ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UN માં પાકિસ્તાને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, ભારતે આપ્યો એવો જવાબ કે થઇ ગઈ થૂં-થૂં...

પાકિસ્તાને ફરીથી સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતે એવો જવાબ આપ્યો છે કે ઇસ્લામાબાદનું ઘોર અપમાન થયું. ભારતે કહ્યું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રનું ધ્યાન ભટકાવવા માટે વારંવાર આ મુદ્દો ઉઠાવે છે. જ્યારે પાકિસ્તાનનો આરોપ પાયાવિહોણો, વાહિયાત અને ધ્યાન ભટકાવવાનો...
05:26 PM Jun 27, 2024 IST | Dhruv Parmar
પાકિસ્તાને ફરીથી સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતે એવો જવાબ આપ્યો છે કે ઇસ્લામાબાદનું ઘોર અપમાન થયું. ભારતે કહ્યું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રનું ધ્યાન ભટકાવવા માટે વારંવાર આ મુદ્દો ઉઠાવે છે. જ્યારે પાકિસ્તાનનો આરોપ પાયાવિહોણો, વાહિયાત અને ધ્યાન ભટકાવવાનો...

પાકિસ્તાને ફરીથી સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતે એવો જવાબ આપ્યો છે કે ઇસ્લામાબાદનું ઘોર અપમાન થયું. ભારતે કહ્યું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રનું ધ્યાન ભટકાવવા માટે વારંવાર આ મુદ્દો ઉઠાવે છે. જ્યારે પાકિસ્તાનનો આરોપ પાયાવિહોણો, વાહિયાત અને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. પાકિસ્તાન પોતાના દેશમાં બાળકો વિરુદ્ધ થઇ રહેલા જઘન્ય અપરાધોથી દુનિયાનું ધ્યાન હટાવવા માટે આવું કરી રહ્યું છે. બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ પર UN સુરક્ષા પરિષદની ચર્ચા દરમિયાન યુએનમાં ભારતના નાયબ પ્રતિનિધિ આર. રવીન્દ્રને કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે.

ભારતે કહ્યું કે, પાકિસ્તાનનું ઉપરોક્ત નિવેદન આદત, રાજનીતિહી પ્રેરિત અને ભારત વિરુદ્ધ ખરાબ ઈચ્છાને કારણે છે. ભારત આ પાયાવિહોણા અને વાહિયાત નિવેદનને સંપૂર્ણપણે નકારી કાઢે છે. તેમણે કહ્યું કે, UNSC માં વર્ષોથી બાળકો પરની ચર્ચાએ સશસ્ત્ર સંઘર્ષની પરિસ્થિતિઓમાં બાળકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પ્રકશિત કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ કરી છે. તેથી, આંતરરાષ્ટ્રીય સમુદાયે બાળકો સામે થતા ઉલ્લંઘનોને રોકવા અને સમાપ્ત કરવાના મહાતને ઓળખવું જોઈએ. તમને જણાવી દઈએ કે, બાળકો પરની ચર્ચા દરમિયાન પાકિસ્તાને કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા.

બાળકો પરની હિંસા સામે કડક પગલાં લેવાશે...

આર. રવીન્દ્રને કહ્યું કે, આ મામલે અમે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય અને મહાસચિવના વિશેષ પ્રતિનિધિના કામની પ્રશંસા કરીએ છીએ. જો કે, સશસ્ત્ર સંઘર્ષના બદલતા લેન્ડસ્કેપમાં બાળકો જે વિવિધ પડકારોનો સામનો kare છે તેને સંબોધવા અને અટકાવવા માટે ઘણું કામ કરવાનું બાકી છે. ભારતીય રાજદૂતે કહ્યું કે, આ વર્ષે બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ પર સુરક્ષા પરિષદના ઠરાવ 1261 ને અપનાવવાના 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. વર્ષોથી બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ પરના મુદ્દા પર UN માં ચર્ચાએ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયને બાળકો દ્વારા સામનો કરવામાં આવતા ગંભીર પડકારોને પ્રકશિત કરવામાં મદદ કરી છે.

હિંસા રોકવા કડક પગલાં લેવાની જરૂર...

સશસ્ત્ર સંઘર્ષની પરિસ્થિતિઓમાં બાળકો સામે આચરવામાં આવતા ગંભીર ઉલ્લંઘનોની તીવ્રતા અને ગંભીરતા એ ઊંડી ચિંતાનો વિષય છે. બાળકોના ગંભીર ઉલ્લંઘન, જાતીય હિંસા, બાળકો વિરુદ્ધ આતંકવાદી કૃત્યોને રોકવા અને કડક પગલાં લેવાની જરૂર છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં Heat Stroke! કરાચીમાં જ 450 લોકોના મોત

આ પણ વાંચો : CBIએ Neet Paper Leak કેસમાં મનીષ પ્રકાશ અને આશુતોષની કરી ધરપકડ

આ પણ વાંચો : Russia Train Accident : પેસેન્જર ટ્રેનના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 70થી વધુ લોકો…

Tags :
IndiaIndia reply to PakistanIslamabadKashmirPakistanPakistan again raised Kashmir issue in UNUNworld
Next Article