Navsari : ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં, એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની
- નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં
- કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો
- એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની
નવસારી જિલ્લો ડાંગરના પાક માટે જાણીતો છે. અહીંના ખેડૂતો વર્ષમાં બે વાર, ચોમાસું અને ઉનાળુ, એમ બે વાર ડાંગરનો પાક લે છે. આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડૂતોને સારી આવકની આશા બંધાઈ હતી. પાછલા કેટલાક સમયથી કુદરતની આગળ લાચાર બનેલા ખેડૂતને આશા હતી. કે આ વર્ષે રાહત મળશે. જોકે મે મહિનાની શરૂઆતથી જ શરૂ થયેલા કમોસમી વરસાદે જાણે ચોમાસું વહેલું લાવી દીધું હોય તેવી સ્થિતિ નું નિર્માણ કર્યું હતું.
વાવાઝોડા સાથેના ભારે વરસાદમાં ખેતરોમાં ઉભો પાક ઢળી પડ્યો હતો.જ્યાં પાકને ઓછું નુકસાન થયું હતું ત્યાં ખેડૂતોને કાપણીની ચિંતા સતાવી રહી હતી.જોકે વરસાદી માહોલ વચ્ચે થોડો ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાત-દિવસ એક કરીને,ચાઈના મશીનોની મદદથી પાક કાપી તો લીધો ડાંગર બચી ગયાનો સંતોષ તો થયો પરંતુ હવે વધુ મોટી સમસ્યા ઉભી થઈ છે. ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ડાંગરના વેચાણનો પ્રશ્ન ખેડૂતોની ઊંઘ બરબાદ કરી રહ્યો છે.
નવસારીના ડાંગર પકવતા ખેડૂતો કુદરતી આફત અને વેપારીઓની મનમાની આ બેવડા મારથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની એક જ અપીલ છે કે સરકાર કે સહકારી આગેવાનો તેમની પડખે આવે અને યોગ્ય ભાવે ડાંગરની ખરીદી થાય. હવે જોવું રહ્યું કે સરકાર અને તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલાં લે છે.
આ પણ વાંચોઃ Video : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં હેવમોરના ગોડાઉનમાં લાગી આગ, જીવ બચાવવા બે લોકોએ માર્યો કૂદકો