ફેક ન્યુઝની ફેક્ટરી બન્યું પાકિસ્તાન, દાવો સાબિત કરવામાં પડ્યા ફાંફાં
- ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાના નેતાઓની જીવવું હરામ થયું
- પોતાની આબરૂ બચાવવા જતા વધારે ફજેતી થઇ ગઇ
- ભારતીય જેટ અંગે કરેલો દાવો પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા રક્ષામંત્રી
- સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના રક્ષામંત્રીની જોકર સાથે સરખામણી થઇ રહી છે
PAKISTAN : આતંકવાદ મામલે દુનિયાભરમાં વગોવાઇ ગયેલું પાકિસ્તાન (PAKISTAN) હવે ફેક ન્યુઝની ફેક્ટરી (FAKE NEWS FACTORY) બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ભારતે પહલગામ આતંકી હુમલાનો (PAHALGAM TERROR ATTACK) બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) થકી વળતો સટીક પ્રહાર કર્યો છે. અને આતંકવાદીઓના મનસુબાને ધ્વસ્ત કરી દીધા છે. આ વચ્ચે પાકિસ્તાન દ્વારા ભારતીય જેટને નુકશાન પહોંચાડ્યું હોવાનો જુઠ્ઠો, બનાવટી અને એકતરફી દાવો કરવામાં આવ્યો હતો. જો કે, તે અંગે ઇન્ટરવ્યુમાં પુરાવા માંગવામાં આવતા પરસેવો વળી ગયો હતો. અને જવાબ આપવામાં ફાંફા પડી જતા રક્ષામંત્રી હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાઇ ગયા હતા. તો બીજી તરફ પાકિસ્તાનના રક્ષામંત્રીની સોશિયલ મીડિયામાં જોકર સાથે સરખામણી થઇ રહી છે.
કાર્યવાહીથી પાકિસ્તાન ધૂંઆંપૂંઆં થઇ ગયું
ભારતીય સેના દ્વારા આતંકવાદ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરતા ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યું છે. જેની દુનિયાભરમાં સરાહના થઇ રહી છે. સાથે જ ભારતે દુનિયાને પોતાની સૈન્ય ક્ષમતાનો પરિચય પણ કરાવ્યો છે. આ કાર્યવાહીથી પાકિસ્તાન ધૂંઆંપૂંઆં થઇ ગયું છે. અને પોતાની આબરૂ બચાવવાના ઠાલા પ્રયત્નો કરતા જુઠ્ઠા, બનાવટી અને એકતરફી દાવાઓ કરીને પોતાને ફેક ન્યુઝની ફેક્ટરી સાબિત કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દ્વારા ભારતીય જેટને નુકશાન પહોંચાડ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.
સવાલ થકી દબાવ બનતા મુર્ખામીભર્યો જવાબ આપ્યો
જો કે, જુઠ્ઠો દાવો કરતા તો કરી નાંખ્યો પછી ફાંફા પડવાના શરૂ થઇ ગયા હતા. જ્યારે પાકિસ્તાનના રક્ષામંત્રી આસિફને ઇન્ટરવ્યુમાં ભારતીય જેટને નુકશાન અંગેના પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેની અસલીયત સામે આવી. પહેલા તો તેઓ જવાબ જ આપી શક્યા ન્હતા. બાદમાં સવાલ થકી દબાવ બનતા મુર્ખામીભર્યો જવાબ આપ્યો કે, સોશિયલ મીડિયામાં તેની તસ્વીરો વાયરલ થઇ હતી. જેથી પાકિસ્તાન અને તેના રક્ષામંત્રી આસિફ બંને દુનિયા સમક્ષ ખુલ્લા પડી ગયા હતા. અને ભારે હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાઇ ગયા હતા.
આ પણ વાંચો --- VADODARA : ઓપરેશન સિંદૂર બાદ કર્નલ સોફિયાનો ભાઇને ફોન, કહ્યું, 'કૈસા લગા, બજા ડાલા ના ?'


