બોલિવૂડનો મોટો સ્ટાર બનશે.
ગ્લેમરથી દૂર, સંઘર્ષોમાં જીવન પરોવાયું
પરંતુ દુઃખની વાત એ છે કે આ ફિલ્મની સફળતા છતાં, શફીક સૈયદનું જીવન બાળ કલાકાર માટે જેવું હોવું જોઈએ તેવું ના રહ્યું. ના તો તેને નાણાકીય સફળતા મળી કે ના તો તેમને જોઇએ તેવી ફિલ્મો મળી. આજે પણ તે ગ્લેમરથી દૂર સંઘર્ષથી ભરેલા જીવનનો સફર ખેડી રહ્યો છે. શફીકનો જન્મ અને ઉછેર બેંગલુરુની ઝૂંપડપટ્ટીમાં થયો હતો. કિશોરાવસ્થામાં તે તેના મિત્રો સાથે મુંબઈ ભાગી આવ્યો હતો, જ્યાં તેણે રેલ્વે સ્ટેશન નજીક ફૂટપાથ પર પોતાના દિવસો વિતાવ્યા હતા. ત્યારે મીરા નાયરની નજર તેમના પર પડી અને તેઓને 'સલામ બોમ્બે'માં કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ માટે તેઓને રોજના રૂ. 20 અને બપોરના ભોજનમાં વડા મળતા હતા.
હવે તે ઓટોના સહારે છે
'સલામ બોમ્બે' પછી શફીકે 1994 માં મીરા નાયરની બીજી ફિલ્મ 'પતંગ' માં કામ કર્યું હતું, પરંતુ બાદમાં તે જાણએ ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગયો હતો. તે બેંગ્લોર તેના પરિવાર પાસે પાછો ફર્યો હતો, જ્યાં તેણે પોતાનું સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું હતું. આજે શફીક સૈયદ ઓટો રિક્ષા ચલાવે છે. પોતાના પરિવારને ટેકો આપવા અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સાથે જ તે કન્નડ ફિલ્મ જગતમાં નાના પ્રોડક્શન હાઉસ સાથે કામચલાઉ કામ પણ કરે છે. મીડિયા સાથેના એક જૂના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, 'મારે મારા પરિવારની જવાબદારી લેવી પડી હતી. 1987 માં મારે આવી કોઈ જવાબદારી ન્હોતી.
પરિવાર અને સપના વચ્ચેનો સંઘર્ષ
આજે શફીક એક પરિવારનો મુખ્ય વ્યક્તિ છે. તે બેંગલુરુથી 30 કિલોમીટર દૂર એક નાના શહેરમાં તેની પત્ની, માતા, ત્રણ પુત્રો અને એક પુત્રી સાથે રહે છે. તેઓને 'સલામ બોમ્બે' માટે યાદ કરવામાં આવે છે, પરંતુ ફિલ્મોના ગ્લેમરથી તેમનું જીવન જોજનો દુર છે. વર્ષ 2008 માં, જ્યારે 'સ્લમડોગ મિલિયોનેર' ને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા મળી ત્યારે લોકોને 'સલામ બોમ્બે' અને ચાપુ યાદ આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો શફીક સામાન્ય જીવનમાં પાછો ફર્યો હતો, જ્યાં દરેક દિવસ શરૂઆત સંઘર્ષપૂર્ણ રીતે થાય છે. શફીક સૈયદની વાર્તા ભારતીય સિનેમાની વાસ્તવિકતા પર પ્રકાશ પાડવા માટે પૂરતી છે, જ્યાં કલાને માન્યતા મળે છે, પરંતુ કલાકારનું ભવિષ્ય ઘણીવાર ખોવાઈ જાય છે. એક સમયે ચાપુ તરીકે લાખો લોકોના દિલ જીતનાર આ બાળક હજુ પણ વધુ સારા જીવનની શોધમાં છે.
આ પણ વાંચો ---- Samantha Ruth Prabhu ની ધોરણ-10 માર્કશીટ થઈ વાયરલ, એક સ્કોલર સ્ટુડન્ટ બની સ્ટાર


