Pahalgam Terror Attack : મોક ડ્રીલ અગાઉ જાણી લો...સાયરન કેમ અને ક્યારે વાગે છે ???
- War Situation માં ખાસ પ્રકારની Siren થી નાગરિકોને એલર્ટ કરાય છે
- મોબાઈલમાં પણ આ એલર્ટ મોકલવામાં આવે છે
- બ્રિટનમાં 2 વર્ષ અગાઉ Siren સાથે મોબાઈલ પર એલર્ટ મોકલાયા હતા
Pahalgam Terror Attack : અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે બીફોર વોર સીચ્યુએશન (War Situation) છે. આવી સ્થિતિમાં જ્યારે હવાઈ હુમલા (Air Strike) કરવામાં આવે ત્યારે ખાસ પ્રકારની સાયરનનો ઉપયોગ કરીને નાગરિકોને એલર્ટ મોકલવામાં આવે છે. આ એલર્ટ મોબાઈલમાં પણ આવે છે. મોકડ્રીલ અગાઉ આ બાબતો જાણવી જરુરી છે.
શું છે સાયરનનો અર્થ ?
આવતીકાલે 7 મેના રોજ એક મોક ડ્રીલ (Mock Drill) નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં હવાઈ હુમલાની ચેતવણી આપતી Siren વગાડવામાં આવશે. હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન એટલે એક ખાસ પ્રકારનો અવાજ. જ્યારે ભયજનક સ્થિતિ નજીક હોય ત્યારે આ અવાજ પ્રસારિત કરાય છે. હવાઈ હુમલા અને મિસાઈલ હુમલા વખતે વોર સાયરન ખાસ ઉપયોગ કરવામાં આવે છે. યુદ્ધ સિવાય ક્યારેક કુદરતી આપત્તિના કિસ્સામાં પણ આ Siren વગાડવામાં આવે છે. આ સાયરન સામાન્ય રીતે 60 સેકન્ડ માટે વાગે છે. Siren નો અવાજ એ સૂચવે છે કે લોકોએ સત્વરે સલામત સ્થળે જતા રહેવું જોઈએ.
કેવી રીતે પ્રસારિત થાય છે સાયરનનો અવાજ ?
આવતીકાલે ભારતમાં યોજાનારી Mock Drill દરમિયાન વાર Siren પણ વગાડવામાં આવશે. વિશ્વભરના દેશોમાં ભયજનક સ્થિતિ વખતે સાયરન વગાડવા માટે હવા, વીજળી અને ઈલેક્ટ્રોનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા દેશો ફરતી ડિસ્ક ટ્રેપમાં હોલ પાડીને તેનું ફાયરિંગ કરે છે. જેનાથી અવાજ ઉત્પન્ન થાય છે. ઘણા દેશોમાં ઈલેક્ટ્રિોનિક સાયરન (Electronic Sirens) નો ઉપયોગ થાય છે. મશીનમાં ડાયાફ્રેમ અથવા હોર્ન ફીટ કરવામાં આવે છે, જેમાંથી અવાજ નીકળે છે. આજકાલ Electronic Sirensનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, જે ડિજિટલી વાગે છે. તેમાં સ્પીકર્સ લગાવેલા હોય છે. કેટલીક સાયરનને રેડિયો ફ્રીક્વન્સી સાથે પણ જોડી શકાય છે.
India Attack on Pakistan : યુદ્ધના ભણકારા, સાયરન વાગે તો ડરતા નહીં! । Gujarat First@sanghaviharsh @HMOIndia @DefenceMinIndia #IndiaPakistan #MockDrill #HomeMinistryAlert #NationalSecurity #CivilDefense #EmergencyPreparedness #GujaratFirst pic.twitter.com/99ldbZhuVA
— Gujarat First (@GujaratFirst) May 6, 2025
આ પણ વાંચોઃ પાકિસ્તાન સરહદે ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા મળી
શું મોબાઈલ ફોન પર આવશે એલર્ટ ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે બીફોર વોર સીચ્યુએશન (War Situation) છે. ભારતે આવતીકાલે 7 મેના રોજ Mock Drill નું પણ આયોજન કર્યુ છે. જેમાં Siren નો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે હવાઈ હુમલા અને મિસાઈલ હુમલા જેવી ભયજનક સ્થિતિની ચેતવણી નાગરિકો સુધી પહોંચાડવા માટે સાયરનનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે એક થીયરી અનુસાર જ્યારે Mock Drill દરમિયાન સાયરન વાગશે ત્યારે મોબાઈલ ફોન પર પણ એલર્ટ આવશે. સાયરન અને મોબાઈલને સાંકળતી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું 2 વર્ષ અગાઉ બ્રિટન (UK) માં પરીક્ષણ થઈ ચૂક્યું છે. પરીક્ષણ દરમિયાન, સંદેશની સાથે એક બીપ વાગવા લાગી અને બધા 4G અને 5G મોબાઈલ ફોન વાઈબ્રેટ થયા હતા. સાયલન્ટ મોડમાં રહેલા ફોન પણ વાઈબ્રેટ થયા હતા. મોબાઈલ ફોનમાં વાગતી બીપ સતત 10 સેકન્ડ સુધી ચાલી હતી.
India Attack on Pakistan : આવી ગઈ ઘડી! Gujarat માં કાલે વાગશે War Siren | Gujarat First https://t.co/PNSYxUtnen
— Gujarat First (@GujaratFirst) May 6, 2025
આ પણ વાંચોઃ Mock Drills in India : ડરો નહીં, સાવધાન રહો! નાગરિકો આ રીતે કરી શકે છે મદદ


