Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Attack : એક તરફ આતંકી હુમલો, બીજી તરફ ભૂસ્ખલન, પ્રવાસીઓમાં ભયનો માહોલ

વેકેસન મનાવવા ગયેલા અન્ય પ્રવાસીઓ ડરી ગયા છે અને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી બહાર નીકળવા માંગે છે.
pahalgam attack   એક તરફ આતંકી હુમલો  બીજી તરફ ભૂસ્ખલન  પ્રવાસીઓમાં ભયનો માહોલ
Advertisement

Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરનાં (Jammu and Kashmir) પહેલગામમાં ગઈકાલે આતંકીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓ પર કાયરતાપૂર્વક ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 25 થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે અને 12 થી વધુ લોકો ઘવાયા છે.આ હુમલા બાદથી જમ્મુ-કાશ્મીરમાં ભયનો માહોલ છે. વેકેસન મનાવવા ગયેલા અન્ય પ્રવાસીઓ ડરી ગયા છે અને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી બહાર નીકળવા માંગે છે. જો કે, ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ છે અને તેઓ પાછા ફરી શકતા નથી. તે જ સમયે, પ્રવાસીઓ એક ક્ષણ માટે પણ કાશ્મીરમાં રહેવા માંગતા નથી. ત્યાંની હોટેલો ખાલી થઈ રહી છે.

ચારે બાજુ ભયનો માહોલ

સ્થાનિકોએ જણાવ્યું કે, પહેલગામની ઘટના (Pahalgam Tourists Attack) બાદ પ્રવાસીઓ ખૂબ જ ડરી ગયા છે અને પાછા જવા માંગે છે. શક્ય તેટલી વહેલી તકે જમ્મુ અને કાશ્મીર છોડવા માગે છે. હોટેલો એક બાદ એક ખાલી થઈ રહી છે. સ્થાનિકોએ કહ્યું કે, પ્રવાસી સિઝન શરૂ થવાની હતા ત્યારે આ હુમલાથી હવે બધુ ખતમ થઈ ગયું.

Advertisement

આ પણ વાંચો - Pahalgam Terror Attack : J&Kમાં 370 હટાવ્યા બાદ પહેલો મોટો આતંકી હુમલો, 27નાં મોતની આશંકા

Advertisement

હોટેલો ખાલી થવા લાગી, રસ્તાઓ ઉજ્જડ થયાં

એક પ્રવાસીએ જણાવ્યું કે, 'અમે રવિવારે પહેલગામમાં હતા, પછી બીજા દિવસે ગુલમર્ગ ગયા.' ગઈકાલે અમે ગોંડોલા રાઈડનો આનંદ માણી રહ્યા હતા ત્યારે સૈનિકોએ બધા પ્રવાસીઓને તાત્કાલિક હોટેલ પાછા ફરવાનો આદેશ આપ્યો. તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.શેરીઓ ઉજ્જડ છે અને બધી જગ્યા પર સેનાનાં જવાન તહેનાત છે. જણાવી દઈએ કે, ગોંડોલા રાઈડ (Gondola ride) એક પ્રકારની કેબલ કાર છે, જે પર્વતોમાં મુસાફરી કરવાનું સરળ બનાવે છે.

આ પણ વાંચો - Pahalgam Attack : PM મોદીનો સાઉદી અરબ પ્રવાસ, USA ઉપરાષ્ટ્રપતિની ભારત મુલાકાતથી બોખલાયું પાકિસ્તાન!

એક તરફ આતંકી હુમલો, બીજી તરફ ભૂસ્ખલન, પ્રવાસીઓ અટવાયા

પહેલગામ અને આસપાસના વિસ્તારોનાં ઘણા પ્રવાસીઓ શ્રીનગર જવા રવાના થયા અને હોટેલો ખાલી કરી દીધી. એક હોટલ માલિકે જણાવ્યું કે, પ્રવાસીઓ ડરી ગયા હતા અને રહેવા માંગતા ન હતા. પરંતુ, ભૂસ્ખલનને કારણે હાઇવે બંધ હોવાથી તેઓ જમ્મુ જઈ શક્યા નહીં. હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) ફસાયેલા પ્રવાસીઓ ભયભીત છે અને પોતાના ઘરે પાછા ફરવા માટે બેતાબ છે. રસ્તો બંધ થવાને કારણે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. બધા સુરક્ષિત ઘરે પહોંચે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો - Pahalgam Attack : સાઉદી અરેબિયાનો પ્રવાસ અધૂરો મૂકી PM મોદી ભારત પરત ફર્યા

Tags :
Advertisement

.

×