PAKISTAN : પાકિસ્તાનમાં ભૂકંપ, લોકો ઘર છોડીને સલામત સ્થળે દોડ્યા
- પાકિસ્તાનની ધરા ફરી ધ્રુજી ઉઠી
- મુલતાન શહેરથી દોઢસો કિમી ઉંડે ભૂકંપ નોંધાયો
- રજાના દિવસે લોકો ઘર છોડીને સલામત સ્થળે દોડી ગયા
PAKISTAN : આજે રવિવારે રજાના દિવસે પાકિસ્તાન (PAKISTAN) માં ભૂકંપના આંચકા (EARTHQUAKE) નોંધાયા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકો ખુલ્લી જગ્યાઓ તરફ દોડી ગયા. આ ભૂકંપમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જોકે કેટલાક ઘરોને નુકસાન થયું છે. સ્થાનિક મીડિયા અનુસાર કેટલાક ઘરો અને રોડ-રસ્તામાં તિરાડો પડી ગઈ છે.
જમીનથી 150 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો
રવિવારે પાકિસ્તાનના મધ્યભાગમાં ભૂકંપનો અનુભવ થયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 નોંધાઈ. સવારે લગભગ 3:54 વાગ્યે ભૂકંપ અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 30.25 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 69.82 ડિગ્રી પૂર્વ રેખાંશ નોંધાયું છે. ભૂકંપ મુલતાન શહેરની જમીનથી 150 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો છે.
ઈજા થઈ હોવાના અહેવાલ હજી સુધી સામે આવ્યા નથી
ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે, લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા છે. અને લોકો ખુલ્લી જગ્યાઓ તરફ દોડી ગયા છે. આ ભૂકંપમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ હજી સુધી સામે આવ્યા નથી. જો કે, કેટલાક ઘરોને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર, કેટલાક ઘરોની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
સતત ભૂકંપના આંચકાઓ નોંધાઇ રહ્યા છે
અત્રે નોંધનીય છે કે, આ પહેલા 12 મેના રોજ પાકિસ્તાનમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 10 મેની સવારે 4.7 અને 4.0 ની તીવ્રતાના બે ભૂકંપ અનુભવાયા હતા. 5 મેના રોજ અહીં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સતત ભૂકંપના આંચકાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
ભૂકંપની દૃષ્ટિએ પાકિસ્તાન વિશ્વના સૌથી સક્રિય પ્રદેશોમાંનો એક છે
ભૂકંપની દૃષ્ટિએ પાકિસ્તાન વિશ્વના સૌથી સક્રિય પ્રદેશોમાંનો એક છે. આ દેશ 'યુરેશિયન પ્લેટ' અને 'ભારતીય પ્લેટ' વચ્ચે સ્થિત છે. બલુચિસ્તાન, સંઘીય પ્રશાસિત આદિવાસી વિસ્તારો (FATA), ગિલગિટ-બાલ્ટિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા 'યુરેશિયન પ્લેટ' પર સ્થિત છે. બીજી તરફ પંજાબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને સિંધ 'ભારતીય પ્લેટ' પર છે.
આ પણ વાંચો ---- New Delhi : ખૈબર પખ્તુનખ્વામાં થયેલ આત્મઘાતી હુમલાનો પાકિસ્તાનનો આરોપ ભારતે નકારી કાઢ્યો


