Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Attack ના 3 દિવસ બાદ સુપરસ્ટાર રજનીકાંતનું રીએક્શન, કહ્યું, 'દુશ્મનો કાશ્મીરમાં....'

Pahalgam terror attack : કેન્દ્ર સરકાર દ્વારા દોષિતોને પકડીને એવી સખત કાર્યવાહી કરવી જોઇએ, જે કોઇની પણ કલ્પનાથી ઉપર હોય - રજનીકાંત
pahalgam attack ના 3 દિવસ બાદ સુપરસ્ટાર રજનીકાંતનું રીએક્શન  કહ્યું   દુશ્મનો કાશ્મીરમાં
Advertisement

Pahalgam terror attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે ક્રુરતાપૂર્ણ રીતે 26 લોકોની આતંકવાદીઓએ હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના દુનિયભરમાં પડઘા પડ્યા છે. અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવભર્યા થઇ ગયા છે. દુશ્મન દેશના આ કૃત્ય બાદ સામાન્ય નાગરિકોથી લઇને સેલીબ્રીટીમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અને દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તાજેતરમાં જેલર - 2 (JAILER - 2) ફિલ્મનું શુટીંગ પૂર્ણ કરીને સુપરસ્ટાર રજનીકાંત (SUPER STAR RAJNIKANT) ચેન્નાઇ પરત ફર્યા હતા. જ્યાં તેમણે આ ઘટનાને લઇને પોતાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું.

સંવાદનો વીડિયો ટ્વીટર (એક્સ) પર સુરેશ બાલાજી નામના યુઝરે મુક્યો

રજનીકાંતે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, દુશ્મન દેશ કાશ્મીરમાં શાંતિપૂર્ણ માહોલ બગાડવાની કોશિસ કરી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા દોષિતોને પકડીને એવી સખત કાર્યવાહી કરવી જોઇએ, જે કોઇની પણ કલ્પનાથી ઉપર હોય. આ સંવાદનો વીડિયો ટ્વીટર (એક્સ) પર સુરેશ બાલાજી નામના યુઝરે મુક્યો છે. જે બાદ આ વિગતો સપાટી પર આવવા પામી છે.

Advertisement

રજનીકાંતે પહલગામ આતંકી હુમલાની ભારે નિંદા કરી

સુરેશ બાલાજી પોતાને રજનીકાંતનો મોટો ફેન ગણાવે છે. તેણે વીડિયો શેર કરતા સમયે લખ્યું કે, થલાઇવર ચેન્નાઇ પહોંચ્યા અને પ્રેસ વાર્તા કરી હતી. સુપરસ્ટાર રજનીકાંતે પહલગામ આતંકી હુમલાની ભારે નિંદા કરી છે. આ ઘટના બાદ અનેક સેલીબ્રીટી પોતાનો ગુસ્સો અનેકવિધ માધ્યમો થકી ઠાલવી રહ્યા છે. અને ખુલીને સામે આવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- Pahalgam Terror Attack : દુશ્મન દેશની નાપાક હરકત, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Tags :
Advertisement

.

×