PAK : ટ્રેક પર મોટા ધડાકા બાદ જાફર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા
- બલોચ લિબરેશન આર્મી દ્વારા પાકિસ્તાન પર પ્રહાર જારી
- અગાઉની જેમ રેલવે ટ્રેક પર ધડાકો કરતા ટ્રેન પાટા પરથી ઉતરી
- આ અંગે વિગતવાર માહિતી હજી સુધી સામે આવી નથી
PAK : પાકિસ્તાન (PAKISTAN) ના જેકોબાબાદ (JACOBABAD) નજીક ટ્રેન પાટા પરથી ઉતરી (TRAIN DEAIL) જવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના રેલવેના પાટા પાસે થયેલા વિસ્ફોટ પછી બની છે. જેણે સૌ ને ચોંકાવી દીધા છે.
થોડા સમય પહેલા જ હાઇજેકની ઘટના સામે આવી હતી
પાડોશી દેશ પાકિસ્તાનમાં બુધવારે એક મોટો રેલ્વે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. પેશાવરથી ક્વેટા જઈ રહેલી જાફર એક્સપ્રેસ (JAFFAR EXPRESS) વિસ્ફોટ પછી પાટા પરથી ઉતરી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, આ અકસ્માત પાકિસ્તાનના જેકોબાબાદ નજીક થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. જોકે, આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનમાં થોડા સમય પહેલા બનેલી એક મોટી ઘટનાની યાદ અપાવી દીધી છે. થોડા સમય પહેલા જ આ જાફર એક્સપ્રેસને બલૂચીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી.
214 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા
હકીકતે આ વર્ષે માર્ચમાં પણ આવી જ ઘટના બની ચૂકી છે. અગાઉ પેશાવર જતી જાફર એક્સપ્રેસને બલૂચ લિબરેશન આર્મીના લોકોએ હાઇજેક કરી લીધી હતી. તે સમયે, BLA એ માહિતી આપી હતી કે, આ ટ્રેન હાઇજેકિંગમાં 214 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ હતી કે, તે ટ્રેનમાં મુસાફરો પૈકી મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના સૈનિકો હતા, જેમાંથી કેટલાકને BLA દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા.
પાકિસ્તાની સેના દ્વારા પોતાનો અલગ દાવો કરાયો હતો
અગાઉ જ્યારે જાફર એક્સપ્રેસ ક્વેટાથી પેશાવર જઈ રહી હતી, ત્યારે BLA ના લોકોએ એક ટનલ પાસે વિસ્ફોટ કર્યો હતો. જ્યારે ટ્રેનની ગતિ ધીમી પડી ગઇ હતી, તે બાદ વધુ વિસ્ફોટો થયા અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેનમાં તે સમયે ઘણા નાગરિકો હતા, સાથે પાકિસ્તાની સેનાના જવાનો પણ હતા. BLA એ તે પૈકી ઘણા લોકોને મારી નાખ્યા હતા, જ્યારે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે, તેમણે ઘણા BLA ના જવાનોને મારી નાખ્યા છે, અને તમામ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.
આ પણ વાંચો --- Israel-Iran Conflict: ઇરાનમાં ઘૂસ્યા 50 ઇઝરાયલી ફાઇટર પ્લેન, જોરદાર બોમ્બમારો કરાયો


