ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Attack : પહેલા આંતકવાદીઓનું સમર્થન થતું, હવે તેમના ખાતમાની માગ!

કાશ્મીરની મસ્જિદોમાંથી જાહેરાત કરવામાં આવી હતી અને આ ઘટનાની નિંદા કરવામાં આવી હતી.
10:59 PM Apr 22, 2025 IST | Vipul Sen
કાશ્મીરની મસ્જિદોમાંથી જાહેરાત કરવામાં આવી હતી અને આ ઘટનાની નિંદા કરવામાં આવી હતી.
J&K_Gujarat_first 2
  1. પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલાથી કાશ્મીરનાં લોકો પણ દુ:ખી
  2. ઠેર ઠેર કેન્ડલ માર્ચ, આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા સરકારને માગ
  3. કાશ્મીરની મસ્જિદોમાંથી ઐતિહાસિક જાહેરાત કરાઈ, આતંકવાદીઓનો ખાતમો કરવા માગ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી જમ્મુ અને કાશ્મીરનાં લોકો પણ દુઃખી છે. એટલું જ નહીં, કાશ્મીરની મસ્જિદોમાંથી જાહેરાત કરવામાં આવી હતી અને આ ઘટનાની નિંદા કરવામાં આવી હતી. આવા લોકો સામે કાર્યવાહી કરવા સરકારને અપીલ કરવામાં આવી છે. કાશ્મીરમાં બદલાયેલા વાતાવરણનું આ બીજું ઉદાહરણ છે. કારણ કે હવે ત્યાં આતંકવાદીઓનાં સમર્થકો દેખાતા નથી. પહેલગામ હુમલા પછી, ત્યાંના લોકોએ ઠેર ઠેર કેન્ડલ માર્ચ કાઢી છે. તેનો પડઘો ચોક્કસપણે પાકિસ્તાન સુધી પહોંચશે.

આ પણ વાંચો - TRF ની કાળી કારનામું! ઘર વેચીને તૈયાર કરે છે આતંકી,પાકિસ્તાનમાં ટ્રેનિગ

કાશ્મીરની મસ્જિદોમાંથી ઐતિહાસિક જાહેરાત કરાઈ!

હુમલાનાં બે કલાક પછી, કાશ્મીરની મસ્જિદોમાંથી એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી. એવું કહેવામાં આવ્યું હતું કે, પહેલગામ હુમલો ઇસ્લામ અને માનવતા વિરુદ્ધ છે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો અને આ હુમલો કાશ્મીરની શાંતિ અને એકતાને નષ્ટ કરવાનું કાવતરું છે. કાશ્મીર આપણું સામાન્ય ઘર છે અને અમે તેને આતંકવાદીઓનાં હાથમાં જવા દઈશું નહીં. કાશ્મીરનાં ધાર્મિક નેતાઓએ પ્રવાસીઓ સાથે એકતા વ્યક્ત કરી અને સરકાર પાસે આતંકવાદીઓને ખતમ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આવા કાયરતાપૂર્ણ હુમલા કરનારાઓને છોડવા જોઈએ નહીં.

આ પણ વાંચો - Pahalgam Terrorist Attack : CM ઓમર અબ્દુલ્લા, LG મનોજ સિંહા, ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક

લોકોએ મીણબત્તીઓ પ્રગટાવી અને મીણબત્તી કૂચ કાઢી

જમ્મુ અને કાશ્મીરનાં બારામુલ્લામાં, સ્થાનિક લોકોએ પહેલગામ આતંકવાદી હુમલાનાં વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ નોંધાવ્યો છે. દરમિયાન, શ્રીનગરમાં પણ સ્થાનિક લોકોએ મીણબત્તીઓ પ્રગટાવીને વિરોધ કર્યો છે. કાશ્મીરનો લાલ ચોક, જે પહેલા ખૂબ જ ભીડથી ભરેલો હતો, તે હાલ ખાલીખમ છે.

આ પણ વાંચો - VIDEO: આતંકીઓનો ભોગ બનતાં પહેલાં આ શું બોલે છે પ્રવાસી, પત્ની સાથે કેટલા ખુશ હતા?

Tags :
Amit ShahCRPFGUJARAT FIRST NEWSIndian-ArmyJammu and Kashmirjammu and kashmir policePahalgampahalgam terrorist attackpm narendra modiSOGSrinagarTop Gujarati Newधर्म पूछा
Next Article