Terror Attack બાદથી પાકિસ્તાનની અવળચંડાઇ જારી, જડબાતોડ જવાબ આપતી ભારતીય સેના
- ભારતમાં આતંકી હુમલા બાદની ઘટનાથી પાકિસ્તાન અવળચંડાઇ કરી રહ્યું છે
- બોર્ડર પર કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર ફાયરિંગ જારી
- પાકિસ્તાનની કોઇ પણ નાની-મોટી હરકતનો જવાબ આપતી ભારતીય સેના
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદથી પાકિસ્તાન વૈશ્વિક મોરચે ઘેરાઇ રહ્યું છે. આ વચ્ચે આતંકવાદને આશરો અને પ્રોત્સાહન આપતા પાકિસ્તાને (PAKISTAN) લાજવાની જગ્યાએ ગાજી રહ્યું છે. અને ભારત પાકિસ્તાનની બોર્ડર પર એલઓસી પાસે કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર નાના હથિયારોથી ગોળીબાર (LOC FIRING) કરી રહ્યું છે. 30 એપ્રિલ - 1 મે ની રાત્રે પણ આ સિલસિલો જારી રહ્યો હતો. બીજી તરફ પાકિસ્તાનની ગોળીબારીનો ભારતીય સેના (INDIAN ARMY) સતત વળતો જવાબ આપી રહી છે.
During the night of 30 April-01 May 2025, Pakistan Army posts initiated unprovoked small-arms fire across the Line of Control opposite Kupwara, Uri and Akhnoor in the Union Territory of Jammu & Kashmir. These were responded proportionately by the Indian Army: Indian Army pic.twitter.com/lMPizYWqJo
— ANI (@ANI) May 1, 2025
ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે
ભારતમાં આતંકી હુમલાની ઘટના બાદ સરકાર દ્વારા લેવાયેલા વ્યુહાત્મક પગલાંના કારણે પાકિસ્તાન લાચારી તરફ ધકેલાઇ રહ્યું છે. આ વચ્ચે ભારતના નિર્ણયોથી હચમચી ઉઠેલા પાકિસ્તાન દ્વારા બંને દેશોની સીમા પર કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર ગોળીબારી કરવામાં આવી રહી છે. જેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ વચ્ચે વધુ એક વખત પાકિસ્તાનની અવળચંડાઇ સામે આવી છે.
કુપવાડા, ઉરી અને અખનુર ક્ષેત્રમાં આ ફાયરિંગની ઘટના
30 એપ્રિલ - 1 મે વચ્ચે પાકિસ્તાન દ્વારા કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર નાના હથિયારો વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એલઓસી નજીક કુપવાડા, ઉરી અને અખનુર ક્ષેત્રમાં આ ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી. જેની સામે ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ વળતો જવાબ આપવામાં આવ્યો છે.
ભારતની વળતી કાર્યવાહી અંગેનો ફફડાટ
અત્રે નોંધનીય છે કે, વિતેલા કેટલાય દિવસથી પાકિસ્તાની સેના દ્વારા કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વગર જ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જે આતંકવાદી ઘટના બાદ ભારતની વળતી કાર્યવાહી અંગે તેમનો ફફડાટ સમજવા માટે પુરતો છે.
આ પણ વાંચો --- Pakistan સામે આકરી કાર્યવાહી, ભારતે 23 મે સુધી એરસ્પેસ કર્યુ બંધ


