ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack : જળ સંધિ રોક્યા બાદ પાકિસ્તાનો નિર્ણય તમને ખળખળાટ હસાવી દેશે

Pahalgam Terror Attack : પ્રધાનમંત્રી અને પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી જોડે મુલાકાત કરીને નહેર પરિયોજના અટકાવવા સહમતી દર્શાવી
12:32 PM Apr 26, 2025 IST | PARTH PANDYA
Pahalgam Terror Attack : પ્રધાનમંત્રી અને પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી જોડે મુલાકાત કરીને નહેર પરિયોજના અટકાવવા સહમતી દર્શાવી

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટનામાં 26 લોકોના મૃત્યુ થયા છે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સિંધુ નદી જળ સંધિ સ્થગિત કરવા સહિતના મહત્વના વ્યુહાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને કારણે પાકિસ્તાનમાં પાણી સહિત અનેક મામલો પ્રશ્નો ઉદ્ભવશે. આ વચ્ચે પાકિસ્તાન દ્વારા વિવાદીત ચોલિસ્તાન નહરની યોજનાને (The Cholistan Canal Project) રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની પાછળનું કારણ, પાણી જ નહીં હોય તો નહેર શું કામ લાગશે, તેવું હોવાનું સોશિયલ મીડિયા માધ્યમ થકી સામે આવ્યું છે. આ વાત જાણનારા તમામ ખળખળાટ હસી રહ્યા છે.

સિંધમાં મોટી બબાલ થઇ હતી

પાક. સેના પ્રમુખ અસીમ મુનીર અને પંજાબની મુખ્યમંત્રી મરિયમ નવાજ દ્વારા પ્રાંતના રણ ક્ષેત્રમાં ફેબ્રુઆરી માસમાં ચોલિસ્તાન પરિયોજનાની શરૂઆત કરાવી હતી. જો કે, સિંધ પ્રાંતમાં આ પગલાંને લઇને મોટી બબાલ ઉભી થઇ ગઇ હતી. પાકિસ્તાની પીપલ્સ પાર્ટી સહિત વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા આ પરિયોજનાના વિરૂદ્ધમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું હતું. પીપીપી પાર્ટી કેન્દ્રમાં મુસ્લિમ લીગ - એન જોડે સત્તાની સાંઠગાંઠમાં છે.

શરીફ અને બિલાવલના એકસૂર

ભારત દ્વારા સિંધુ નદીન પાણી પર રોક લગાવ્યા બાદ પ્રધાનમંત્રી શહબાજ શરીફ અને પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી જોડે મુલાકાત કરીને નહેર પરિયોજના અટકાવવા માટે સહમતી દર્શાવી હતી. બંને પાર્ટીએ આ અંગે સહમત થયા હતા. આ યોજના સ્થગિત રહેશે જ્યાં સુધી પ્રાંતના વિવિધ અન્ય વિવાદો દુર કરવા માટે ઉચ્ચ સ્તરીય કાઉન્સિલ ઓફ કોમન ઇન્ટરેસ્ટ માં આ મુ્દ્દે સહમતિ થતી નથી.

આ પણ વાંચો --- Terror Attack બાદ ભારતના વલણથી ફફડી ઉઠેલા પાકિસ્તાનના રક્ષા મંત્રીની સુફીયાણી વાતો

Tags :
ambitiousattackGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsIndiairrigationPahalgamPakistanProjectriversharingsindhustopsuspendterrorwaterworld news
Next Article